અહીંયા જે પાન વિષે જણાવીશું એ પાન ગમે તેવા સાંધાના દુખાવાને મટાડી દે છે. ઘણા બધા આયુર્વેદિક ગ્રંથો અને ઘણા બધા પુસ્તકોમાં બતાવ્યું છે કે આ વનસ્પતિના પાન, 50 વર્ષ જૂનો સાંધાનો દુખાવો હોય તો તેને પણ મટાડે છે.
આજકાલ સાંધાના દુખાવાની સમસ્યા દિવસે ને દિવસે ઘણા બધા લોકોમાં વધતી હોય છે. ખાસ કરીને વડીલો મોટી ઉંમરના લોકો કે જેમની ઉંમર ૬૦ વર્ષે, જે લોકો સિનિયર સિટીઝન કહેવાય એવા લોકોમાં સાંધાના દુખાવાની સમસ્યા એક સામાન્ય બાબત બની ગઈ છે.
પરંતુ હાલમાં 25 થી 40 વર્ષ અને 25 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં પણ શરીરના સાંધાના દુખાવાની સમસ્યા જોવા મળી રહી છે જેનું કારણ છે દવા વાળો ખોરાક.
આજના સમયમાં સાંધાના દુખાવાની સમસ્યા દિવસે ને દિવસે ઘણા બધા લોકોમાં વધતી જતી જોવા મળે છે. આ સિવાય કમરનો દુખાવો, કોણી નો દુખાવો થતો હોય એમાં મુખ્ય તો કમરનો દુખાવો અને ગોઠણ નો દુખાવો વધારે પરેશાન કરતો હોય છે.
જે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા થઇ હોય, ખાસ કરીને જે વૃદ્ધો છે તેમને ખબર હોય કે આ સમસ્યા કેટલીક કષ્ટદાયક અને કેટલીક પીડાદાયક હોય છે. ઉંમર વધવાની સાથે-સાથે સાંધાના દુખાવો થવો એ સામાન્ય બાબત છે, કારણ કે ઉંમર વધવાથી જે હાડકાના સાંધા હોય તેમાંથી કેમિકલ હોય તે ઘટે જેના લીધે સાંધાનો દુખાવો થઈ શકે છે.
પરંતુ આ નાની ઉંમરના લોકોમાં સાંધાનો દુખાવો થવો એ ખૂબ જ ગંભીર બાબત ગણાય છે. આજે કંઈ પણ કારણને લીધે સાંધાનો દુખાવો થાય છે તેના માટે એકદમ સરળ અને ઉપયોગી, એકદમ અસરકારક ઉપાય છે જેની મદદથી સાંધાના દુખાવામાં ખૂબ જ ફાયદો મેળવી શકાય છે.
તેના માટે તમારે એક વનસ્પતિ ની જરૂર પડે છે.આ વનસ્પતિના પાનની ચટણી બનાવી અને તેનો ઉપયોગ કરવાનો છે જે સાંધાના દુઃખાવા માટે રામબાણ ઉપાય સાબિત થાય છે. અહીંયા આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જે વનસ્પતિનું નામ છે “પારીજાત”.
પારીજાત પ્રાચીન મંદિરોના પ્રાંગણમાં કે બાગ બગીચાઓમાં ખુબ જ આસાનીથી જોવા મળે છે. પારિજાત નો છોડ એવો છોડ છે કે જે સાંધાના દુખાવા માટે લાખો રૂપિયાની દવા કામ ન કરતી હોય તો પણ આ પારિજાતના પાન કામ કરે છે આ પ્રયોગ અનુભવસિદ્ધ પ્રયોગ છે અને ઘણા બધા લોકો આનો અખતરો કરી અને સાબિત કરેલો પ્રયોગ છે.
જેમાં અસરકારક અને ચોક્કસ પરિણામ મળે છે. આ પ્રયોગ કરવાથી સાંધાનો દુખાવો મટી જાય છે. ધીરજથી આ ઉપાય કરવો અને આ ઉપાય ચાલુ રાખો તો તમને સો ટકા સાંધાના દુખાવામાંથી રાહત મળે છે અને અદ્ભુત પરિણામ જોવા મળે છે.
આ ઉપાય કરવા માટે પારિજાતના સાત પાન લેવા અને આ સાત પાન લઇ અને ત્રણ કપ જેટલું પાણી લેવું. આ પાણીની અંદર તમારે પાનને વાટીને અથવા તો મિક્સરમાં તેની ચટણી બનાવી આ ત્રણ કપ પાણીની અંદર આ સાત પાંદડા ની પેસ્ટ ઉમેરવી.
આ રીતે તમારે આ ચટણીને દોઢ ગ્લાસ પાણીમાં રાખી અને રાત્રે ઢાંકી દેવી. સવારના સમયે આ રીતે આ ચટણીને રાખી દેવી અને રાત્રે સૂતી વખતે આપણે આ પાણીને ઉકાળી લેવું. આ પાણીને એટલું ઉકાળવાનું છે કે તેમાંથી ત્રીજા ભાગનું પાણી વધે ત્યારે તેને ઉતારી લેવું.
ત્યારબાદ પાણી ઠંડુ થવા દેવું. એવી રીતે રાત્રે પણ આ રીતે કરવું. રાત્રે ચટણી બનાવીને ઢાંકી, દોઢ ગ્લાસ પાણીમાં રાખી અને આ ચટણીને તમે સવારે ઉકાળી અને ત્રીજા ભાગનું પાણી વધે ત્યારે તેને ગાળી અને તેને પીવું. આ રીતે દિવસમાં બે વખત સવારે અને સાંજે સાત પાંદડા લાવી તેની ચટણી બનાવી તેનો ઉકાળો કરીને તમારે પીવાનો છે.
સતત 7 થી 15 દિવસ સુધી આ ઉપાય કરશો એટલે સાંધાના દુખાવામાં તમને અદ્ભુત પરિણામ જોવા મળશે. આ પ્રયોગ કરો છો તો તમે પોતે જ જાતે જ અનુભવ કરશો કે તમને સાંધાના દુખાવામાંથી મહદંશે આરામ મળ્યો છે. તમે આ પ્રયોગના અદભુત ફાયદા જાણી શકશો કે આ પ્રયોગ કરવાથી કેટલુ પરિણામ મળે છે.