rajma nu shaak banavani recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રાજમાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. તેથી રાજમા ચાવલ ઘણા લોકો મનગમતું ખાવાનું છે અને કદાચ આ જ કારણ છે કે તમને તે દરેક રાજ્યની રેસ્ટોરન્ટ અને ઢાબામાં તે જોવા મળી જશે. જો કે આપણે બધા દરેક વખતે રાજમા એક જ રીતે બનાવીએ છીએ.

પરંતુ શું તમે જાણો છો કે રાજમાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે ઘણી રીતે દેશી તડકા લગાવી શકો છો. હા, તમે તમારી રાજમાના શાકને દરેક વખતે અલગ-અલગ ફ્લેવર આપી શકો છો, તો ચાલો જાણીએ કેવી રીતે.

1. સૂકા મરચાંનો તડકો 

તમે રાજમામાં સૂકા મરચાંનો તડકો કરીને ઉમેરી શકો છો. લાલ મરચાંનો તડકો રાજમામાં માત્ર તીખાશ આપે છે પણ તેનો સ્વાદ પણ વધારે છે. જો કે, તમે સૂકા મરચાની સાથે જીરું, હિંગ અથવા માખણને પણ લઇ શકો છો.

સામગ્રી

  • 5 સૂકું લાલ મરચું
  • 1/2 ચમચી જીરું
  • 1 ડુંગળી (ઝીણી સમારેલી)
  • 6 લસણની કળી
  • 1 ટામેટા (ઝીણા સમારેલા)
  • 1/2 બટરની ટિક્કી

કેવી રીતે લગાવવો તડકો

સૌથી પહેલા લસણ અને આદુની પેસ્ટ બનાવો. પછી ટામેટાં અને ડુંગળીને જીણી સમારી લો. હવે પેનમાં માખણ નાખીને ગરમ કરો. પછી પેનમાં જીરું, સૂકું લાલ મરચું નાખીને સુગંધ આવે ત્યાં સુધી ચડવા દો.

હવે તેમાં જીણી સમારેલી ડુંગળી, જીણા સમારેલા ટામેટા નાખીને થોડીવાર ચઢવા દો. હવે તેમાં લસણ અને આદુની પેસ્ટ નાખીને તરત જ રાજમામાં નાખો. તમારા રાજમાના શાકમાં એક અલગ જ ફ્લેવર આવશે.

2. હીંગ અને આમલીનો વઘાર કરો

તમે રાજમાના શાકને બીજી રીતે પણ અલગ જ સ્વાદ આપી શકો છો. હીંગ તમારા પાચનમાં સુધારો કરશે એટલું જ નહીં પણ તમારા શાકનો સ્વાદ પણ વધારશે. તે જ સમયે આમલી પણ રાજમામાં થોડી ખટાશ ઉમેરશે.

સામગ્રી

  • 1 ચમચી જીરું
  • 1 ચમચી લસણ (છીણેલું)
  • 2 ચમચી આમલીનો પલ્પ
  • ચપટી હિંગ

તડકો કરવાની રીત

સૌપ્રથમ ધીમી આંચ પર પેન ગરમ કરી તેમાં ઘી ઉમેરો. હવે તેમાં જીરું અને હિંગ ઉમેરીને થોડું તતડવા દો. પછી તેમાં લસણ અને આમલીનો તડકો લગાવીને તેને તરત જ રાજમામાં નાખીને ગરમા-ગરમ સર્વ કરો.

હવે તમે પણ તમારા રાજમામાં આ 2 દેશી તડકા લગાવી શકો છો. અમને આશા છે કે તમને રેસિપી ગમી હશે. આવી વધુ રસોઈ ટિપ્સ અને ટ્રિક્સ વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા