બદલાતી ઋતુમાં શરદી-ઉધરસ થવી એ ખૂબ જ સામાન્ય છે. થોડી બેદરકારી અથવા સિસ્ટમ નબળી હોવાથી આ સમસ્યા કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. આજે તમને આઠ ઘરેલૂ નુસખા વિષે જણાવીશું જે તમને શરદીના કફ થી ફટાફટ રાહત આપે છે.
જો તમને પણ આ બદલાતી ઋતુમાં શરદી અને ઉધરસ થઇ ગયો છે તો તમારે ચોક્કસ આ ઘરેલૂ નુસખા અપનાવવા જોઈએ. ગરમ દૂધમાં સૂકી દ્રાક્ષ ઉકાળીને તેમાં થોડી એલચી અને કેસર મિક્સ કરીને તેનું સેવન કરવાથી પણ શરદી ઉધરસમાં રાહત મળે છે.
તુલસી અને આદુની ચા પીવાથી પણ લાભ મળે છે. નીલગીરી તેલ નો નાસ લેવાથી શરદીમાં તરત જ રાહત મળશે. ગોળમાં થોડી મરીનું ચૂર્ણ મિક્ષ કરીને તેનું સેવન કરવું અને તેને ચાની જેમ ઉકાળીને તેનું સેવન કરવાથી શરદી દૂર થઈ જશે.
એક ચમચી ગરમ દેશી ઘીમાં મરીનું ચૂર્ણ મિક્સ કરીને રોટલી સાથે તેનુ સેવન કરવાથી પણ શરદીમાં રાહત મળે છે. સરસિયાના તેલને નવશેકું કરીને છાતિ, પગ અને બંને તળિયા તથા નાકની આજુબાજુ લગાવવાથી પણ શરદીમાં રાહત મળે છે.
અડધી ચમચી વરિયાળી નું સેવન કરવું ત્યાર પછી તેના પર થોડું પાણી પીવો, ત્યાર – પછી તરત જ ગરમ દૂધનું સેવન કરવાથી શરદી – ઉધરસમાં રાહત મળશે. ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.