Remedy for ants in wheat flour
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કીડીઓ ઘરની ખાણી-પીણીની વસ્તુઓને બગાડી નાખે છે. જો કે કીડીઓને દૂર કરવા માટે સ્ત્રીઓ વિવિધ ઘરેલું ઉપચાર અજમાવતી રહે છે. ક્યારેક કીડીઓ લોટની અંદર જાય છે, જેના કારણે લોટ ખાવા યોગ્ય નથી રહેતો.

લોટમાં કીડીઓ ચડવાનું કારણ એક જ છે જ્યારે આપણે લોટના બોક્સનું ઢાંકણ યોગ્ય રીતે બંધ ના કર્યું હોય. આ સિવાય લોટને ખોટી રીતે સ્ટોર કરવાથી પણ કીડીઓ આવવા લાગે છે. ભેજને કારણે કીડીઓ લોટમાં પ્રવેશ કરે છે.

મહિલાઓને જયારે પણ લોટમાં કીડો દેખાય છે એટલે તેઓ તેને ફેંકી દે છે, પરંતુ જો તમે ઇચ્છો, તો તમે લોટમાંથી બધી કીડીઓને બહાર કાઢી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. મોટે ભાગે લોટમાં નાની લાલ કીડીઓ જોવા મળે છે. એકવાર નાની લાલ કીડીઓ લોટમાં આવી ગયા પછી તેને દૂર કરવી ખૂબ મુશ્કેલ હોય છે.

કેટલીક મહિલાઓ ચાળણીથી લોટને ચાળે છે અને પછી તેનો ઉપયોગ કરે છે. જ્યારે ચાળણીથી લોટને ચાળવો એ વધુ સારો ઉપાય નથી. એટલા માટે અમે તમને કેટલીક અસરકારક રીતો વિશે જણાવીશું, જેને અપનાવીને તમે પણ લોટમાંથી કીડીઓને બહાર કાઢી શકો છો.

લોટને સૂર્યપ્રકાશમાં તડકો દેખાડો : જો કીડી લોટના ડબ્બામાં ઘુસી ગઈ હોય તો, લોટને એક મોટા વાસણમાં કાઢીને તેને થોડીવાર સૂર્યપ્રકાશમાં રાખો. વચ્ચે વચ્ચે લોટ હલાવતા રહો. જો કીડીઓ હમણાં જ લોટમાં આવી હોય તો તરત જ નીકળી જશે. જ્યારે કીડીઓ લાંબા સમય સુધી લોટમાં રહે છે તો લોટનો ખાવા માટે ફરીથી ઉપયોગ કરી શકાતો નથી. તમે તેનો ઉપયોગ બીજા કોઈ કામ માટે કરી શકો છો અથવા તેને ફેંકી શકો છો.

ફુદીનાના પાનનો ઉપયોગ કરો : જો તમે લોટને રાખવા માટે હવાચુસ્ત ડબ્બાનો ઉપયોગ કરો છો. તેમ છતાં જો તેમાં કીડીઓ આવી જાય છે, તો તમે ફુદીનાના પાનને સૂકવી શકો છો અને તેને લોટમાં મિક્સ કરી શકો છો.

ધ્યાનમાં રાખો કે પાંદડામાં પાણી બિલકુલ ન હોવું જોઈએ. જો પાંદડાને સૂકા લોટમાં ભેળવવામાં આવે છે તો પણ તમે તેનો ઉપયોગ ખાવા માટે કરી શકો છો. લોટના એક નાના કન્ટેનર માટે ઓછામાં ઓછા 10 થી 15 પાંદડાઓનો ઉપયોગ કરવો જોઈએ.

કાચની બરણીમાં લોટ સ્ટોર કરો : જ્યારે તમે લોટને યોગ્ય રીતે સ્ટોર નથી કરતા, ડબ્બાનું ઢાંકણું ખુલ્લું રહી જવું, આવી સ્થિતિમાં, ખાતરી કરો કે લોટના ડબ્બાનું ઢાંકણું ચુસ્તપણે બંધ હોય. લોટને એર ટાઈટ જાર અથવા કાચની બરણીમાં રાખો. વાસ્તવમાં, કાચની બરચીમાં કીડીઓ શરૂઆતમાં દેખાય છે અને સ્ટીલના કન્ટેનરમાં દેખાતી નથી.

કપૂરનો ઉપયોગ કરો : લોટમાંથી કીડીઓને બહાર કાઢવા માટે તમે કપૂરનો પણ ઉપયોગ કરી શકો છો. આ માટે એક સ્વચ્છ કાગળ લો અને તેના પર લોટને સારી રીતે ફેલાવો. હવે લોટ પર થોડાક અંતરે કપૂર મૂકો અને લગભગ 10 કે 12 મિનિટ માટે આ રીતે છોડી દો.

લોટમાંથી કીડીઓ બહાર આવે એટલે કપૂર કાઢી લો અને લોટને સારી રીતે ચાળી લો. ચાળી લીધા પછી તેને અડધા કલાક માટે તડકામાં રહેવા દો. આમ કરવાથી કપૂરની ગંધ દૂર થઈ જશે. જો તમે કપૂરનો ઉપયોગ કરી રહ્યા છો, તો ખાસ ધ્યાન રાખો કે પછી તેમાંથી થોડી પણ તેની સુગંધ ના આવે.

આશા છે કે તમને આ માહિતી ગમી હશે. અને તમે પણ જયારે લોટમાં કીડીઓ જોવો છો આ ઉપાયો અજમાવી શકો છો, તમને આ જાણકારી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા