rasoi tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તહેવારોનો મહિનો આવી રહ્યો છે અને આવા ઘણા તહેવારો છે જેમાં આપણે સારું અને સ્વાદિષ્ટ રસોઈ બનાવીએ છીએ. પરંતુ ઘણા લોકો ઉપવાસ કે વ્રતમાં અથવા કેટલાક તહેવારોમાં લસણ-ડુંગળીનો રસોઈમાં ઉપયોગ કરતા નથી હોતા.

ડુંગળી દરેક શાકને સ્વાદિષ્ટ બનાવવા અને ગ્રેવી માટે ઉપયોગ કરવામાં આવે છે તો પછી ડુંગળી અને લસણ વગર શાક કેવી રીતે સ્વાદિષ્ટ બની શકે?. આજે અમે તમારા માટે એવી જ કેટલીક રસોઈ ટિપ્સ જણાવીશું જે લસણ-ડુંગળી વગર પણ શાકને સ્વાદિષ્ટ બનાવી શકે છે.

અજમો અને મીઠો લીમડો : જો તમે બટાકા અથવા કઢી બનાવો છો તો અજમો અને મીઠો લીમડો ઉમેરી શકો છો, જે કોઈપણ શાકના સ્વાદ અને સુગંધને સારી બનાવે છે. વ્રત દરમિયાન ગેસ વધુ થતો હોય છે તેથી શાકમાં અજમો અને ઉમેરવાથી ગેસ અને પેટ સંબંધિત સમસ્યા થતી નથી.

લવિંગ અને તજ : શાક ગમે તે હોય જો તમે તેમાં કોઈપણ નવો મસાલો ઉમેરો છો તો આખો સ્વાદ બદલાઈ જાય છે. એ જ રીતે, જો તમે શાક બનાવતા પહેલા લવિંગ અને તજ તડકો લગાવશેઓ તો ખાનારાઓ પોતે જ કહેશે કે આજે કંઈક અલગ સ્વાદ આવી રહ્યો છે.

તેથી જયારે પણ તમારા ડુંગળી અને લસણ નથી અથવા તમે ખાતા નથી ત્યારે તમે તેના બદલે લવિંગ તજ નો વઘાર કરીને શાક બનાવી શકો છો.

જીરું, આદુ અને ઈલાયચી : ધારો કે તમે ડુંગળી અને લસણનો ઉપયોગ નથી કરતા તો તમે આદુનો ઉપયોગ કરી શકો છો. જીરા સાથે આદુની પેસ્ટનો ઉપયોગ કરશો તો સ્વાદ તો આવશે જ, સાથે સાથે મસાલાની ગ્રેવી પણ જાડી બનશે.

ઈલાયચીની સુગંધ તમારા શાકને દરરોજ બનાવો તેના કરતા વધુ સ્વાદિષ્ટ બનાવશે. તમે ટામેટાંને મિક્સરમાં પીસીને એક મસાલેદાર ગ્રેવી તૈયાર કરી શકો છો. આ ત્રણ રીતે તમે લસણ અને ડુંગળી વગર પણ શાકને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવી શકો છો. સરળ ટિપ્સ છે પણ ઉપયોગી છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા