ગુજરાતીઓ ખાવાનાં બહુ જ શોખીન હોય છે અને એમાં પણ જો તેમને રાજકોટ ની લીલી ચટણી સાથે કંઇક ખાવા મળી જાય તો પાછળ વરીને જોતાજ નથી. સાચું ને? કોમેન્ટ માં જરૂર જણાવજો.
તો આજે આપણે રાજકોટ ની પ્રખ્યાત લીલી ચટણી બનાવવાના છીએ. આ ચટણી બનાવવી એકદમ સરળ છે અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આ ચટણી બની જાય છે. આ ચટણી તમે ફ્રીઝર માં ૬ મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો ચાલો ચટણી બનાવવાની શરૂ કરીએ.
- સામગ્રી
- અડધો કપ સીંગદાણા ( 100 થી 150 ગ્રામ)
- 3-4 મીડીયમ સાઈઝ ના મરચા
- 1/3 કપ લીંબુનું પાણી ( 4-5 ચમચી )
- એક ચમચી હળદળ
- સ્વાદ પ્રમાણે મીઠું
રાજકોટની લીલી ચટણી બનાવવાની રીત:
સૌ પ્રથમ એક પેન માં અડધો કપ સીંગદાણા નાખીને ધીમા ગેસ પર સીંગદાણા ને શેકી લો. તમે સીંગદાણા એમજ લઇ શકો છો. પણ કાચા સીંગદાણા ના કારણે ચટણીનો કલર થોડો ચેન્જ થઇ જતો હોય છે. સીંગદાણા શેકાઈ જાય એટલે સીંગદાણાના ઉપર ના ફોતરાં કાઢી લો.
હવે એક મિક્સિંગ બાઉલમાં સીંગદાણા લઇ તેને અધકચરા પીસી લો. આપણે વારાફરથી બધું પીસાવાનું છે જેથી સારી રીતે બધું મિક્સિંગ થાય. હવે આ જ બાઉલ માં સીંગદાણા ને બહાર કાઢ્યા વગર તેમાં સમારેલા મરચાના ટુકડા ઉમેરી ને મિક્સિંગ બાઉલને ગ્રાઈન્ડ કરી લો. ધ્યાન રાખવું કે બધું સારી રીતે પીસાઈ જાય.
હવેમિક્સિંગ બાઉલમાં સીંગદાણા અને મરચા પીસાઈ ગયા પછી તેમાં લીંબુનો રસ, હળદળ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. ધ્યાન રાખો કે અહીંયા તમારે પાણી ઉમેરવાનું નથી. જો પાણીનો ઉપયોગ કરવો હોય તો બે ચમચી લીંબુના ફૂલ ઉમેરવા અને ચાર ચમચી જેટલું પાણી ઉમેરવું .
પણ અહીંયા આપણે પાણીનો ઉપયોગ નથી કરતા. હવે બધું સારી રીતે પીસી લો. જો તમારે જરૂર પડે તો તમે લીંબુનો રસ ઉમેરી શકો છો. તો અહીંયા તમારી રેશમ જેવી રાજકોટ ની પ્રખ્યાત લીલી ચટણી તૈયાર છે. આ ચટણી તમે ભાખરી, રોટલી, રોટલા સાથે સર્વ કરી શકો છો.
તમે આ ચટણીને ભેળ માં કે ચેટ માં વાપરી શકો છો. જો તમારે ભેળ માં વાપરવી હોય તો એમાં થોડું મીઠું અને પાણી ઉમેરી દેવાનું અને પાતળી કરી દેવાન અને પછી તમે આંબલીનીચટણીની જેમ વાપરી શકો છો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.