શાકભાજીમાંથી કીડાઓ નીકાળવા કંઈ નવી વાત નથી. ચોમાસામાં મોટાભાગે શાકભાજીમાં સફેદ અને લીલા જંતુઓ જોવા મળે છે. ક્યારેક તે ફરીથી અને વારંવાર સાફ કર્યા પછી પણ રહે છે. પાંદડાઓમાં છુપાયેલા આ જંતુઓ દેખાતા નથી. નિષ્ણાતોના મતે શાકભાજીમાં પડેલા જીવજંતુઓ અને કીડાઓના સેવન કરવાથી ગંભીર બીમારી થઈ શકે છે.
તેથી, જ્યારે પણ આપણે શાકભાજી ધોઈએ છીએ, ત્યારે તે તપાસવું ખૂબ જ જરૂરી છે કે તેમાં એક પણ કીડો રહી તો નથી ગયો. કેટલાક લોકો કીડાઓને સાફ કરવા માટે શાકભાજીને કાપી લે છે, પરંતુ આ રીત સાચી નથી. આજે અમે તમને કેટલીક સરળ રીતો જણાવીશું જેની મદદથી શાકભાજીમાંથી જંતુઓ અને કીડાઓને સરળતાથી દૂર કરી શકાય છે.
કોબીજ, બ્રોકોલી, અને પાલક વગેરે જેવા ઘણા શાકભાજી છે જેમાં જીવ – જંતુઓ જોવા મળતા હોય છે. આવી સ્થિતિમાં તે શાકભાજીને આ પદ્ધતિઓની મદદથી સાફ કરી શકાય છે.
પાલક : મોટાભાગના લોકો ચોમાસામાં પાલક ખાતા નથી. કારણ કે આ સમય દરમિયાન પાલકમાં જંતુઓ જોવા મળે છે. તમે જોયું હશે કે બજારમાં ઉપલબ્ધ પાલકના મોટાભાગના પાંદડાઓમાં છિદ્રો હોય છે. બીજી બાજુ, મોટાભાગના ખેડૂતો રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કરે છે, જે આરોગ્ય માટે તંદુરસ્ત નથી,
આ હોવા છતાં, જો તમે પાલક ઘરે લાવો છો, તો પછી ગરમ પાણીમાં 1/2 ચમચી મીઠું મિક્સ કરો. હવે તેમાં પાલકને 10 મિનિટ સુધી ડુબાડી રાખો અને પછી તેને સામાન્ય પાણીથી ફરીથી સાફ કરો. આ પછી, તેનો ઉપયોગ શાકભાજી અથવા અન્ય વાનગીઓ બનાવવા માટે કરો.
ફ્લાવર (ફુલાવર) માંથી કીડા નીકાળવાનો સરળ ઉપાય : આ માટે, તમે ફ્લાવરને 4 ભાગોમાં કાપી લો, જો તમે ઇચ્છો તો, તમે તેને 5 ભાગોમાં પણ કાપી શકો છો. તમે તેને તમારા માપ પ્રમાણે કાપી લો, પરંતુ ધ્યાનમાં રાખો કે તેને મોટા કદમાં રાખો. હવે એક કડાઈ અથવા કોઈપણ મોટા વાસણમાં ગરમ પાણી લો અને તેમાં 1 ચમચી હળદર મિક્સ કરો.
આ ગરમ પાણીમાં ફ્લાવરને 5 મિનિટ સુધી ડુબાડો અને પછી ગેસ બંધ કરો. હવે કોબીને બહાર કાઢો અને તેને ફરી એકવાર સાદા પાણીથી સાફ કરો. કીડા બહાર આવી જશે અને હવે તમે તેનો ઉપયોગ શાકભાજી અથવા અન્ય કોઈ વાનગી માટે કરી શકો છો.
બ્રોકોલીમાંથી કીડા નીકાળવાની રીત: બ્રૉઇકલી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ તેને ખાતા પહેલા તેને સાફ કરવું ખુબ જ જરૂરી છે. બ્રોકલીમાં રહેલા કીડાઓને સાફ કરવા માટે સૌથી પહેલા તેનો પાછળના ભાગને કાપી લો અને બધા ફૂલને અલગ કરી લો.
હવે એક મોટા વાસણમાં પાણી ગરમ કરો અને તેમાં 2 ચમચી મીઠું મિક્સ કરો. હવે આ બ્રૉકલીને પાણીમાં ડુબાડો અને અડધા કલાક માટે છોડી દો. અડધા કલાક પછી સાદા પાણીથી સાફ કરી લો અને પછી સેવન કરો.
કોબી માંથી કીડા નીકાળવાની રીત: ઘણીવાર કોબીમાં છુપાયેલા જીવ જંતુઓ દેખાતા નથી, જેના કારણે લોકો ચોમાસામાં તેને ખાવાનું ટાળે છે. જો કે કોબીમાંથી કીડા દૂર કરવામાં સમય લાગે છે,પરંતુ તે સરળતાથી સાફ થઈ જાય છે. આ માટે, કોબીની ઉપરની બે પડોને ફેંકી દો. તે પછી બધા પડને અલગ અલગ કરી દો.
હવે એક વાસણમાં ગરમ પાણી અલગ કરો અને તેમાં 1 ચમચી હળદર મિક્સ કરો. હવે બધા પાંદડા હૂંફાળા પાણીમાં ડુબાડીને લગભગ 10 મિનિટ માટે રહેવા દો. 10 મિનિટ પછી તેને હૂંફાળા પાણીમાંથી કાઢી તેને સ્વચ્છ પાણીમાં ધોઈ લો. આમ કરવાથી બધા જંતુઓ દૂર થઇ જશે અને કોબીના બધા પાંદડા સ્વચ્છ દેખાશે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.