પાયલ તેના મોન્ટુની ખૂબ જ કાળજી રાખે છે. તેના ખાવા-પીવાથી લઈને તેની દરેક નાની-મોટી જરૂરિયાતોને લઈને હંમેશા ચિંતિત રહે છે અને તે મોન્ટુ સાથે ક્વોલિટી ટાઈમ પણ વિતાવે છે પરંતુ જ્યારે મોન્ટુ કોઈ નાની ભૂલ કરે છે ત્યારે પાયલ તેને ધમકાવે છે.
છેલ્લા કેટલાક સમયથી, પાયલને લાગ્યું છે કે મોન્ટુ ઘણીવાર ગ્રુપમાં રમતા બાળકોની સામે ઉદાસીન દેખાય છે, પોતાની વાત નથી કરી શકતો, જ્યારે તેને કંઈપણ કરવાનો ઇનકાર કરવામાં આવે ત્યારે તે ખૂબ જ ઝડપથી ગુસ્સે થઈ જાય છે. પાયલને આ વિશે બાળ મનોવૈજ્ઞાનિકની સલાહ લીધી ત્યારે તેને સમજાયું કે બાળક માટે આત્મવિશ્વાસ હોવો કેટલો જરૂરી હોય છે.
જયારે આપણે સેલિબ્રિટીઓના બાળકોની વાત કરીએ તો તેઓ તેમના બાળકોને ખૂબ લાડ કરતા જોવા મળે છે. શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો દીકરો અબરામ, આમિર ખાન અને કિરણ રાવનો દીકરો આઝાદ રાવ ખાન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચન હોય કે પછી સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો દીકરો તૈમુર ખાન હોય.
તે બધા તેમના બાળકો સાથે પોતાનો કિંમતી સમય વિતાવતા અને તેમને પુરી જગ્યા આપતા જોવા મળે છે જેથી તેઓ સ્વાભાવિક રીતે શીખી શકે. સેલિબ્રિટી હોય કે સામાન્ય માતા-પિતા, દરેક જણ પોતાના બાળકોને આત્મવિશ્વાસથી ભરપૂર જોવા માંગે છે.
જો તમે આ વિશે ગંભીરતાથી વિચારી રહ્યા છો, તો ચાલો જાણીએ કેટલીક એવી રીતો વિશે જણાવીએ, જેના દ્વારા તમે તમારા બાળકને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવી શકો છો.
બાળકને કંટ્રોલ કરવાને બદલે તેને શીખવાડો : ઘણી વાર માતાપિતા બાળકો તોફાન કરતા હોય ત્યારે તેમને લેક્ચર આપે છે. બાળકમાં આત્મવિશ્વાસ કેળવવા માટે તેને વધુ પડતા ધમકાવવાનું ટાળો, પરંતુ તેને જુદા જુદા પ્રકારના કાર્યો શીખવવામાં મદદ કરો. એક માતા તરીકે તમારું કામ બાળકને સપોર્ટ આપવાનું હોય છે જેથી તેનો સારી રીતે વિકાસ થઇ શકે.
જો તમે બાળક સાથે કોઈપણ પ્રવૃત્તિમાં જોડાઓ છો, તો તે ઝડપથી શીખશે કે તે કાર્યને કેવી રીતે કરવું. આનો અર્થ એ થયો કે આપણે આપણી ચિંતાઓ પર નિયંત્રણ રાખતા શીખવું પડશે અને બાળકોને કાબૂમાં રાખવાની પ્રવૃત્તિને ટાળવી પડશે.
બાળકને પરફેક્ટ બનાવવાનો ઉદ્દેશ નથી : જ્યાં સુધી વધારે જરૂરી ના હોય ત્યાં સુધી બાળકને કોઈપણ કાર્યમાં પરફેક્ટ લેવલ પર પહોંચવા માટે દબાણ ન કરો. બાળકને સતત ટોકવાથી તેનો આત્મવિશ્વાસ કમજોર પડે છે અને તે કોઈપણ કામ સારી રીતે શીખી શકતો નથી.
શરૂઆતથી જ બાળકને પોતાનું કામ જાતે કરવાનું શીખવો : બાળકને બધાં કામ જાતે જ કરવામાં જો તમે તેની દેખરેખ સમજતી હોય તો તમે યોગ્ય નથી. આનો અર્થ એ નથી કે તમારે બાળકને સંપૂર્ણપણે તેના પર છોડી દેવું જોઈએ. તેની સાથે રહો અને તેને પ્રોત્સાહિત કરો, જો તે મુશ્કેલીમાં હોય તો તેના બાળકને મદદ કરો, પરંતુ શક્ય તેટલું શાંત રહો અને તમારા બાળકનો ઉત્સાહ વધારો.
જો તમારું બાળક ઝુલા પર ચઢી રહ્યું હોય અને તમે પરેશાન થવા લાગો છો કે બાળક ના પડે, તો તેનાથી બાળક શીખશે નહીં, તેનાથી તે ડરશે. જયારે તે તેનું કોઈ પણ કાર્ય સંપૂર્ણપણે કરી લે છે તો, પછી તમે તેને કહી શકો, જો, તે કરી લીધું ને, મને ખબર જ હતી કે તું આ કામ સરળતાથી કરી શકે છે.
બાળકને એવા કામો આપો જે સરળતાથી પૂર્ણ કરી શકે : બાળકને નાના કામો આપો, જેમ કે પલંગ ઠીક કરવો, રમકડાં ગોઠવવા, છોડને પાણી આપવું વગેરે વગેરે. બાળકોને પહેલા આ કામ જાતે કરીને બતાવો, પછી તેમને તે કરવા માટે કહો.
જ્યારે બાળકો આવા કાર્યો જાતે પૂર કરે છે તો તેઓને નવી વસ્તુઓ જાતે કરવા માટે આત્મવિશ્વાસ જાગે છે. તે જ સમયે, બાળકોને પણ મનમાં એક વાત સારી રીતે મગજમાં બેસી જાય છે કે, જયારે તે કોઈ પણ મુશ્કેલી માં હશે ત્યારે તેના માતાપિતા તેની સાથે જ છે.
મદદની આડમાં બાળક પાસેથી શીખવાની તક ના છીનવી લો : જો તમારા બાળકને શાળામાંથી કોઈ પ્રોજેક્ટ બનાવવાનું કામ મળ્યું છે તો, તમે બાળકને સ્ટેપ બાય સ્ટેપ પ્રોજેક્ટ કેવી રીતે તૈયાર કરવો તે બતાવી શકો છો. પરંતુ જો તમે તમારા પ્રમાણે પ્રોજેક્ટને જાતે બનાવવાનું શરૂ કરો છો તો બાળક કંઈપણ શીખી શકશે નહીં.
બાળકને તે પ્રોજેક્ટ માટે શાળામાં પ્રશંસા મળી શકે છે પરંતુ તે બાળકને આત્મનિર્ભર બનવાનું શીખવામાં મદદ કરશે નહીં અને બાળક પણ જાતે કામ કરવાનું શીખશે નહીં. તેથી બાળકને જાતે પ્રયાસ કરવા દો અને જ્યારે બાળક તેની સમજણથી કામ કરે છે ત્યારે તે આયોજન કરીને કેવી રીતે પ્રોજેક્ટ તૈયાર કરવો, ઘણું બધું શીખે છે.
આત્મનિર્ભર બનવાના મોટા ફાયદા : જો તમારું બાળક પોતાના વિશે આત્મવિશ્વાસ ધરાવતું હશે તો તે સાથી મિત્રો તરફથી મહેસુસ થતા પ્રેશરનો સરળતાથી સામનો કરી શકે છે. આ સાથે તમારું બાળક બીજા બાળકોની તુલનામાં તેના કામની જવાબદારી લેવાનું પણ શીખી જશે.
એક મોટો ફાયદો એ પણ છે કે આવા બાળકો સ્ટ્રોંગ ઈમોશન (મજબૂત લાગણીઓ)નો સામનો કરવાનું પણ શીખે છે, પછી ભલે તે સારા હોય કે ખરાબ. તેનાથી બાળકો કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિને જાતે જ હેન્ડલ કરવાનું શીખી જાય છે.
તો તમે પણ આ રીતે બાળકનો આત્મવિશ્વાસ વધારી શકો છો. જો એકવાર બાળકમાં આત્મવિશ્વાસ આવી જશે તો તે દુનિયાની કોઈપણ ખરાબ પરિસ્થિતિનો સામનો કરી શકશે. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.