shirt na ganda coller no upay
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

એવું કોઈ એક સાથે નહીં પણ આવું ઘણા લોકો સાથે થાય છે કે તેઓ શર્ટને સારી રીતે ધોવે તો છે, પરંતુ શર્ટનો કોલર કાળો જ રહી જાય છે. ક્યારેક કાળા કોલરને કારણે આપણી ઈમ્પ્રેશન પણ ખરાબ થઇ જાય છે. ખાસ કરીને ઉનાળાની ઋતુની ગરમીમાં પરસેવાના કારણે શર્ટનો કોલર થોડો વધારે ગંદો થઈ જાય છે.

આવી સ્થિતિમાં, જો તમને પણ કોલર સાફ કરવામાં મુશ્કેલી પડે છે તો તમારે આ લેખ અંત સુધી અવશ્ય વાંચવો. કારણ કે આ લેખ વાંચ્યા પછી તમે પણ સરળતાથી સફેદ શર્ટના ગંદા કોલરને એકદમ સફેદ કરી શકશો. આવો જાણીએ કેવી રીતે કરી શકાય ?

પહેલા આ કામ કરો : કાળા પડી ગયેલા શર્ટના કોલરને સાફ કરતા પહેલા તમારે કેટલીક બાબતો ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ઘણી વખત ગંદા શર્ટને વધારે દિવસો સુધી સાફ નથી કરતા તો કોલર પર કાળા નિશાન પડી જાય છે.

તેથી જ્યારે પણ તમે શર્ટને શરીર પરથી હટાવો ત્યારે તેને સામાન્ય પાણીમાં એકવાર જરૂરથી ધોઈ લો અને તેને હેંગરમાં લટકાવી દો. આનાથી કોલર અથવા શર્ટના બીજા કોઈપણ ભાગ પર પરસેવાના ડાઘ નહીં પડે.

આ રીતે કરો ગંદા કોલરને સફેદ : સફેદ શર્ટનો કોલર કાળો થઈ ગયો હોય તો તમે તેને સરળતાથી સાફ કરી શકો છો. અત્યાર સુધી તમે રસોઈમાં કે ઘરની સફાઈમાં ખાવાના સોડાનો ઉપયોગ તો જરૂરથી કર્યો જ હશે.

રંતુ આ ટિપ્સ ફોલો કર્યા પછી તમે પણ ખાવાના સોડાનો ઉપયોગ કરીને ગંદા કોલરને એકદમ નવા ની જેમ ચમકાવી શકુ છો. આ માટે, જો ઘરમાં ખાવાનો સોડા ઘરમાં ના હોય તો, બજારમાંથી ખાવાનો સોડા ખરીદો. આ પછી નીચે મુજબના પગલાં અનુસરો.

સૌથી પહેલા ગંદા કોલરને પાણીમાં પલાળીને થોડીવાર માટે રાખો. હવે કોલર પર બેકિંગ સોડા સારી રીતે લગાવો અને લગભગ 10 મિનિટ માટે લગાવેલું રહેવા દો. 10 મિનિટ પછી બ્રશથી અથવા સ્ક્રબથી તેને સ્ક્રબ કરી લો. આ પછી તેને પાણીથી ધોઈ લો.

બીજી ટીપ્સ : આ બીજી ટિપ્સની મદદથી પણ તમે ગંદા કોલરને સાફ કરી શકો છો. આ માટે સૌથી પહેલા એક મોટો મગ પાણી ગરમ કરો. હવે આ ગરમ પાણીમાં બે ચમચી ખાવાનો સોડા નાખીને બરાબર મિક્ષ કરો. બેકિંગ સોડા મિક્સ કર્યા પછી, ગંદા કોલરવાળા ભાગને લગભગ 10 મિનિટ ડુબાડીને છોડી દો.

10 મિનિટ પછી તેને બ્રશથી અથવા હાથથી ઘસીને સાફ કરો. નોંધ: આ મિશ્રણમાં કોઈ બીજા કાપડ ઉમેરીને સાફ કરશો નહીં. કેટલીકવાર બીજા કપડાંમાંથી કલર નીકળી જશે, જે સારા શર્ટને પણ ખરાબ બનાવી શકે છે. કોલર સાફ કરવા માટે વધારે ગરમ પાણી નહીં પરંતુ નવશેકું પાણી હોવું જોઈએ.

બેકિંગ સોડા ઉપરાંત લીંબુના રસ અને મીઠાનું મિશ્રણ પણ શર્ટના ગંદા કોલરને સાફ કરવા માટે એક સારો ઉપાય બની શકે છે. જો તમને આ જાણકારી પસંદ આવી હોય અને આવી જ માહિતી વાંચવી ગમતી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા