શું તમે જાણો છો કે ચહેરા પર લોટનો ઉપયોગ કરી શકાય છે. ચોખાનો લોટ ત્વચા માટે ફાયદાકારક હોય છે. તેના ઉપયોગથી ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ ઓછી કરી શકાય છે. ચાલો જાણીએ કે તમે કેવી રીતે અને કઈ રીતે આ ચોખાના લોટનો ઉપયોગ ચહેરા પર કરી શકો છો.
ડાર્ક સ્પોટ્સ હળવા કરી શકાય છે
ચહેરા પર પિમ્પલના નિશાન પડી ગયા છે. એટલું જ નહીં, પિગમેન્ટેશનને કારણે ચહેરા પર ફોલ્લીઓ પણ દેખાય છે. તો ડાર્ક સ્પોટ્સને હળવા કરવા માટે તમે ચહેરા પર ચોખાનો લોટ લગાવી શકો છો.
શું જોઈએ છે?
- 1 ચમચી ચોખાનો લોટ
- 1 ચમચી બદામ તેલ
- 1 ચમચી ગુલાબજળ
શુ કરવુ?
- બધી જ વસ્તુઓને એક વાટકીમાં બરાબર મિક્સ કરો.
- હવે તેને તમારા ચહેરા પર લગાવો.
- જ્યારે આ સુકાઈ જાય, પછી સાદા પાણીથી ચહેરો ધોઈ લો.
- અઠવાડિયામાં ત્રણ વાર આ પેસ્ટનો ઉપયોગ કરવાથી તમારા ચહેરા પરના ડાઘ દૂર થઇ જશે.
આ પણ વાંચો : 90% લોકો જાણતા જ નહી હોય કે ફક્ત ખાવા માટે જ નહિ પણ આ 5 ઘરના કામમાં પણ કાચા ચોખાનો ઉપયોગ કરી શકાય છે
પિમ્પલ્સની સમસ્યા ઓછી થશે
તૈલી ત્વચા પર વધુ પિમ્પલ્સ થાય છે. તેથી જ કહેવાય છે કે ઓઈલી ત્વચાને વારંવાર સાફ કરવી જોઈએ જેથી ત્વચા પર ખીલ ન થાય. ચોખાના લોટને ચહેરા પર લગાવવાથી પિમ્પલ્સ ઓછા થઈ શકે છે, કારણ કે આ લોટ ત્વચામાં રહેલા તેલને શોષી લે છે. તેથી, જો તમારી ત્વચા ઓઈલી હોય તો આ રીતે ચહેરા પર ચોખાના લોટનો ઉપયોગ કરો.
શું જોઈએ છે?
- બે ચમચી ચોખાનો લોટ
- 1 ચમચી મુલતાની માટી
- 1 ચમચી ગુલાબજળ
શુ કરવુ?
- ઉપર જણાવેલી બધી વસ્તુઓને મિક્સ કરો.
- હવે આ મિશ્રણને તમારી ત્વચા પર લગાવો અને હળવા હાથે ઘસો.
- થોડી વાર પછી ત્વચાને પાણીથી સાફ કરી લો.
- આ પેસ્ટનો ઉપયોગ કરવાથી તમારા ચહેરા પરના ખીલ ઓછા થઈ શકે છે.
આ પણ વાંચો : માત્ર 1 ચમચી દૂધનો ઉપયોગ કરો આંખોની આસપાસના ડાર્ક સર્કલને દૂર થઇ જશે
ત્વચા ચમકીલી બનશે
ઘણા કારણોસર ત્વચાની રંગત પર અસર પડે છે. ચમકદાર ત્વચા મેળવવા માટે તમે ચોખાના લોટનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ચોખાના લોટમાં બીજી વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવી શકો છો.
શું જોઈએ છે?
- 1 ચમચી મધ
- 1 ચમચી ગુલાબજળ
- 1 ચમચી ચોખાનો લોટ
શુ કરવુ?
- એક વાટકીમાં 1 ચમચી મધ, 1 ચમચી ગુલાબજળ અને 1 ચમચી ચોખાનો લોટ મિક્સ કરો.
- હવે આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો.
- જ્યારે તે સુકાઈ જાય, ત્યારે તમારા ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો.
- આ પેસ્ટનો દરરોજ ઉપયોગ તમારા ચહેરાને નિખારશે. જો તમારી ત્વચા શુષ્ક છે, તો આ પેસ્ટ ફાયદાકારક રહેશે, કારણ કે તેમાં મધ ઉમેરવામાં આવ્યું છે.
ડાર્ક સર્કલ
ડાર્ક સર્કલ આંખોની સુંદરતા ઓછી કરે છે. ઊંઘની ઉણપ, થાક અને તણાવને કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ દેખાય છે. ચોખાનો લોટ આ સમસ્યાને હળવી કરી શકે છે.
શું જોઈએ છે?
- 1 ચમચી ચોખાનો લોટ
- 1 ચમચી મલાઈ
શુ કરવુ?
- આ બંને વસ્તુઓને સારી રીતે મિક્સ કરો.
- હવે આ પેસ્ટને આંખોની નીચે સારી રીતે લગાવો.
- તમે ઇચ્છો તો હળવા હાથે ઘસી પણ શકો છો.
- પેસ્ટ સુકાઈ જાય પછી આંખો સાફ કરો.
આ પેસ્ટનો રોજ ઉપયોગ કરવાથી ડાર્ક સર્કલની સમસ્યા ઓછી થશે. (આંખ નીચેના ડાર્ક સર્કલ દૂર કરવા માટે આ 5 ઉપાયો રામબાણ સાબિત થાય છે.)
નોંધ : ત્વચા પર કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ જરૂર કરો. કારણ કે દરેક વ્યક્તિની ત્વચા અલગ અલગ પ્રકારની હોય છે.
અમને આશા છે કે તમને અમારો આ લેખ ગમ્યો હશે. જો તમે પણ આવી જ બ્યુટી ટિપ્સ જાણવા માંગતા હોય તો લેખની નીચે કમેન્ટ કરીને જણાવો અને અમારી વેબસાઇટ રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Image credit – Freepik