શું તમે પણ તમારા વાળમાં મહેંદી લગાવો છો? આનાથી તમારા વાળને નવો રંગ મળે છે, જેનાથી તમારા વાળ વધુ સુંદર દેખાય છે? વાળમાં મહેંદી લગાવવાની પ્રથા વર્ષો જૂની છે, પરંતુ ત્યારે મહેંદી શુદ્ધ મળતી હતી. આજના સમયમાં દરેક વસ્તુમાં ભેળસેળ હોય છે. આવી સ્થિતિમાં, જો તમે વધુ પડતી મહેંદીનો ઉપયોગ કરો છો, તો તમારા વાળને ફાયદા કરતાં નુકસાન થઈ શકે છે. આવો આ વિશે વિગતવાર જાણીએ.
વાળ તૂટી શકે છે
શું તમે જોયું છે કે મહેંદી લગાવ્યા પછી તમારા વાળ તૂટવા લાગે છે? શું તમે ક્યારેય કારણ જાણવાનો પ્રયત્ન કર્યો છે ખરા? જ્યારે તમે વાળમાં વધુ પડતી મહેંદીનો ઉપયોગ કરો, તો તેના કારણે વાળ તૂટવાની સમસ્યા શરૂ થઈ શકે છે. કારણ કે મહેંદી લગાવવાથી વાળ સુકાઈ જાય છે અને સુકા વાળ સરળતાથી તૂટવા લાગે છે. ખાસ કરીને જો તમે મહેંદીમાં બીજી કોઈ વસ્તુ મિક્સ ન કરો તો આ સમસ્યા વધી શકે છે.
ખોપરી ઉપરની ચામડીની સમસ્યાઓ
આપણે બધા જાણીએ છીએ કે જો સ્કેલ્પ હેલ્ધી હશે તો તમારા વાળ પણ સુંદર, લાંબા અને જાડા હશે. એટલા માટે ખોપરી ઉપરની ચામડીને સ્વચ્છ અને ઇન્ફેક્સન મુક્ત રાખવી જરૂરી છે. મહેંદી લગાવવાથી સ્કેલ્પ પણ સુકાઈ જાય છે.
બજારમાં મળતી મહેંદીમાં કેમિકલ હોય છે. એટલા માટે મેંદી ખોપરી ઉપરની ચામડી માટે નુકસાનકારક હોઈ શકે છે. આ રસાયણો માથાની ચામડીમાં ખંજવાળ અને બળતરા પેદા કરી શકે છે. એટલા માટે તમારે કોઈપણ બ્રાન્ડ કે પ્રોડક્ટ પર લખેલી માહિતી વાંચીને જ, પછી મહેંદી ખરીદવી જોઈએ.
મહેંદી કેટલા સમય સુધી રાખવી જોઈએ?
શું તમે પણ વાળમાં 3-4 કલાક મહેંદી લગાવીને રાખો છો? આવું ન કરવું જોઈએ. આમ કરવાથી તમારા વાળને નુકસાન થઈ શકે છે. તમારા વાળ શુષ્ક થઈ શકે છે. વાળને કલર કરવા માટે માત્ર 1.30 કલાક પૂરતા છે. એટલા માટે વાળમાં લાંબા સમય સુધી મહેંદી ન લગાવો.
આ પણ વાંચો : હાથ પર મહેંદીને ઘાટી બનાવવા માટે ટિપ્સ, એકવાર જરૂર ટ્રાય કરી જુઓ
મહેંદી લગાવ્યા પછી આ કામ કરો
વાળમાં મહેંદી લગાવ્યા પછી તમારે તેલનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે મહેંદી લગાવ્યા પછી વાળ શુષ્ક બને છે. વાળમાં તેલ લગાવવાથી વાળ ડ્રાય નહીં થાય. (વાળમાં તેલ લગાવ્યા પછી ભૂલથી પણ આ કામ ન કરો, નહીં તો વાળ મજબૂત થવાને બદલે તૂટવા લાગશે)
જો તમે ઈચ્છો છો કે મહેંદીના ઉપયોગથી તમારા વાળ બગડે નહીં, તો તમે તેમાં ઓલિવ ઓઈલ અને ઈંડા જેવી વસ્તુઓ પણ મિક્સ કરીને લગાવી શકો છો. આ વસ્તુઓ તમારા વાળને કન્ડીશનીંગ કરવામાં મદદ કરશે અને તમારા વાળમાં ચમક પણ ઉમેરશે.
આ પણ વાંચો : તેલ લગાવ્યા પછી પણ વાળ ખરવાના કારણો, તેલ લગાવતી વખતે થતી ભૂલો અને તેના ઘરેલુ ઉપાયો
વાળની રચના ખરાબ થઇ શકે છે
વાળમાં મહેંદી લગાવવાથી વાળનો ટેક્સચર બગડી શકે છે. કારણ કે વાળને સિલ્કી બનાવવાને બદલે લાંબા સમય સુધી તેનો ઉપયોગ કરવાથી તે ખરાબ થવા લાગે છે. એટલા માટે તમારે તમારા વાળની સંભાળની દિનચર્યામાં મર્યાદિત માત્રામાં મેંદીનો સમાવેશ કરવો જોઈએ.
નોંધ : શિયાળાની ઋતુમાં વાળમાં મહેંદી લગાવવાનું ટાળવું જોઈએ. કારણ કે મહેંદીની અસર ઠંડી હોય છે, જેના કારણે તમને શરદીની સમસ્યા થઈ શકે છે.
આશા છે કે તમને અમારો આ લેખ જરૂર ગમ્યો હશે. જો તમે પણ આવા બ્યુટી સસંબંધિત લેખો વાંચવા માંગતા હોય તો રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો રહો.