ચાલવું એ સૌથી સરળ અને અસરકારક કસરત છે. તેનાથી તમારું વજન તો કંટ્રોલમાં રહે છે, પરંતુ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાર્ટ અને કીડની જેવી ભયંકર બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. આ સિવાય રોજ સવારે ચાલવાથી શરીરને વિટામિન-ડી મળે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. એટલા માટે ડોકટરો દરરોજ 40 મિનિટ ચાલવાની સલાહ આપે છે.
પરંતુ, આજે અમે તમને સામાન્ય રીતે ચાલીયે છીએ તેના વિશે નહીં પણ ઊંઘું ચાલવાના ફાયદા (રિવર્સ વૉકિંગના) વિશે જણાવી રહ્યા છીએ. શું તમે ક્યારેય ઊલટું ચાલવાનો પ્રયત્ન કર્યો છે? જો કે, કેટલાક લોકોને ઉલટું ચાલવું મૂર્ખ લાગતું હોય છે. નિષ્ણાતો કહે છે, “ઉલટું ચાલવું તમારા મગજ અને હૃદય માટે ખૂબ ફાયદાકારક છે અને ચયાપચયને પ્રોત્સાહન આપે છે, જેના કારણે તમે તમારા સામાન્ય ચાલો છો તેના કરતા વધુ કેલરી બર્ન કરો છો.”
“ઈન્ટરનેશનલ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિનમાં પ્રકાશિત સંશોધન અનુસાર, ઊંધું ચાલવું એ શ્રેષ્ઠ કાર્ડિયો કસરત છે, જેના કારણે વજન ઘટાડવાની સાથે આખા શરીરમાં ઘણા ફાયદા જોવા મળે છે.”
પગ મજબૂત થવા
અમે સામાન્ય રીતે આગળ ચાલીએ છીએ. જેના કારણે પગની પાછળની કેટલીક માંસપેશીઓને કોઈ ફાયદો થતો નથી. તેથી જ્યારે તમે ઊંઘું ચાલો છો ત્યારે સ્નાયુઓ પણ ગતિમાં આવે છે. આ સિવાય પાછળની તરફ ચાલવાથી, પગની આગળ અને પાછળ બંને બાજુના સ્નાયુઓને સારી રીતે કસરત થઇ જાય છે, જે પગને મજબૂત બનાવે છે .
આ વાંચો : રાત્રે જમ્યા પછી ફક્ત 15 મિનિટ કરો આ કામ, પિમ્પલ્સ ડ્રાયનેસ ગેસ અપચો વજન થઇ જશે છુમંતર
પીઠનો દુખાવો રાહત
જર્નલ ઑફ ચિરોપ્રેક્ટિક મેડિસિનમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, જો તમારી હેમસ્ટ્રિંગ્સમાં નબળી લવચીકતા હોય, તો તે નીચલા પીઠનો દુખાવો તરફ દોરી શકે છે. તેથી જ આને રોકવા માટે આપણે દરરોજ ઓછામાં ઓછા 15 મિનિટ ઊંઘું ચાલવું જોઈએ.
ઘૂંટણ પર થાય ઓછી અસર
BMC મસ્ક્યુલોસ્કેલેટલ ડિસઓર્ડર્સ જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, જે લોકોને ઘૂંટણમાં દુખાવો અથવા ઈજા હોય તેઓ ધીમી ગતિએ ઊંઘું ચાલી (રિવર્સ વૉકિંગ) શકે છે, કારણ કે તેની ઘૂંટણ પર ઓછી અસર પડે છે. જર્નલ ઓફ બાયોમિકેનિક્સમાં પ્રકાશિત થયેલા અન્ય એક સંશોધનમાં પણ જાણવા મળ્યું છે કે ઊંઘું ચાલવાથી ઘૂંટણનો દુખાવો ઓછો થાય છે .
મન શાંત રહે છે
જર્નલ ઑફ ફિઝિકલ થેરાપી સાયન્સમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, ઊંધું ચાલવાથી સંતુલન સુધરે છે અને હેપ્પી હોર્મોન્સ રિલીઝ થાય છે, જે તમને શાંત રાખવામાં મદદ કરે છે.
ઊંઘું ચાલવાના અન્ય ફાયદા
- કેલરી ઝડપથી બર્ન થાય છે.
- સાયટિકામાં મદદ કરે છે.
- હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે છે.
- મગજ માટે સારી કસરત છે.
- માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.
- રાત્રે સારી ઊંઘ આવે છે.
- મેટાબોલિઝમને વેગ મળે છે.
તમારે કેટલો સમય કસરત કરવી જોઈએ?
- તમે આ કસરત દરરોજ 15 મિનિટ દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકો છો.
સાવધાની
- ધ્યાન રાખો કે જો તમે ઘરે કરતા હોય ત્યારે તમારી આસપાસ કોઈ ફર્નિચર ન હોય.
- તમારા પગની ઘૂંટીઓ સુરક્ષિત રહે તે માટે યોગ્ય જૂતા પહેરો.
- જો તમે પાર્કમાં કસરત કરી રહ્યાં હોવ, તો તમારી જાતને સુરક્ષિત રાખવા માટે લોકો, તેમજ તમારી આસપાસના ખાડાઓને ધ્યાનમાં રાખો.
અવશ્ય વાંચો : તમારા જીવનની 30 મિનિટ કાઢીને જરૂર કરો આ કામ, કોઈ દિવસ દવાખાનાના પગથિયાં નહીં ચડવું પડે
સારા પરિણામો માટે તમે આગળ અને પાછળ બંને રીતે ચાલી શકો છો. જો તમે પણ ફિટનેસને લગતી કોઈ માહિતી ઈચ્છતા હોવ તો લેખની નીચેના કોમેન્ટમાં અમને જણાવો. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરજો. આવી વધુ માહિતી મેળવવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.