રસોડામાં અનેક નાના-મોટા ઉપકરણો હોય છે પરંતુ જો તેમાંનું મોટું ઉપકરણ ફ્રીજ છે અને તે રસોડામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. રસોડામાં જે પણ ખાદ્યપદાર્થો બનાવવામાં આવે છે અને તે વધે છે અથવા તેને બનાવવામાં જો કણક, ખીરું વગેરે કાચો માલ હોય છે તો તે ફ્રિજમાં સ્ટોર કરવામાં આવે છે.
ફ્રિજમાં રાખેલો કોઈપણ ખોરાક તાજો રહે છે અને એક દિવસથી વધારે સમય માટે સ્ટોર કરી શકાય છે. ફ્રિજ આટલું ઉપયોગી હોવા છતાં કેટલીક સ્ત્રીઓ તેમના ફ્રિજની સારી રીતે સંભાળ રાખી શકતી નથી અને થોડા વર્ષો પછી તેમનું ફ્રિજ ખરાબ થવા લાગે છે. તો આજે અમે તમને જણાવીશું કે ફ્રિજની કાળજી કેવી રીતે રાખવી જોઈએ જેથી તમારું ફ્રિજ પણ વર્ષો સુધી ટકી રહે.
વેન્ટિલેશન યોગ્ય હોવું : જ્યાં પણ તમે ફ્રિજ રાખ્યું છે ત્યાં સારું વેન્ટિલેશન હોવું જોઈએ. ફ્રિજને દિવાલથી 2 થી 3 ઈંચ દૂર જ રાખો. ફ્રિજને દિવાલની નજીક રાખવાથી તે ઝડપથી બગડી જાય છે. એ પણ ધ્યાનમાં રાખો કે જો તમે રસોડામાં ફ્રિજ રાખો છો તો તમારે જરૂર પડે ત્યારે જ ગેસ ખોલવો જોઈએ, બાકીના સમયે તમારે ગેસ બંધ રાખવો જોઈએ કારણ કે ફ્રિજમાંથી પણ ગેસ પણ નીકળે છે અને જો તમારી ગેસ સિલિન્ડર પણ લીક થાય છે તો મોટી દુર્ઘટના થઈ શકે છે.
ઉપકરણોથી દૂર રહો : ફ્રીજને ક્યારેય ગેસ સ્ટોવ, માઇક્રોવેવ અથવા બીજા ઉપકરણથી દૂર રાખો. હકીકતમાં દરેક ઉપકરણમાંથી ગેસ નીકળે છે, તો મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. આ સિવાય જો ફ્રિજને સૂર્યપ્રકાશથી દૂર રાખો, જો તમારા રસોડામાં ખૂબ ગરમી હોય તો ફ્રીજને લિવિંગ રૂમમાં જ રાખવું જોઈએ.
ફ્રીજને ખુલ્લું ના મુકો : ઘણા લોકોને આદત હોય છે કે ફ્રિજમાંથી સામાન બહાર કાઢવા માટે ફ્રિજને લાંબા સમય સુધી ખુલ્લું રાખે છે. કોઈકવાર એવું પણ બને છે કે ક્યારેક ફ્રિજ બરાબર બંધ પણ નથી થઈ શકતું.
આવું થવાથી ફ્રિજ વધારે વીજળીનો વપરાશ કરે છે અને ફ્રિજની અંદર રાખેલી વસ્તુઓ પણ બગડવા લાગે છે. ફ્રિજનો દરવાજોનું સીલ તપાસવા માટે ફ્લેશલાઇટ ચેક કરો. જો તમે દરવાજો બંધ કરો ત્યારે ફ્રિજની ફ્લેશલાઇટ બંધ થઈ જાય અને જ્યારે તમે દરવાજો ખોલો ત્યારે ફ્લેશલાઈટ ચાલુ થઇ જાય છે તો તમારું ફ્રિજ પરફેક્ટ છે.
ફ્રિજ ની સફાઈ : ફ્રિજની સ્વચ્છતા પણ તેના લાંબા જીવન માટે ખૂબ જ જરૂરી હોય છે. જો તમે ફ્રિજને ગંદુ છોડી દો છો તો ફ્રિજ જલ્દી ખરાબ થવાનું શરુ કરે છે. જો તમે ફ્રિજને કેપેસીટી કરતા વધારે સામાન ભરો છો તો તમારા ફ્રિજમાં હવાની અવરજવળ યોગ્ય રીતે થતી નથી અને વસ્તુઓ બગડવા લાગે છે.
ઘણા લોકોના ઘરમાં ઉંદરો હોય છે અને તે ઉંદરો ફ્રિજની પાછળ બેસીને ફ્રીજના વાયરને કાપી નાખે છે. ઘણી વખત આ ઉંદરોને કારણે પણ ફ્રિજ બગડી જાય છે. ફ્રીજની પાછળ કોઇલ લગાવેલી હોય છે. જ્યારે તેના પર ધૂળ લાગી જાય છે, ત્યારે કોમ્પ્રેસર પર વધારે જોર પડે છે, આના કારણે ફ્રિજમાં વીજળીનો વપરાશ વધારે થાય છે.
કાળજીપૂર્વક કરો ડી-ફ્રોસ્ટ : જ્યારે ફ્રિજ વધુ પડતું ઠંડુ થવા લાગે અને તેમાં રાખેલી વસ્તુઓ જામી જવા લાગે છે ત્યારે તેને ડી-ફ્રોસ્ટ કરવું જરૂરી બની જાય છે નહીંતર ફ્રિજના કોમ્પ્રેસરને નુકસાન થવાનો ડર રહે છે. પરંતુ ઘણી વખત લોકો કંઈપણ વિચાર્યા વગર જ ફ્રીજને ડી-ફ્રોસ્ટ કરી નાખે છે. પરંતુ તમારી આ આદત ખોટી છે.
જયારે તમે ફ્રીજ ડી-ફ્રોસ્ટ કરો તો તેના પહેલા ફ્રીજમાં રાખેલી વસ્તુઓને ઢાંકી દેવી જોઈએ. આ સાથે ફ્રિજને ડી-ફ્રોસ્ટ કરતા પહેલા તમારે ફ્રીઝરમાં રાખેલી બરફની ટ્રે ખાલી કરવી જોઈએ, નહીં તો પાણી ફ્રિજની અંદર અને બહાર બધી જગ્યાએ ફેલાશે.
ગરમ વસ્તુઓ ના રાખો : ઘણી મહિલાઓ ઉતાવરમાં ફ્રિજની ગરમ વસ્તુ પણ મૂકી દે છે. આવી સ્થિતિમાં ખાવાનું તો બગડી જ જાય છે પરંતુ તેની સાથે જ ફ્રિજની ઠંડક કરવાની ક્ષમતા પણ ઘટી જાય છે. તેથી જ્યારે ખોરાક ઠંડો થઇ જાય પછી જ તેને ફ્રિજની અંદર મુકો.
જો તમે પણ ઉપર જણાવ્યા પ્રમાણે ફ્રિજની કાળજી લેશો તો તમારું ફ્રિજ પણ વર્ષો સુધી ખરાબ થયા વગર ચાલશે . જો તમને આ કિચન ટિપ્સ પસંદ આવી હોય તો, આવી જ વધુ દરરોજ ઉપયોગમાં આવે તેવી કિચન ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.