rice uses in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ચોખા લગભગ આખી દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતું અનાજ છે અને દરેક દેશમાં અલગ અલગ રીતે રાંધવામાં આવે છે અને તેમાંથી બનાવવામાં આવતી અસંખ્ય વાનગીઓ હશે. ચોખા ભારતીય ભોજનમાં પણ લગભગ દરરોજ ખવાતું અનાજ છે અને તેનો ઉપયોગ હંમેશા ઘણી રીતે કરવામાં આવે છે.

ચોખા સૌથી ઝડપી બનતી રસોઈ છે જેને તમે કોઈપણ રીતે ખાઈ શકો છો પણ શું તમે જાણો છો કે ચોખાનો ઘરે બીજી રીતે પણ ઉપયોગ કરી શકાય છે. ચોખાનો લોટ, ચોખાનું પાણી બધું જ ઉપયોગમાં આવે છે.

જ્યાં ચોખા વિશે આટલી બધી વાતો કરવામાં આવે છે તો તમારે એ પણ જાણવું જોઈએ કે તમે કાચા ચોખાનો ઉપયોગ પણ ઘણી રીતે કરી શકો છો. આજે અમે તમને ચોખા સાથે જોડાયેલા કેટલાક એવા ઉપયોગો વિશે જણાવીશું કે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

1. ભેજ શોષવામાં ચોખાનો ઉપયોગ : ભેજને શોષવા માટે ચોખાનો ઉપયોગ કરી શકાય છે. આ કામ માટે કાચા ચોખા ખૂબ જ ઉપયોગ થઇ શકે છે. પરંતુ મોટાભાગના લોકો માને છે કે તે ફક્ત મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ માટે જ ઉપયોગમાં આવે છે પરંતુ એવું કઈ નથી.

ચોખા ઇલેક્ટ્રોનિક્સમાં પ્રવેશેલા પાણીને શોષી લેવાનું કામ કરે છે. તમે કાચા ચોખાને કોટનની થેલીમાં બાંધીને લાકડાના કબાટમાં રાખી શકો છો. જ્યાં પણ ભેજ હોય જેમ કે વરસાદની ઋતુમાં કપડાની વચ્ચે કોટનની થેલીમાં કાચા ચોખા, તમાલપત્ર અને લવિંગ નાખીને રાખી શકાય છે.

જો મીઠા વગેરેમાં ભેજ આવી ગયો હોય તો તેને શોષવા માટે કાચા ચોખાને પણ મીઠામાં રાખવામાં આવે છે. એકંદરે જોઈએ તો કુદરતી સ્પોન્જ કહી શકાય અને તમે તેનો ઉપયોગ ઘણી બધી રીતે ભેજ નિયંત્રણ માટે કરી શકો છો.

2. પાણી વગર કૂકરનો ઉપયોગ : હવે આ એક એવી ટ્રીક છે અને તે લોકોને જરૂરથી ખબર હોવી જોઈએ કે જે લોકો કુકર કેક બનાવતા રહે છે. પાણી વગર કૂકરનો ઉપયોગ કરવાનું વિચારીને તમને થોડું વિચિત્ર લાગતું હશે, પરંતુ ચોખાનો ઉપયોગથી તે શક્ય છે.

કૂકરના તળિયે મીઠું અને કાચા ચોખા ઉમેરો અને 10 મિનિટ સુધી ધીમી ગેસની ફ્લેમ પર ગરમ થવા દો. હવે તેની ઉપર એક બાઉલ રાખો અને તે બાઉલની ઉપર કેક મિક્સથી ભરેલું પોટ મૂકો. હવે સીટી કાઢીને કુકરનું ઢાંકણું બંધ કરી દો અને ધીમી આંચ પર થવા દો. જ્યારે પણ કોઈની પાસે ઓવન ના હોય તો આ રીતે કૂકર કેક બનાવી શકાય છે.

3. આઈસ પેક અથવા હીટિંગ પેક બનાવવા માટે : ચોખાનો ઉપયોગ કરીને તમે તમારો દુખાવો ઓછો કરી શકો છો અને તેમાંથી હીટિંગ પેડ અથવા આઈસ પેડ બનાવી શકો છો. તેનો ઉપયોગ કરવો એકદમ સરળ છે. તમારે આઈસ પેક અથવા કોઈપણ જાડા કાપડની થેલીમાં ચોખાને ભરીને ફ્રીઝરમાં રાખવાના છે.

તમે પોલીથીનથી પણ આ કરી શકો છો. ચોખા થીજી જાય કે તરત જ તમારું આઈસ પેડ તૈયાર થઈ જશે અને તમે તેને સરળતાથી તમને ઈજા થઇ હોય ત્યાં લગાવી શકો છો.

જો તમે હીટિંગ પેડ બનાવવા માંગતા હોય તો તેના માટે તમે કાચા ચોખાને માઇક્રોવેવમાં 30 સેકન્ડ માટે ગરમ કરો અથવા તેને તવા પર ગેસ પર 1 થી 2 મિનિટ માટે ફ્રાય કરો. આ પછી તેને કોઈપણ જાડા મોજામાં ભરીને ઉપયોગ કરી શકો છો.

4. ગ્રાઇન્ડર સાફ કરવા : જો તમે ગ્રાઇન્ડરમાં એવી વસ્તુ નાખી હોય જે ચીકણી હતી અને હવે તમે તેને સાફ કરવા નથી માંગતા, તો તમે માટે આ રીતનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ફક્ત એટલું કામ કરવાનું છે કે કાચા ચોખાને ગ્રાઇન્ડરમાં નાખીને ચલાવવાના રહેશે. આવી સ્થિતિમાં એવું થશે કે તમારા કાચા ચોખા ગ્રાઇન્ડરમાંથી ચીકણું દૂર કરી નાખશે અને પછી તમે સરળતાથી ધોઈ શકો છો.

5. ફળો પકાવવા માટે : તમે કાચા ફળોને પકવવા માટે પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં કાચા ચોખા ફળોને કુદરતી વાતાવરણ આપે છે જેનાથી ફળોને પકવવામાં સરળતા રહે છે. ફળોમાંથી નીકળતો ઇથિલિન ગેસ આ ચોખાને કારણે અંદર જ ફસાઈ જાય છે અને ફળો ઝડપથી પાકે છે.

જો કે ચોખાના બીજા પણ ઘણા ઉપયોગો છે પરંતુ તેમાંથી સૌથી શ્રેષ્ઠ છે. જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ વધારે જાણકારી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “90% લોકો જાણતા જ નહી હોય કે ફક્ત ખાવા માટે જ નહિ પણ આ 5 ઘરના કામમાં પણ કાચા ચોખાનો ઉપયોગ કરી શકાય છે”

Comments are closed.