savare uthava mate tips gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધાને ઘરના વડીલો હંમેશા વહેલા ઉઠવાની સલાહ આપતા હોય છે. ઘણા લોકો દિવસના 9 થી 10 વાગ્યા સુધી સુતા રહે છે. ઘણા લોકો હંમેશા સુતા પહેલા વિચારે છે કે તેઓ સવારે વહેલા ઉઠી જશે, પરંતુ સવારે તેમનું મન માનતું જ નથી.

લોકોને સવારે આંખ ખુલ્યા પછી એવું લાગે છે કે છોડોને બધું, હજુ થોડી વાર સુઈ લઈએ, જેથી તમે દિવસના 10 વાગ્યા સુધી પથારીમાં જ રહો છો. આજના આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે આળસ કર્યા વિના સવારે વહેલા ઉઠી શકો છો.

મોડી રાત્રે ખાવું-પીવાનું બંધ કરો : જો તમારે સવારે વહેલા ઉઠવું હોય તો તમારે મોડી રાત્રે કંઈપણ ખાવાનું બંધ કરવું જોઈએ. ખાસ કરીને મોડી રાત્રે ચા કે કોફી, વેફળ, મીઠાઈ વગેરે બિલકુલ બંધ કરવું જોઈએ. તે તમારી ઊંઘને ઉડાવી દે છે.

સૂતી વખતે ફોનનો ઉપયોગ ન કરો : જો તમે પણ મોડી રાત્રે ફોનનો ઉપયોગ કરતા હોય તો તમારી આ ટેવને સુધારવી પડશે. જો તમે સૂવાના ઓછામાં ઓછા 1 કલાક પહેલા ફોનનો ઉપયોગ કરવાનું બંધ કરી દો તો તમને સારી ઊંઘ આવશે અને સવારે ઉઠવામાં પણ કોઈ તકલીફ નહીં પડે.

વધારે વિચારશો નહીં ઊંઘ પર ધ્યાન આપો : સૂતી વખતે જો તમે વધારે વિચારો છો તો તમારું મગજ ચાલુ રહે છે જેથી તમને ઊંઘ આવતી નથી. તેથી વિચારશો નહીં, શાંતિથી સુવો. આનાથી તમે સવારે સરળતાથી ઉઠી શકશો. સૂતી વખતે ફીટ કપડાં ન પહેરો, આરામદાયક કપડાં પહેરો જે ઝડપથી ઊંઘવામાં મદદ કરે છે.

સૂવાનો ઉઠવાનો સમય નક્કી કરો : તમારે રાત્રે 10 વાગ્યા સુધીમાં સુઈ જવું જોઈએ. સૂતી વખતે બાજુમાં મોબાઈલ લઈને ના સુવો. ઓછામાં ઓછી 7 થી 8 કલાકની સારી ઊંઘ લેવાનો પ્રયાસ કરો. એવું ન થવું જોઈએ કે તમારે વહેલા ઉઠવા માટે 4 થી 5 કલાકની ઊંઘ લઈને ઉઠવું પડે. આમ કરશો તો ઊંઘ સવારે 6 વાગ્યા સુધી પુરી થઇ જશે.

ઉઠતાની સાથે જ કરો આ કામ : વહેલા ઉઠ્યા પછી તમારે તમારા બેડરૂમની લાઈટ ચાલુ કરો. આવી સ્થિતિમાં, તમને ફરીથી ઊંઘ પણ નહીં આવે અને તમે સવારે જાગી પણ જશો. આ સિવાય બધા કામ દિવસે પુરા કરી લો, જેથી રાત્રે સમય ના બગડે.

ઍલાર્મને હંમેશા તમારી પથારીથી દૂર રાખો કારણ કે, કેટલીકવાર એલાર્મ વાગે એટલે તરત જ આપણે બંધ કરીને ફરીથી સુઈ જઈએ છીએ, તેથી તેને દૂર રાખો એથી તે વાગે એટલે તમારે તેને બંધ કરવા માટે ઉભા થવું પડે, તે પણ તમને ઉઠવામાં મદદ કરશે.

જો તમને પણ સવારે ઉઠવામાં તકલીફ પડે છે તો તમે પણ આ બાબતોનું ધ્યાન રાખશો તો ચોક્કસ વહેલા ઉઠી જશો. એક અઠવાડિયા સુધી આ નિયમોનું પાલન કરી જુઓ, પછી ટેવ પડી જશે. લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા