Tips for removing gas cylinder stains on tiles
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કોઈપણ જગ્યાએ ડાઘ પડેલા હોય તે સારા નથી લાગતા. ડાઘ કપડાંમાં હોય કે રસોડાની ટાઈલ્સમાં પડયા હોય, તે ક્યારેક કપડાં અને ટાઇલ્સના દેખાવને બગાડી શકે છે. તેથી સમય પહેલાં તે ડાઘને દૂર કરવું જ વધારે સારું છે. ઘરના બીજા કોઈપણ ભાગમાં કે રસોડામાં સિલિન્ડરના ડાઘ પડયા હોય તો તેને દૂર કરવું સરળ નથી.

તેથી હવે તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે આજે આ લેખમાં અમે તમને એવી કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવ્યા પછી તમે પણ ગેસ સિલિન્ડરના હઠીલા ડાઘ અને ટાઇલ્સ પરના ડાઘને સરળતાથી દૂર કરી શકે છે.

જો કે સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે ઘણા દિવસો સુધી ગેસ સિલિન્ડરને એક જ જગ્યાએ રાખવાથી નિશાન પડી જાય છે, જે ઘણી વખત સાફ કર્યા પછી પણ તે સાફ થતા નથી. તો ચાલો જાણીએ કે આ ડાઘ કેવી રીતે દૂર કરી શકાય છે.

લીંબુના રસનો ઉપયોગ : ઘરના ઘણાં કામોને સરળ બનાવવા માટે લીંબુના રસનો ઉપયોગ સમયાંતરે કરવામાં આવે છે. ગેસ સિલિન્ડરના લીધે ટાઈલ્સ પર પડેલા ડાઘને સરળતાથી દૂર કરવા માટે લીંબુના રસનો ઉપયોગ કરી શકાય છે.

આ માટે એક વાસણમાં એકથી બે લીંબુના રસમાં એક ચમચી બ્લીચ મિક્સ કરો અને તેમાં એક મગ પાણી ઉમેરીને એક મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને ડાઘવાળી જગ્યા પર સારી રીતે લગાવો અને થોડીવાર બ્રશથી ઘસી ઘસીને તેને સારી રીતે સાફ કરો. તમે જોશો કે ડાઘ સરળતાથી દૂર થઈ જશે.

વિનેગરનો ઉપયોગ : ગેસ સિલિન્ડરને એક જગ્યાએ જ રાખવાથી ગેસ સિલિન્ડરના ટાઇલ્સ પર ડાઘા પડી જાય છે. કેટલીકવાર સિલિન્ડરની બાજુમાં પાણી પડવાને કારણે વધારે લાલ અને કાળા ધબ્બા પડી જાય છે. તો આવી સ્થિતિમાં તમે આ ડાઘને કાયમ માટે દૂર કરવા માટે વિનેગરનો ઉપયોગ કરી શકો છો.

આ માટે એક વાસણમાં વિનેગર અને ફટકડીના દ્રાવણને સારી રીતે મિક્સ કરો અને આ મિશ્રણને ડાઘવાળી જગ્યા પર સ્પ્રે કરો અને થોડીવાર માટે છોડી દો. થોડા સમય પછી તેને પાણીથી સાફ કરો. તેનાથી ડાઘ સરળતાથી દૂર થઈ જશે અને ટાઇલ્સ પહેલા જેવી ચમકદાર બની જશે.

ટૂથપેસ્ટ : ટૂથપેસ્ટનો ઉપયોગ ફક્ત દાંત સાફ કરવા માટે જ નહિ પરંતુ દિવાલો અથવા ટાઇલ્સ પરના ડાઘ દૂર કરવા માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. આ માટે ડાઘ પર સારી રીતે ટૂથપેસ્ટ લગાવીને થોડીવાર માટે છોડી દો. થોડા સમય પછી ટૂથપેસ્ટ ડાઘને દૂર કરે છે. પછી તેને બ્રશથી ઘસીને સારી રીતે સાફ કરી લો. ડાઘ સરળતાથી દૂર થઈ જશે.

ખાવાનો સોડા : ખાવામાં તેનો ઉપયોગ કરવાની સાથે રસોડાની ટાઇલ્સમાં સિલિન્ડરના ડાઘને દૂર કરવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો. આ માટે બેકિંગ સોડા પાઉડર અને હૂંફાળા પાણીનું મિશ્રણ તૈયાર કરીને એક બોટલમાં ભરીને ડાઘવાળી જગ્યા પર સ્પ્રે કરો.

સ્પ્રે કર્યા પછી તેને ક્લિનિંગ બ્રશ અથવા કપડાથી સાફ કરો. ડાઘ સરળતાથી દૂર થઈ જશે. એ જ રીતે તમે કેરોસીન અને સ્પિરિટનો ઉપયોગ કરીને રસોડાની ટાઇલ્સ પરના ગેસ સિલિન્ડરના ડાઘને કાયમ માટે દૂર કરી શકો છો.

ધ્યાન રાખો કે જ્યાં તમે સિલિન્ડર મૂક્યું છે તેના પર વધારે પાણી ન પડે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને આગળ મોકલો, જેથી તે પણ જાણી શકે. આવી જ બીજી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા