Raita marcha recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

૧૦૦% જમવાનો સ્વાદ વધારે તેવું આથેલા મરચાનુ અથાણું જે ફકત ૧૦ જ મિનિટ માં તૈયાર થઈ જાય તેવું આજે બનાવવાના છીએ. આ રેસિપી જો સારી લાગે તો ઘરે બનાવવાનો પ્રયત્ન કરજો અને મિત્રો સાથે શેર કરવાનુ ભૂલતા નહિ.

  • સામગ્રી:
  • ૧૫૦ ગ્રામ મીડિયમ તીખા મરચા
  • ૧ ચમચી હળદળ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • અડધા લીંબુ નો રસ
  • ૨-૩ ચમચી તેલ

મસાલા માટે

  • ૪-૫ ચમચી સરસવના દાણા ( રાય નાં કુરિયા)
  • ૧ ચમચી મેથી નાં કુરિયા( Skip કરી શકો)
  • હીંગ
  • ૩-૪ ચમચી ગરમ તેલ
  • ૧ લીંબુ નાં ૬-૮ નાના ટુકડા
  • મીઠું
  • હળદળ
  • ૧ ચમચી વરીયાળી

આથેલા મરચાનુ અથાણું બનાવવાની રીત: 

સૌ પ્રથમ મરચાને ધોઈ અને તેના નાનાં નાનાં મીડિયમ સાઇઝ ના ટુકડા કરી લો. હવે એક બાઉલ મા મરચા લઈ તેમાં હળદળ, મીઠું અને લીંબુ નો રસ ઉમેરો. હવે બધું સારી રીતે મિક્સ કરી લો અને તેને ૧૦-૧૫ મીનીટ માટે રાખી મુકો જેથી તેમાંથી મરચા પાણી છોડી દે અને મરચામાંથી તીખાશ પણ ઓછી થઈ જાય.

૧૦-૧૫ મીનીટ પછી મરચામાંથી પાણી છૂટું પાડી લો. હવે મસાલા તૈયાર કરવા માટે સૌ પ્રથમ એક બાઉલ માં રાયના કુરિયા, મેથીના કુરિયા, હીંગ અને ગરમ કરેલું તેલ એડ કરો( અહિયાં તમારે તેલ ગરમ કેટલું લેવું).હવે બધા મસાલા ને ગરમ કરી દો.

હવે તેમાં મરચા, લીંબુ નાં ટુકડાં, હળદળ, વરીયાળી નાખી બધું મિક્ષ કરી લો. તો અહિયાં તમારી અથાણુ બનીને તૈયાર છે. આ અથાણાં ને તમે લાંબો સમય સુધી કાચની બરણીમાં ભરી ફ્રીઝ મા સ્ટોર કરીને રાખી શકો છો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા