reason behind belly fat
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજકાલ મોટાભગના લોકોની સૌથી મોટી સમસ્યા છે વજન વધવું. પેટની આસપાસ વધેલી ચરબી વ્યક્તિને ખૂબ જ પરેશાન કરે છે. તે વ્યક્તિના દેખાવને પણ બગાડે છે અને ઘણી બીમારીઓનું કારણ પણ બને છે. આજના સમયમાં ઘણા લોકો પેટની ચરબી માટે પરેશાન છે. જો લટકતું પેટ તમને પણ પરેશાન કરતુ હોય, તો આ સમસ્યાને દૂર કરવા માટે તમારે તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરવો પડશે.

જાણ્યે-અજાણ્યે આપણે પોતે પણ કેટલીક એવી ભૂલો કરતા હોઈએ છીએ જેનાથી પેટની ચરબી વધી જાય છે. હા, ઊંઘની અછતથી લઈને વધારે તણાવ લેવો, સુધીના ઘણા કારણો છે જે પેટની ચરબીનું મૂળ છે. ડાયટિશિયન રાધિકા ગોયલે તેના ઇન્સ્ટાગ્રામ પર આ વિશે માહિતી આપી છે, ચાલો તેના વિશે જાણીએ.

કેલરીનું યોગ્ય રીતે બર્ન ન થવું

આપણા શરીરને સરળ રીતે કાર્ય કરવા માટે યોગ્ય કેલરીની ગણતરી ખૂબ મહત્વપૂર્ણ છે. આપણે આખા દિવસમાં કેટલી કેલરી ખાઈએ છીએ તેની ગણતરી રાખવી જોઈએ. જ્યારે આપણે આપણા શરીરની જરૂરિયાત કરતાં વધુ કેલરીનો વપરાશ કરીએ છીએ અને તે કેલરી યોગ્ય રીતે બર્ન થતી નથી, તો તે પેટની આસપાસ ચરબી જમા થવા લાગે છે.

ટીપ

  • તમારી કેલરીની ગણતરી પર નજર રાખો.
  • ખાતરી કરો કે તમે આખો દિવસ જે કેલરી લો છો, તેને બર્ન પણ કરો.

આખો દિવસ બેસી રહેવું

sit on chair

શરીરને ફિટ રાખવા માટે સારો આહાર જેટલો જરૂરી છે, તેટલી જ જરૂરી છે શારીરિક પ્રવૃત્તિ. જો તમે આખો દિવસ બેસી રહો છો, શારીરિક પ્રવૃત્તિ ઓછી કરો છો, તો તમારા પેટની આસપાસ વધુ ચરબી જમા થશે.

ટીપ

  • હેલ્દી આહાર લો.
  • જો તમે હેવી વર્કઆઉટ નથી કરી શકતા તો હળવી કસરતો જરૂર કરો.
  • અડધો કલાક બેઠા પછી થોડી વાર જરૂર ચાલો.

ટેન્શન (તણાવ)

tension for belly fat

તમને આનાથી આશ્ચર્ય થશે, પરંતુ જો તમે લાંબા સમયથી તણાવમાં રહો છો, તો આ તમારા પેટની ચરબીનું એક કારણ હોઈ શકે છે. સ્ટ્રેસને કારણે કોર્ટિસોલ હોર્મોનનું ઉત્પાદન વધી જાય છે. લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી તમારા પેટની આસપાસ ચરબી જમા થવા લાગે છે. તેનું એક કારણ એ પણ છે કે ઘણી વખત સ્ટ્રેસને કારણે આપણે સ્ટ્રેસમાં વધારે ખાવાનું શરૂ કરીએ છીએ જેનાથી વજન વધે છે.

ટીપ

  • તમારી જાતને વધુ ને વધુ વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરો.
  • તમારા તણાવનું કારણ ઓળખો અને તેને દૂર કરવા પર ધ્યાન આપો.
  • જો તમને તણાવમાં ભૂખ લાગે છે, તો તમારી જાતને તૃણાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરો.
  • તણાવથી છુટકારો મેળવવા માટે યોગ અને મેડિટેશનનો સહારો લો.

ઊંઘ પુરી ના થવી

ઊંઘ પુરી ન થવાને કારણે પેટની આસપાસ ચરબી જમા થાય છે. ઘણા અભ્યાસોમાં એ વાત પણ સામે આવી છે કે જે લોકો ઓછી ઊંઘ લે છે તેઓના પેટની ચરબી જે લોકો પૂરી ઊંઘ લે છે તેની સરખામણીમાં વધારે હોય છે.

આ પણ વાંચો- સવારે ઉઠીને પથારીમાં જ માત્ર 10 મિનિટ સુતા સુતા કરો આ 2 કસરત, પેટની ચરબી થળથળ પીગળી જશે

ટીપ

  • ઊંઘનો સમય સેટ કરો.
  • સૂવાના થોડા સમય પહેલા મોબાઈલ અને કોમ્પ્યુટરથી અંતર રાખો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો શેર કરજો. આવી વધુ જીવનમાં ઉપયોગી આવે તેવી માહિતી ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા