વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવી સેઝવાન ઈડલી રેસિપી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં.

સામગ્રી

  • ઇડલી ૩ નંગ
  • બધાં કલર નાં કેપ્સીકમ ૧ કપ
  • તેલ ૨ ટી સ્પૂન
  • લસણ જીણું સમારેલું ૧ ટી સ્પૂન
  • લીલાં મરચાં સમારેલાં ૧ મરચું
  • સેઝવાન સૉસ ૨-૩ ટે.સ્પૂન
  • ટૉમેટો કે-ચપ (ઓપ્શનલ) ૧ ટે. સ્પૂન
  • પાણી ૨-૩ ટે. સ્પૂન
  • મીઠું સ્વાદ મૂજબ

બનાવવાની રીત

  • ઇડલી ને ચાર કટકા માં કટ કરી લો.
  • કેપ્સીકમ નાં ઇડલી નાં કટકા ની સાઇઝનાં કાપી લો.
  • પેન માં તેલ ગરમ કરી લસણ સાંતળી કેપ્સીકમ અને લીવાં મરચાં સાંતળો. (ગૅસ મિડિયમ ફાસ્ટ રાખી બનાવવું).
  • કેપ્સીકમ વધારે પડતા નથી કુક કરવાનાં. હવે તેમાં સેઝવાન સૉસ, ટૉમેટો કે-ચપ, પાણી, મીઠું ઉમેરી ઉમેરી સરખુ ગરમ થવા દો.
  • હવે ઇડલી નાં પીસ ઉમેરી મિક્સ કરો. સારી રીતે બધું મિક્સ થાય પછી ગરમ ગરમ સર્વ કરો.
  • તૈયાર છે સેઝવાન ઇડલી.

નોંધ લેવી :-

  • થોડું રસા જેવું રાખવું. કારણ કે ઇડલી રસો સોસી લેશે જેથી થોડી જ વાર માં ડ્રાય થઇ જશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા