rice recipes in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

રસોડામાં રસોઈ બનાવતી વખતે ઘણી નાની -મોટી ભૂલો થતી હોય છે. કેટલીકવાર આ ભૂલોને કારણે રસોઈ પણ બગડી જાય છે, એવામાં સાચી ટીપ્સનો ઉપયોગ કરીને, ખરાબ થયેલા ખોરાકનો ઉપયોગ બીજી કોઈ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવા માટે કરી શકાય છે. ઘણીવાર ભાત સાથે પણ આવું જ થતું હોય છે.

વધારે રંધાઈ જતા ભાત હલવા જેવા બની જાય છે. ઘણા ઘરોમાં આ ભાતને કચરા તરીકે ફેંકી દેવામાં આવે છે. પણ તેને ફેકવાને બદલે તેનો ઉપયોગ કરીને એક સ્વાદિષ્ટ વાનગી બનાવી શકાય છે. ચાલો આજે તમને જણાવીએ કે જો ભાત વધારે પડતા રંધાઈ જાય તો તો તમે તેની શું શું વાનગી બનાવી શકો છો.

1. ઢોસા

જો ભાત વધારે પડતા પાકી જાય તો તેને દાળ કે શાક સાથે નથી પીરસવામાં આવતા. તો તમે ચિંતા કરશો નહીં કારણ કે તમે તેમાંથી ખૂબ જ સ્વાદિષ્ટ ઢોસા બનાવી શકો છો અને બનાવવા પણ ખૂબ સરળ છે. ચાલો તમને તેને બનાવવની રીત જણાવીએ.

સામગ્રી

  • 1 કપ વધારે ચડી ગયેલા ભાત
  • 1 વાટકી સોજી
  • 1/2 કપ દહીં
  • 1 પેકેટ ઇનો
  • સ્વાદ પ્રમાણે મીઠું

બનાવવાની રીત

સૌથી પહેલા એક બાઉલમાં ઓવરકુક ભાત લો. હવે તેમાં સોજી અને દહીંને મિક્સ કરો. હવે આ મિશ્રણને લગભગ 30 મિનિટ સુધી ઢાંકીને સેટ થવા માટે રાખો. 30 મિનિટ પછી, મિશ્રણનું ઘટ્ટતા જોઈને તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો. હવે તેમાં એક પેકેટ ઈનો અને મીઠું ઉમેરો. ઢોસાનું ખીરું તૈયાર છે. હવે તમે નોન સ્ટીક તવા પર એકદમ ક્રિસ્પી ઢોસા બનાવી શકો છો.

2. ખીર

જો ભાત વધારે હલવા જવા થઇ ગયા હોય તો તમે તેમાંથી સ્વાદિષ્ટ ખીર બનાવી શકો છો. તો ચાલો તમને જણાવીએ તેની બનાવવાની સરળ રીત.

સામગ્રી

  • 1 કપ ઓવરકૂડ ભાત
  • 4 કપ દૂધ
  • એક ચપટી ઈલાયચી પાવડર
  • ઝીણી સમારેલી બદામ (કાજુ, બદામ, સૂકી દ્રાક્ષ, મખાણા)
  • સ્વાદ માટે ખાંડ
  • 2-3 કેસરના દોરા

બનાવવાની રીત

સૌ પ્રથમ વધારે પડતા રાંધેલા ચોખામાંથી શક્ય તેટલું પાણી જેવું હોય તે નીકાળી લો અને ભાતને ઢાંકીને રાખો. પછી એક પેન લઈને તેમાં દૂધ ઉકાળો. ધ્યાનમાં રાખો કે જ્યારે તમે રાંધેલા ભાત અથવા વધારે હલવો થઇ ગયેલા ભાતની ખીર બનાવતા હોય ત્યારે દૂધને વધારે ઘટ્ટ ના બનાવો, કારણ કે જ્યારે ભાત ઉમેરશો ત્યારે ખીર તેની જાતે જાડી થશે.

દૂધને સારી રીતે ઉકાળ્યા પછી તેમાં ભાત ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો. હવે જ્યારે દૂધ ફરી ઉકળવા આવે ત્યારે તેમાં ખાંડ ઉમેરો અને તેની સાથે ઈલાયચી પાવડર પણ ઉમેરી શકો છો.

ખીરને ધીમા ગેસ પર 5 મિનિટ સુધી ચડવા દો. પછી છેલ્લે ઝીણા સમારેલા ડ્રાય ફ્રુટ્સ અને કેસર ઉમેરો. ખીર થોડી ઠંડી થાય એટલે તેને ગરમા ગરમ સર્વ કરો.

3. કટલેટ

ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી કટલેટ વધારે ચડી ગયેલા ભાતમાંથી પણ તૈયાર કરી શકાય છે અને આની બનાવવાની રીત પણ ઘણી સરળ છે. તો ચાલો તમને જણાવીએ.

સામગ્રી

  • 1 કપ વધારે ચડી ગયેલા ભાત
  • 2 બાફેલા બટાકા
  • 1 લીલું મરચું સમારેલું
  • 1 ચમચી કોથમીર સમારેલી
  • 2 ચમચી ચણાનો લોટ
  • 1 ડુંગળી ઝીણી સમારેલી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ચાટ મસાલો
  • 1 ચમચી ધાણાજીરું મસાલો
  • તેલ તળવા માટે

બનાવવાની રીત

સૌથી પહેલા બટાકાને છોલીને છીણી લો પછી એક વાસણમાંભાત, ચણાનો લોટ, ડુંગળી, મરચું, ધાણાજીરું વગેરે નાખીને સારી રીતે મિક્સ કરો. પછી, બાફેલા બટાકાને સારી રીતે મેશ કરો અને તેમાં બધા મસાલા ઉમેરો. જો તમે ચાટ મસાલા ઉમેરી રહ્યા છો તો પછી મીઠું ધ્યાન રાખીને ઉમેરવું , કારણ કે ચાટ મસાલામાં પણ મીઠું હોય છે.

પછી બટાકાના મિશ્રણની નાની ટિક્કી બનાવીને તેને ચોખાના મિશ્રણમાં ડુબાડી દો. હવે પેનમાં તેલ ગરમ કરો. તેમાં કટલેટને ડીપ ફ્રાય કરો. તો તમારા સ્વાદિષ્ટ ભાતની કટલેટ તૈયાર થઈ જશે. તમે તેને લીલી ચટણી સાથે ગરમાગરમ પીરસી શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા