refrigerator tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ફ્રિજની સફાઈ કરવી અને તેમાં ખોરાકને સ્ટોર કરવો એતો દરેક રસોડામાં કરવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને સમસ્યા હોય છે કે તેઓ ફ્રિજમાં ખોરાક રાખે છે પછી તેનો સ્વાદ બગડી જાય છે. ઘણી વખત આપણે ફ્રિજમાં કોઈ પણ સામાન રાખતી વખતે અજાણતાંમાં એવી ભૂલ કરી દઈએ છીએ કે જેના કારણે ખાવાનો સ્વાદ બદલાઈ છે અને તે આપણને સમજાતું નથી.

જો દૂધ વગેરે ફ્રીજમાં રાખવામાં આવે તો તેમાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે. જો તમે ફ્રિજમાં કંઇક એવી વસ્તુ સ્ટોર કર્યું હોય તો પણ તેના કારણે પાણીનો સ્વાદ પણ અલગ આવવા લાગે છે.

આવી સ્થિતિમાં શું કરવું જોઈએ કે જેથી આપણો ખોરાક સારી રીતે સંગ્રહિત થાય અને સાથે જ ખોરાક પણ લાંબા સમય સુધી ફ્રેશ રહે. તો ચાલો અમે તમને કેટલીક એવી ભૂલો વિશે જણાવીએ કે જેના કારણે ફ્રિજમાં રાખેલો ભોજનનો સ્વાદ ઝડપથી બગાડી જવાનું કારણ છે.

1. ફ્રિજ વધારે પડતું ભરી દેવું : મોટાભાગના ઘરોમાં એવું જોવા મળે છે કે તેમના ફ્રીજમાં વધારે વસ્તુઓ દબાવી દબાવીને ભરેલી હોય છે. આમ કરવું એ તમારી સૌથી મોટી ભૂલ છે. જ્યારે તમે ફ્રિજ ભરો ત્યારે ખોરાકની સુગંધ એકબીજામાં ભળી ભળી જશે અને આવું વારંવાર થશે.

આ જ કારણ છે કે ફ્રિમાં રાખવામાં આવેલ સામાનનો સ્વાદ પણ વારંવાર બગડી જાય છે. તમારે ફ્રિજમાં એટલી જગ્યા તો રાખવી જ જોઈએ કે દરેક વસ્તુ એકબીજાથી થોડી દૂર રહે.

2. ફ્રિજમાં ઢાંકણ વગર ખાવાનું રાખવું : ભોજનનો સ્વાદ બગાડવાનું સૌથી મોટું કારણ આ છે કે તમે તેને ઢાંકણ વગર રાખો છો. આ પદ્ધતિ ખોટી છે અને તમારે બિલકુલ ના કરવું જોઈએ. આવી સ્થિતિ હોય તો બે વસ્તુઓ કરી શકાય છે, પ્રથમ એ છે કે ખોરાકની ટોચ પર એક સ્તર બની જાય છે જે સખ્ત હોય છે અને તે વધુ પડતા ઠંડકને કારણે બને છે.

બીજું કે આટલા ઓછા તાપમાનમાં લાંબો સમય રહેવાથી ખોરાકનો સ્વાદ બગડી જાય છે. જો કોઈ એવી વસ્તુ હોય કે જેની ગંધ તીવ્ર હોય તો ફ્રિજમાં રાખેલી બાકીની વસ્તુઓ પર તેની અસર પડે છે.

3. ભીના વાસણો અને સામાન ફ્રિજમાં ના મૂકવો : શિયાળાના સમયની લીલોતરી હોય કે ઉનાળાના સમયની સામાન્ય શાકભાજી પણ જો તમે ફ્રીજમાં એવી વસ્તુઓ રાખો કે જે ભીની હોય એટલે કે તેમાં પાણીના ટીપાં હોય તો તે તેનો સ્વાદ બગડી શકે છે અને તે ઝડપથી ઓગળી જાય છે.

ખૂબ જ નીચા તાપમાનને કારણે પાણીના ટીપાં જામવા જવા લાગે છે અને જે પણ સામગ્રી પર હોય તે પીગળવા લાગે છે. તેથી કોથમીર, પાલક, શાકભાજી વગેરે ઝડપથી સડી જાય છે અથવા તેનો સ્વાદ બગડી જાય છે.

એ જ રીતે જો તમે ભીના વાસણોને પણ ફ્રિજમાં રાખશો તો તેની આસપાસ રાખવામાં આવેલી વસ્તુઓ પર અસર થવા લાગશે તેથી વાસણો ધોયા પછી સંપૂર્ણ લૂછીને ફ્રીજમાં રાખો.

4. ફ્રીજના દરવાજામાં વધારે સામાન રાખવી : જલ્દી ખરાબ થતો સામાન જેમ કે ઈંડા, દૂધ વગેરેને ફ્રિજના દરવાજામાં ક્યારેય ના રાખવું જોઈએ. આમ કરવાથી આ વસ્તુ ઝડપથી બગડી જાય છે અને તેનો સ્વાદ પણ બગડે છે. વાસ્તવમાં ફ્રિજનો દરવાજો વારંવાર ખોલવાને કારણે તેનું તાપમાન ઝડપથી બદલાઈ જાય છે અને આ જ કારણ છે કે ફ્રિજના દરવાજામાં પાણી અથવા આવી વસ્તુઓનો સંગ્રહ કરવો જોઈએ જે જલ્દી બગડતી નથી.

5. લાંબા સમય સુધી ફ્રીજમાં રાખવાથી : ફ્રિજમાં ખોરાકને વધારે સમય સુધી ક્યારેય ના રાખવો જોઈએ. ખોરાકને ઠંડુ થવાના 2 કલાકની અંદર ફ્રિજમાં રાખવું જોઈએ જેથી તેની ગુણવત્તાને કોઈ પણ પ્રકારની અસર ના થાય. કેટલાક લોકો તેને સતત કેટલાક કલાકો સુધી બહાર રાખે છે અને પછી તેને ફ્રીજમાં મૂકે છે તે યોગ્ય નથી.

તેની સાથે જ ફ્રિજમાં રાખેલી જૂની વસ્તુઓને આગળ રાખો જેથી તેનો ઝડપથી ઉપયોગ કરી શકાય. કેટલાક લોકો વસ્તુઓને ફ્રીજમાં રાખીને ભૂલી જાય છે અને તેના કારણે તે વસ્તુ બગડી જાય છે અને સાથે જ તેની અસર ફ્રિજમાં પડેલી બીજી વસ્તુઓ પર પણ પડે છે.

6. કાપેલા ફળોને ફ્રીજમાં ખુલ્લા રાખવાથી : જો તરબૂચ અથવા બીજા ફળોને ફ્રીજમાં ખુલ્લા રાખવામાં આવે તો તે ફ્રીજમાં રાખવાથી આખા ખોરાકનો સ્વાદ બદલી શકે છે અને તેની સુગંધ પર પણ અસર થાય છે. જો જોવામાં આવે તો આ ભૂલ ઘણા લોકો કરે છે. કેરી, સફરજન અને કેળા કે કોઈપણ ફળને કાપીને ખુલ્લું ના રાખવું જોઈએ.

આશા છે કે તમે ભવિષ્યમાં આ બધી ટીપ્સનું પાલન કરશો અને ઉપર જણાવેલી ભૂલો ક્યારેય કરશો નહિ. જો તમને આ જાણકારી ગમી હોય તો, આવી જ વધારે જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા