આપણે ખાવાનો સ્વાદ વધારવા માટે વિવિધ મસાલાઓનો ઉપયોગ કરીએ છીએ. જો રસોઈમાં મસાલાનો સ્વાદ અથવા મસાલા યોગ્ય ઉમેરવામાં ના આવે તો ખાવાનો સ્વાદ ફિક્કો પડી જાય છે.
પરંતુ ઘણી મહિલાઓ ખોરાકને મસાલેદાર બનાવવા માટે લાલ મરચાનો વધારે ઉપયોગ કરે છે, પરંતુ દરરોજ વધારે પડતા લાલ મરચાના પાવડરનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી જ આજે અમે તમને કેટલીક એવી 3 વસ્તુઓ વિશે જમાવીશું જેની મદદથી તમે લાલ મરચાં વગર પણ ખાવાનો સ્વાદ વધારી શકો છો.
આ 3 રીત તમારા ખાવાનો સ્વાદ વધારવા માટે તો કામ કરશે જ, પરંતુ તેની સાથે તમારે પ્રમાણમાં લાલ મરચાનો ઉપયોગ કરવાની પણ જરૂર નહી પડે. આ ટિપ્સ તમારા ખાવાનો સ્વાદ અને સુગંધ બંનેને વધારી શકે છે. તો ચાલો રાહ કોની જોઈ રહયા છો, ચાલો જાણીએ કે કયા મસાલા તમારા ભોજનનો સ્વાદ વધારી શકે છે.
કાળા મરી ખોરાકનો સ્વાદ વધારશે : તમે ભોજનને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે કાળા મરી પાવડરનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ખાવામાં કાળા મરીનો પાવડર બનાવીને તેનો ઉપયોગ કરવાનુ રહેશે. પરંતુ તમારે આ કાળા મરીનો ઉપયોગ ખોરાક બની ગયા પછી જ કરવો, કારણ કે રાંધતી વખતે કાળા મરી ના નાખવું જોઈએ.
લીલા મરચાનો ઉપયોગ કરો : તમે ખાવાનું તીખું બનાવવા માટે લીલા મરચાનો ઉપયોગ કરી શકો, કારણ કે તે તમારા ભોજનનો સ્વાદ વધારવાનું કામ કરવાની સાથે લીલું મરચું સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તમે ખોરાકમાં લીલા મરચાંની પેસ્ટ બનાવીને, અથવા સીધા જ મરચાંને અથવા સમારીને તેનો ઉપયોગ કરી શકો છો.
દખની મરચા પાવડરનો ઉપયોગ કરો : તમે શાકને તીખું અને મસાલેદાર બનાવવા માટે દખની મરચાંનો ઉપયોગ કરી શકો છો. દખની મરચાને સફેદ મરી પણ કહેવામાં આવે છે, જે એક પ્રકારની જડીબુટ્ટી કહેવાય છે. પ્રાચીન કાળથી તેનો ઉપયોગ રસોઈમાં રાખવામાં આવે છે. આ સિવાય તમે ખાવાનો સ્વાદ વધારવા લસણ અને આદુની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો.
હવે જયારે તમે લાલ મરચું વધારે ઉમેરવા નથી માંગતા તો તમે આ 3 વસ્તુઓ ઉમેરીને પણ ખાવાનું મસાલેદાર બનાવી શકો છો. અમને આશા છે કે તમને આ માહિતી ગમી હશે. જો તમને લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.