koni safed karvana upay
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હવામાન ધીમે ધીમે બદલાઈ રહ્યું છે અને શિયાળો હવે થોડા દિવસો જ બાકી છે, ઠંડી પણ હવે ઓછી થઇ રહી છે. હવે ફરીથી લોકોએ એકવાર તેમના ઉનાળાના કપડાંને બહાર કાઢવાનું શરૂ કર્યું છે. સ્વાભાવિક રીતે ઉનાળાની ઋતુમાં લોકો અડધી બોયના (હાફ સ્લીવ્ઝ) અથવા સ્લીવલેસ કપડાં પહેરવાનું પસંદ કરે છે.

તેથી તમારા માટે ઉનાળાની ઋતુમાં ચહેરાની સાથે સાથે હાથની કોણીની પણ સફાઈ જરૂરી બની જાય છે. સામાન્ય રીતે મહિલાઓ હાથ પર વેક્સિંગ કરાવીને સમજે છે કે તેમના હાથની ત્વચા સ્વચ્છ દેખાવા લાગી છે. પરંતુ જો તમારા હાથની કોણીની ત્વચા કાળી હોય તો હાથની સુંદરતા પર અસર થાય છે.

વાસ્તવમાં આપણી કોણી શરીરનો એવો ભાગ છે કે જેના પર ઘણા લોકો ધ્યાન નથી આપતા. આવી સ્થિતિમાં કાળજી ના રાખવાને કારણે કોણીની ત્વચા ટેન થવા લાગે છે.

જો તમારી પણ કોણીની ત્વચા કાળી છે તો કેટલાક ઘરેલુ કુદરતી ઉપાયો અપનાવીને તમે ત્વચાનો રંગ નિખારી શકો છો. સૌથી સારી વાત એ છે કે અમે તમને જે ઉપાય બતાવવા જઈ રહયા છીએ, તેના સંબંધિત તમામ સામગ્રી તમારા રસોડામાં જ મળી જશે.

1) સામગ્રી : 1 નાની ચમચી એલોવેરા જેલ અને 1 ચમચી લીંબુનો રસ

રીત : એક કટોરીમાં એલોવેરા જેલ અને લીંબુનો રસ મિક્સ કરો. હવે આ મિશ્રણને ધીમેથી તમારા હાથની કોણી પર લગાવો. તમે આ મિશ્રણને કોણી પર દિવસમાં બે વાર લગાવી શકો છો અને તેને થોડી વાર માટે રહેવા દો.

થોડા સમય કરવાથી તમને તેના સારા પરિણામો જોવા મળશે. ધ્યાન રાખો કે લીંબુનો રસ સીધો ત્વચા પર ન લગાવો. આના કારણે ત્વચાની ઉપરની પડ પાતળી થઈ જાય છે અને છાલ નીકળવા લાગે છે. એટલું જ નહીં તે તમારી ત્વચાને ટેન પણ બનાવે છે.

2) સામગ્રી : 1 નાની ચમચી દહીં અને 1 નાની ચમચી ઓટ્સ

રીત : પહેલા એક બાઉલમાં દહીં અને ઓટ્સ મિક્સ કરો અને મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણથી કોણીને 2 થી 3 મિનિટ સુધી સ્ક્રબ કર્યા પછી તમારી કોણીને સાફ કરો. આ હોમમેઇડ સ્ક્રબનો દરરોજ ઉપયોગ કરવાથી સારા પરિણામો જોઈ શકશો. દહીંમાં એક્સ્ફોલિએટિંગ ગુણ હોય છે તે કોણીની ત્વચા પર ચોંટી ગયેલી ડેડ સ્કિનને દૂર કરે છે, જેના કારણે ત્વચાની કાળાશ ઓછી દેખાય છે.

3) સામગ્રી : 1 ટીસ્પૂન ટામેટાંનો રસ અને 1/2 ચમચી મધ

રીત : ટામેટાંનો રસ અને મધ મિક્સ કરો. હવે આ મિશ્રણને ધીમેથી તમારી કોણી પર લગાવો. આ મિશ્રણને કોણી પર થોડી વાર માટે લગાવેલું રહેવા દો. પછી તમે કોણીને સાફ કરો. આ ઉપાય તમારે દિવસમાં બે વાર કરવાનો છે, તમને એક જ અઠવાડિયામાં સારું પરિણામ મળશે.

નોંધ- મધ એ કુદરતી મોઇશ્ચરાઇઝર છે, જયારે ઔષધિ તરીકે પણ તેનો ઉપગો થાય છે અને ટામેટાના રસમાં બ્લીચિંગ ગુણ હોય છે. આવી સ્થિતિમાં બંનેનું મિશ્રણ ત્વચા પર લગાવવાથી બ્લીચિંગની સાથે મોઈશ્ચરાઈઝિંગ પણ થઇ જાય છે.

4) સામગ્રી : 1 નાની ચમચી દૂધ અને 1 ચમચી હળદર

રીત : એક બાઉલમાં દૂધ અને હળદર મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. હવે પેસ્ટને કોણી પર લગાવો અને હળવા હાથે ઘસો. આ પેસ્ટને કોણી પર થોડી વાર રહેવા દો અને પછી સાફ કરો. જો તમે અઠવાડિયામાં 2 થી 3 વાર આ પેસ્ટનો ઉપયોગ કરશો તો કોણીની ત્વચા કાળાશ દૂર થઇ જશે.

જો તમને ત્વચા પર હળદર લગાવવામાં તકલીફ છે તો તો તમારે તેના બદલે ચંદનનો ઉપયોગ કરવો જોઈએ. અમને આશા છે કે તમને આ લેખ જરૂર ગમ્યો હશે. તો આવી જ જીવનમાં ઉપયોગ માં આવે તેવી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા