આવી એક કહેવત છે કે વ્યક્તિના હૃદયનો દરવાજો તેના પેટમાંથી પસાર થાય છે. એટલા માટે જ દરેક મહિલા ઝગડો કર્યા પછી પણ રસોડામાં જમવાનું સારું બનાવે છે. જેની સુગંધ ઝઘડાની બધી જ કડવાશને દૂર કરે છે.
તો પછી તમે રાહ શેની જોઈ રહ્યા છો? તમે પણ તમારા હાથનો જાદુને તેજ બનાવી શકો છો. જમવાનું બનાવામાં એવો જાદુ કરો કે, જેથી જ્યારે પણ કોઈ તમારા હાથનું ખાવાનું ખાય ત્યારે તે તમારા વખાણ કરતા થાકે જ નહિ.
મસાલાઓનું કોમ્બિનેશન : તમારા ખોરાકનો જાદુ મસાલાના આ મિશ્રણથી વધારે મસાલેદાર બની જશે. આજે અમે તમને મસાલાના એવા મિશ્રણ વિશે જણાવીશું જે દરેકને તમારા ભોજનનો ચાહક બનાવી દેશે. આ મસાલા મિશ્રણની સૌથી સારી બાબત એ છે કે તમે બિન શાકાહારી અને શાકાહારીબંને પ્રકારની વાનગીઓમાં કર શકો છો.
મસાલાઓનું મિશ્રણ : મેગી મસાલો, ગરમ મસાલો, શાકનો મસાલો
સામાન્ય ખોરાક : સામાન્ય રીતે ખાવાનું બનાવતી વખતે શાકના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. જે ધાણા, લાલ મરચું, કાળા મરી વગેરેનું મિશ્રણ હોય છે. આ માત્ર તમારા ખાવાને થોડા અંશે ઠીક બનાવે છે. આ મસાલાનો ઉપયોગ દરેક ઘરમાં થતો હોય છે, તેથી મોટાભાગના લોકોના તેમના ઘરના ભોજનમાં થોડો સરખો જ સ્વાદ આવતો હોય છે.
મસાલાઓનું મિશ્રણ : જો તમારા ખોરાકને ઠીક ઠીક સ્વાદ થી લઈને એકદમ મસાલેદાર ખાવાનું બનાવવું હોય, તો પછી મસાલાને મિક્સ કરીને તેનો ઉપયોગ કરો. તમે એક પ્રયોગ તો કરી શકો છો. તો તેને આ રીતે મિક્સ કરો.
એક ડબ્બામાં બે ચમચી ગરમ મસાલો નાખો. પછી તેમાં ત્રણ ચમચી શાકનો મસાલો ઉમેરો. અને છેલ્લે દોઢ ચમચી મેગી મસાલો ઉમેરો. હવે ડબ્બાનું ઢાંકણું બંદ કરીને તેને સારી રીતે હલાવો. આમ કરવાથી મસાલા સારી રીતે મિક્સ થઇ જશે.
આ રીતે કરો ઉપયોગ : હવે આ મસાલાને તેવી જ રીતે ઉપયોગ કરો જેમ શાકભાજીના મસાલાનો ઉપયોગ શાક બનાવવામાં કરો છો. આ મસાલામાં મેગી મસાલા હોવાથી ખાવાના સ્વાદને બમણો કરે છે.