રસોડાની સફાઈને સબંધિત જો કોઈ સૌથી મોટી સમસ્યા હોય તો એ છે રસોડાના સ્ટીલના નળની સફાઈ. સામાન્ય રીતે આ સિંક સાથે જોડાયેલ હોય છે અને તેમાં વારંવાર પાણી આવવાને કારણે કાળા ડાઘ પડી જાય છે. આ પાણીના ડાઘ એટલા હઠીલા હોય છે કે તે નળને ગંદા બનાવે છે અને તેના કારણે રસોડાનું સિંક પણ ગંદુ દેખાવા લાગે છે.
આમ તો નળની સફાઈ કરવી બહુ મુશ્કેલ કામ નથી, પણ જો તેને નિયમિત રીતે સાફ ન કરવામાં આવે તો પાણીના ડાઘ જિદ્દી ડાઘ થઇ જાય છે અને તે સરળતાથી સાફ થતા નથી. આ સ્થિતિમાં તમે કેટલીક સરળ ટિપ્સ અપનાવીને રસોડામાં રહેલા નળની સફાઈ મિનિટોમાં કરી શકો છો.
ઘઉં નો લોટ
સૌથી પહેલા તમે ગંદા નળને એવી રીતે સારી રીતે સુકાવો કે તેમાં પાણી ના રહી જાય. હવે નળમાં આ ઘઉંનો લોટ ઘસીને તેને 5 મિનિટ માટે છોડી દો. આ નળ પર રહેલી કોઈપણ ગંદકી, ગ્રીસ અથવા મેલને દૂર કરવામાં મદદ કરે છે. હવે એક મુલાયમ કપડાથી નળને ઘસીને લોટ સાફ કરો. લોટની સાથે નળની ગંદકી પણ સાફ થઇ જાય છે અને પાણીના ડાઘ પણ સાફ થઇ જાય છે.
ગરમ પાણી, લીંબુ અને ડીશ વોશિંગ લિકવીડ
એક ગરમ પાણીના બાઉલમાં લીંબુનો રસ અને ડીશવોશિંગ લિકવીડના 2 ટીપાં નાખો. આ સોલ્યુશનમાં એક સ્પોન્જને ડુબાડીને ભીનું કરીને અને તેનો ઉપયોગ રસોડાના નળને સાફ કરવા માટે કરો. નળ અંદરની બાજુ સાફ કરવા માટે જૂના ટૂથબ્રશનો ઉપયોગ કરો. હવે ડીશ વોશ લિક્વિડને ગરમ પાણીથી ધોઈ લો. માત્ર 5 જ મિનિટમાં તમારું રસોડાનું નળ ચમકવા લાગશે.
વિનેગરથી સાફ કરો
એક વાટકીમાં સરખા પ્રમાણમાં પાણી અને વિનેગર મિક્સ કરો. આ સોલ્યુશનને એક ખાલી સ્પ્રે બોટલમાં રેડીને તેને તમારા રસોડામાં સ્ટીલના નળ પર સ્પ્રે કરો. સોલ્યુશનને ઓછામાં ઓછા 5 મિનિટ માટે નળ પર રહેવા દો. 5 મિનિટ પછી નળને એક નવા સ્ક્રબ પેડથી સાફ કરો અને ડાઘને સાફ કરો.
જો ડાઘ વધુ હઠીલા હોય, તો સ્ટીલ સ્પુટને એક કપ પાણી અને વિનેગરના સોલ્યૂશનમાં થોડા સમય માટે ડુબાડી દો. તમે વિનેગારની જગ્યાએ લીંબુનો રસ પણ લઇ શકો છો. લીંબુના રસમાં રહેલું સાઇટ્રિક એસિડ ગંદા નળને મિનિટોમાં સાફ કરશે.
બેકિંગ સોડાનો ઉપયોગ
બેકિંગ સોડા એસિડિક હોય છે જે જમા થયેલા કચરાને અને મેલને સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે. રસોડાના નળને સાફ કરવા માટે 1 કપ પાણીમાં 3 થી 4 ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને પેસ્ટ બનાવો.
હવે તેને ડાઘ પડેલા ભાગ પર લગાવો. તેને 4 થી 5 મિનિટ માટે છોડી દો. ડાઘોને સ્ક્રબરથી સારી રીતે સાફ કરી લો. જો તમે આ પેસ્ટને આખી રાત માટે નળ પર લગાવીને છોડી દેશો તો તે સવારે વધારે ચમકશે. આમ તો આ તુરંત સફાઈ કરવા માટે અસરકારક નુસ્ખા છે.
મીઠા થી સાફ કરો
મીઠું અને પાણી સખ્ત ડાઘને દૂર કરવામાં મદદ કરે છે. તે ફ્લોર પર રહેલા જંતુઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. ડાઘ પડેલા ભાગમાં મીઠું છાંટીને તેને 3 થી 4 મિનિટ માટે છોડી દો.
જો તમારા નળમાં ખૂબ હઠીલા ડાઘ હોય તો મીઠું લગાવીને તેને ઓછામાં ઓછા 4 કલાક માટે છોડી દો. હવે ડાઘને સારી રીતે સાફ કરવા માટે સ્પોન્જ અથવા સ્ક્રબ પેડનો ઉપયોગ કરીને તેને ગરમ પાણીથી નળ ધોઈ લો. ગરમ પાણી ડાઘોને સારી રીતે ધોવામાં મદદ કરે છે.
સફેદ વિનેગર અને ઓલિવ તેલ (જૈતૂનનું તેલ)
1 કપ સફેદ વિનેગર અને 1 ચમચી ઓલિવ તેલને મિક્સ કરો અને સીધા માઇક્રોફાઇબર કાપડ પર લગાવો અથવા સીધું નળ પર સ્પ્રે કરો. તેને 2 થી 3 મિનિટ માટે આમ જ રહેવા દો. હવે તેને નળની વિરુદ્ધ દિશામાં ખસેડીને તેને સાફ કરો.
કોઈપણ હઠીલા ડાઘને દૂર કરવા માટે જરૂર હોય એ મુજબ વિનેગર લગાવો. પછી સ્વચ્છ ટુવાલને ઓલિવ તેલમાં પલાળીને નળ પર ઘસો. 2 મિનિટ પછી તેને સૂકું કપડું લઈને સાફ કરી લો. આ રીત સારી રીતે કામ કરે છે કારણ કે વિનેગર જમા થઇ ગયેલા મેલને સારી રીતે દૂર કરે છે અને જ્યારે ઓલિવ તેલ તેને ચળકતી પોલિશ આપે છે.
સ્ટેનલેસ સ્ટીલ ક્લીનર
તમે બજારમાં મળી રહેતું સ્ટેનલેસ સ્ટીલ ક્લીનરથી પણ રસોડાના નળને સાફ કરી શકો છો. તેના માટે નળમાં ક્લીનર સ્પ્રે કરો અને 5 મિનિટ પછી તેને સ્ક્રબ પેડથી સાફ કરી લો.
ગરમ પાણી અને કપડું
તમે ગરમ પાણી અને નરમ કપડાથી પણ નિયમિત સફાઈ કરી શકો છો. સ્ટેનલેસ સ્ટીલ સાફ કરવા માટે આ સૌથી ઓછો જોખમી વિકલ્પ છે. ગરમ પાણી મોટે ભાગે ગંદકીને સાફ કરવાનું કામ કરે છે. નળમાં પાણીના ડાઘને રોકવા માટે તેને ગરમ પાણીથી ધોયા પછી ટુવાલ અથવા કપડાથી સુકવી લો.
નળને સૂકવવો મહત્વપૂર્ણ છે કારણ કે પાણીમાં રહેલા ખનીજ તત્વ સ્ટેનલેસ સ્ટીલ પર જમા થવાથી તેને નિશાન છોડી શકે છે. આ સરળ ટિપ્સ સાથે, તમે તમારા રસોડાના સ્ટીલના નળને સાફ કરીને એકદમ ચમકાવી શકો છો.