આજે આપણે બનાવીશું સુરત ની પ્રખ્યાત રતાળુ પૂરી, જેને કંદપુરી પણ કેહવામાં આવે છે. આ પુરી બિલકુલ તેલ ના રહે, સોડા વગર એકદમ એવી સરસ, ફૂલેલી ફૂલેલી રતાળુ પુરી, સુરત ની લાળીઓ પર મળે એવી ઘરે બનાવી શકાય છે. આ પુરી ખજુર આંબલી કે ગ્રીન ચટણી સાથે ખાસો તો કંઇક અલગ જ મજા પડી જશે.
સામગ્રી:-
- ૧ કપ ચણાનો લોટ
- સ્વાદ પ્રમાણે મીઠું
- હીંગ
- હરદળ
- લાલ મરચું
- પાણી
- ૨૫૦ ગ્રામ રતાળુ(૨ નંગ)
- તેલ
- ૮-૧૦ કાળા મરી
- ધાણા
- તલ
બનાવાની રીત:
સૌથી પહેલા આપણે બેટર બનાવા માટે એક કપ ચણાનો લોટ એક બાઉલ મા એડ કરો. એમા સ્વાદ પ્રમાણે મીઠું, હીંગ, હરદળ, મરચું એડ કરો. હવે થોડું થોડુ પાણી ઉમેરતાં જાઓ અને સારું બેટર તૈયાર કરો. અહીં તમારે અડધો ગ્લાસ પાણીની જરૂર પડશે. લોટ સાથે પાણીને બરાબર મિક્સ કરી બેટર તૈયાર કરો. આ બેટર એકદમ પાતળું કે જાડું ન હોવું જોઇએ. બેટર બનાયા પછી તેણે ૫-૭ મિનિટ માટે મૂકી રાખો.
હવે રતાળુ લઈ તેને છોલી કાઢો. હવે રતાલા ને ઉપર અને નીચે ક્રોસ માં કટ કરી લો. રતાળાં ને ધોઇ ને કોળું કરી લો. હવે રતાળા ને એક ખમણી ની મદદ થી સ્લાઈસ કરી લો. જેટલી તમે સ્લાઈસ પાતળી કરશો એટલી રતાળુ પુરી ફૂલસે. (અહિ સ્લાઈસ ને પાણીમાં પલાળવાની નથી.)
એક કડાઈ માં તેલ ને ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રતાલા ની સ્લાઈસ ને બેટર માં ડૂબાડી સ્લાઈસ પર કાળા મરી નો ક્રશ કરેલો ભુકો, તલ અને ધાણા એડ કરી તેલ માં તળવા માટે એડ કરો. જ્યારે રતાળુ પુરી એકબાજુ ગોલ્ડન બ્રાઉન કલર ની થાય ત્યારે તેને બીજી બાજુ ફેરવી દો. ૩-૪ મિનિટ માં આ રતાળુ પુરી તૈયાર થઈ જશે. પુરી તૈયાર થઈ જાય પછી તેને એક પ્લેટ માં કાઢી લો.
તો તૈયાર છે સુરત ની લાળીઓ પર મળે એવી રતાળુ પુરી. મિત્રો તમને કેવી લાગી આજની આ રેસિપી? મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા, સારી લાગી હોય તો મિત્રો સાથે અને ફેમિલી મેમ્બર સાથે જરૂર શેર કરજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.