રાજમા-ભાતનું નામ સાંભળતા જ મોમાં પાણી આવે છે? હા ! શુ કરવુ બોલો ! રાજમા-ભાતનું નામ સાંભળીને અમે પણ અમારી જાતને રોકી નથી શકતા ! આ ફક્ત તમારી સાથે જ થતું નથી, અમારી સાથે પણ આવું જ છે. કદાચ, રાજમા ચાવલનું નામ સાંભળીને તમારી વાતચીત પણ આવી જ થતી હશે.
ઠીક છે પણ, જ્યારે ઘરે રાજમા બનાવવામાં આવે છે, ઘરના તમામ સભ્યો તેને ખૂબ જ ઉત્સાહથી ખાવાનું પસંદ કરે છે. પરંતુ, જ્યારે રાજમા વધુ બને છે ત્યારે ઘણા લોકો તેને બીજા દિવસે વાપરવાને બદલે તેને ફેંકી દેવામાં માને છે.
જો તમે બાકી રહેલા રાજમા એટલે કે વાસી રાજમા પણ ફેંકી દો છો, તો તમારે તેને ફેંકી દેવાની જરૂર નથી કારણ કે, તમે તેમાંથી નવી અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો. તો ચાલો જાણીએ આ આર્ટિકલમાં વધેલા રાજમાથી શું શું બનાવી શકાય છે.
રાજમાં સેન્ડવીચ
સામગ્રી : વધેલા રાજમા – 1 કપ, બ્રેડ – 4, ડુંગળી – 1 સ્લાઇસ કરેલી, ટમેટા – 1 સ્લાઇસમાં કાપેલા, મીઠું – સ્વાદ પ્રમાણે, લીલા મરચા – 2 સમારેલા, પનીર – 2 ચમચી, માખણ – 2 ચમચી
બનાવવાની રીત : સૌ પ્રથમ એક વાસણમાં વધેલા રાજમા, ડુંગળી, લીલા મરચાં વગેરે મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. અહીં તમે એક પેન ગરમ કરો અને આ મિશ્રણને હળવું કુક કરી લો અને તેને પ્લેટમાં કાઢી લો. પછી, ચારેય બ્રેડમાં માખણ લગાવો અને બ્રેડને એક જ પેનમાં મૂકો અને તેને બંને બાજુ શેકી લો.
હવે એક બ્રેડની ઉપર મિશ્રણ નાખીને તેને સારી રીતે ફેલાવો અને ઉપર બીજી બ્રેડ મૂકો. બીજી બ્રેડ સાથે પણ આ જ પ્રક્રિયા કરો. તો રાજમા સેન્ડવિચ તૈયાર છે.
કટલેટ બનાવો
સામગ્રી : વધેલા રાજમા – 2 કપ, આદુ-લસણની પેસ્ટ – 1 ટીસ્પૂન, બટાકા – 2 બાફેલા, ચાટ મસાલો -1/2 ટીસ્પૂન, ધાણાજીરું -2 ટીસ્પૂન, મરચું પાવડર -1 ટીસ્પૂન, મીઠું સ્વાદ પ્રમાણે, ગરમ મસાલો -1/ 2 ચમચી
બનાવવાની રીત: કટલેટ બનાવવા માટે, સૌ પ્રથમ, વધેલા રાજમાને મિક્સરમાં નાખો અને તેને બરછટ (અચકચરા) પીસી લો અને પ્લેટમાં કાઢી લો. હવે રાજની પેસ્ટમાં બાફેલા બટાકા, ધાણાજીરું, લીલા મરચાં, લાલ મરચું પાવડર વગેરે ઉમેરો અને તેને સારી રીતે મેશ કરો.
આ પછી, તમારા હાથમાં થોડું તેલ લગાવો અને તેને આ મિશ્રણમાંથી તેને કટલેટના આકારમાં બનાવો.અહીં તમે એક પેનમાં તેલ ગરમ કરો અને તેલ ગરમ થયા બાદ કટલેટ તળવા મૂકો અને તેને બંને બાજુએ સારી રીતે તળી લો. એ જ રીતે બીજી બધી કટલેટને તળી લો અને મનપસંદ ચટણી અથવા સૉસ સાથે સર્વ કરો.
આ પણ વાંચો: રાજમા તો બહુ ખાધા હશે, પણ આ રીતે પનીર રાજમા બનાવીને કોઈ દિવસ ટ્રાય નહીં કર્યો હોય
વધેલા રાજમામાંથી પરાઠા
સામગ્રી : વધેલા રાજમા – 2 કપ, મીઠું – સ્વાદ મુજબ, લોટ – 4 કપ, લીલા મરચા – 2 બારીક સમારેલા, ધાણાજીરું – 2 ચમચી, માખણ – 2 ચમચી
બનાવવાની રીત: સૌથી પહેલા લોટને સારી રીતે બાંધી લો જે રીતે દરરોજ ઘરે બાંધો છો અને તેને થોડો સમય માટે ઢાંકીને બાજુ પર રાખો. હવે તમે વધેલા રાજમા, લીલા મરચા, મીઠું વગેરે સામાગ્રીન ઉમેરીને તેને સારી રીતે મેશ કરો.
આ પછી, કણકમાંથી લોઈ લઈને અને તૈયાર કરેલા રાજમા મિશ્રણને બોલના આકારમાં ભરીને પરાઠા બનાવો. હવે એક પેનમાં માખણ નાખો અને તેને ગરમ કરો અને પરાઠા મૂકીને તેને બંને બાજુ સારી રીતે કુક કરી લો. વધેલા રાજમાના ટેસ્ટી પરાઠા તૈયાર છે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.