સાંધાના દુખાવા નો ઈલાજ: તમારા દૈનિક જીવનમાં સામાન્ય કામકાજ કરતી વખતે તમને ઘૂંટણ ખભો કે કાનમાં દુખાવો થાય છે? શું તમે આ સાંધાના દુખાવાને લીધે તમારી પોતાની ઇચ્છા મુજબ જીવન જીવવાના આનંદથી વંચિત છો? તો તમે દિવસમાં ઘણી વખત દુખાવાની દવા ના સેવન થી પરેશાન છો?
જો આ બધા પ્રશ્નનો જવાબ હા છે, તો નક્કી તમે આ દર્દથી ખૂબ જ દુઃખી છો અને તેમાંથી છૂટવા માગો છો. વધતી ઉંમરની સાથે સાથે સાંધાના દુખાવા થવાની શક્યતા વધતી જાય છે. શરીરમાં હાડકા નબળા પડવા, જરૂરી કસરત અને ભોજનમાં જરૂરી પોષક તત્વોના અભાવ થી સાંધાના રોગો ઉત્પન્ન થવા લાગે છે અને વધવા લાગે છે.
(1) સૂંઠ: સૂંઠ એટલે કે સુકાયેલું આદુ જે ઔષધીય ગુણોથી ભરપૂર છે. જેને ગઠીયા ની સમસ્યા હોય તેના માટે બહુ ફાયદાકારક છે. તેનું સેવન તમે ગમે ત્યારે કરી શકો છો. તેમજ સૂંઠ વા ના રોગો માટે સૌથી ઉત્તમ દવા છે. જે શરીરના કોઈપણ અંગમાં દુખાવો થાય ત્યારે થોડુંક સૂંઠનું ચૂર્ણ ફાકી લેવું, તેનાથી દુખાવાથી તરત જ રાહત મળશે.
(2) લસણ : ગઠિયાના દર્દીઓ માટે લસણ બહુ ફાયદાકારક હોય છે. તેનું સેવન કરવાનું પસંદ ન કરતા હોય તો, તેમાં સંચળ, જીરું, હિં,ગ કાળા, મરી અને સૂંઠ જેવી વસ્તુઓને 2 ગ્રામ જેટલી લઈને પેસ્ટ બનાવીને એરંડાના તેલમાં ફ્રાય કરો. તેને દુખાવો થતો હોય તે જગ્યા પર લગાવો. લસણથી પેટનો દુખાવો, ગઠીયા, ગળાની બીમારી વગેરેમાં પણ ઘણો ફાયદો થાય છે.
(3) એરંડાનું તેલ : સાંધામાં વધારે દુખાવો થતો હોય ત્યારે એરંડા તેલની માલિશ કરવી. તેનાથી દુખાવામાં જલ્દીથી રાહત મળે છે અને સાથે-સાથે સોજા પણ ઓછા થઈ જાય છે. (4) બટાકાનો રસ : દરરોજ બટાકાનો રસ પીવાથી દુખાવામાંથી છુટકારો મળે છે. પરંતુ તેને ભોજન કરતાં પહેલાં પી લેવું જોઇએ.
(5) પાલકના પાન નો રસ : ગઠિયાના દર્દી એ રાહત મેળવવા માટે પાલકના પાન નો રસ રામબાણ ઈલાજ છે. દરરોજ ૧૫ ગ્રામ તાજાં પાનનો રસ પીવો પરંતુ, તેના સ્વાદ માટે તમે કઈ મિક્સ કરી શકો છો. આ ઉપાય થતા ત્રણ મહિના સુધી કરવાથી તમને ગઠિયાથી રાહત મળશે.
(6) અજમાનું તેલ : 10 ગ્રામ અજમાનું તેલ, 10 ગ્રામ પિપરમેન્ટ અને 20 ગ્રામ કપૂર ત્રણને બરાબર રીતે મિક્ષ કરીને, એક બોટલમાં રાખો. જ્યારે કોઈ પણ પ્રકારનો દુખાવો કે માથા નો કે કમરનો દુખાવો હોય ત્યારે અજમાના તેલનો ઉપયોગ કરવાથી તરત લાભ થાય છે. તેમજ તેના થોડાક ટીપાં લઈ માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે. અજમાના તેલની માલિસ કરવાથી સાંધાનો દુખાવો ,સાંધા જકડાઈ જવા તથા શરીરના અન્ય ભાગોમાં થતા દુખાવાને પણ અજમાનું તેલ દૂર કરે છે.
(7) ગાજર : ગઠિયાના દુખાવામાં ગાજર પણ ફાયદાકારક છે. ગાજરને ગરમ પાણીમાં ઉકાળીને પણ તેનું સેવન કરી શકાય છે. પરંતુ કાચા ગાજરનો રસ પીવાથી વધારે લાભ થાય છે. ગાજર ખાવાથી શરીરને યોગ્ય માત્રામાં પોષણ મળે છે. રોજ ગાજરનો રસ પીવાથી સાંધાના દુખાવામાંથી છુટકારો મળે છે તેમાં પણ જો આમળાનો રસ મિક્સ કરીને પીવામાં આવે તો તે વધુ ગુણકારી છે.
(8) સ્ટીમ બાથ : ગઠિયાના દુખાવામાંથી છુટકારો મેળવવા માટે સ્ટીમ બાથ લેવું અને પછી જેતૂનનું તેલ થી માલીશ કરવી બહુ જ ફાયદાકારક હોય છે. તમે તમારી અનુકૂળતા પ્રમાણે, તમારી શક્તિ મુજબ કિંમત લઈ શકો છો. ઘણા મિત્રો ના પ્રશ્નો હોય છે કે સાંધાના વા ને ખોરાક ને કોઈ સંબંધ છે? ખટાશ ખાવાથી વા થઈ શકે ? એનો ઉત્તર આ પ્રમાણે છે.
આજની તારીખે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી ગાઉટ નામના વા સિવાય ખોરાક અને વાળને કોઈ સંબંધ નથી. ખટાશ ખાવાથી વા થતો નથી કે વધતો નથી. દર્દીની પ્રકૃતિ પ્રમાણે અમુક ખોરાક જે તે દર્દીને અસર કરી શકે છે. દરેક દર્દીએ પોતાની પ્રકૃતિ પ્રમાણે ખોરાક લેવો જોઈએ. દહીં, છાશ, દૂધ વગેરે વા ની બિમારી માં હાડકા મજબુત કરવામાં મદદ કરે છે.
આશા રાખું છું કે આજના આ આર્ટિકલ વાંચ્યા પછી તમને સાંધાના દુખાવા થી બચવાના ઉપાયો વિશે ઉપયોગી માહિતી મળી હશે તો, તમારા મિત્રો ને શેર કરો જેથી એમને પણ આ માહિતી ખબર પડે.
નોંધ લેવી: દરેક વસ્તુ શરીરની તાસીર પ્રમાણે કામ કરે છે માટે કોઈ પણ વસ્તુ નું સેવન કરતા પહેલા તે વિષય ના તજજ્ઞ અથવા તમારા ફેમેલી ડોક્ટરનીસલાહ જરૂરથી લેવી.
Comments are closed.