શું તમે હજી પણ તમારી ઉનાળાની સ્કિનકેર રૂટિન ફોલો કરો છો અને પછી તમને લાગે છે કે શિયાળામાં તમારી ત્વચા શુષ્ક થઇ ગઈ છે. શિયાળામાં તમારે તમારી ત્વચાને થોડી વધારાની કાળજી લેવાની જરૂર હોય છે. જો તમે તમારી ત્વચાની કાળજી નહીં રાખો તો તે વધારે શુષ્ક અને ડલ દેખાવા લાગશે.
જો તમે તમારી ત્વચાની થોડી કાળજી રાખશો તો તે ચમકદાર પણ રહેશે. જો તમે વિચાર કરી રહ્યા હોય કે આ કેવી રીતે શક્ય છે, તો અમે તમારી સમસ્યાનું સમાધાન લઈને આવ્યા છીએ. તમારે તમારી સ્કિન કેરમાં થોડા ફેરફાર કરવાની જરૂર છે.
આજે અમે તમને જે સ્કિન કેર રૂટિન જણાવીશું, તે તમારી શુષ્ક ત્વચાની સમસ્યાને ઓછી કરવામાં ઘણી હદ સુધી મદદ કરશે. તો ચાલો જાણીએ એક સ્પેશિયલ સ્કિન કેર રૂટીન જે તમારી ત્વચાને કોમળ બનાવશે.
કુદરતી સામગ્રીવાળા ક્લીન્સરનો ઉપયોગ કરો : શિયાળામાં ત્વચા શુષ્ક થવાનો અર્થ છે કે તમારી ત્વચા પર મૃત કોષો એકઠા થાય છે, જેનાથી ત્વચા શુષ્ક અને તિરાડ પડી હોય તેવી દેખાય છે. આવી સ્થિતિમાં તમારી ત્વચાને યોગ્ય રીતે સાફ કરવી જરૂરી છે.
પરંતુ ક્લીંઝર હાર્ડ ના હોય તે ધ્યાન રાખો. સુગંધવાળા ક્લીનઝરમાં કેમિકલ્સ હોય છે. તો આવી સ્થિતિમાં એવા ક્લીન્સર પસંદ કરો કે જેમાં કુદરતી સામગ્રીથી બનેલા હોય. તમે કેટલીક પ્રાકૃતિક રીતે ઘરે જ ક્લીંઝર બનાવીને પણ તમારી ત્વચાની કાળજી રાખી શકો છો.
વધારે ગરમ પાણીથી સ્નાન ના કરો : જો તમારી ત્વચા શુષ્ક છે તો એક મહત્વની વાત ધ્યાન રાખો કે વધારે ગરમ પાણીથી સ્નાન ના કરવું જોઈએ. શિયાળામાં ગરમ પાણી તમને સખત ઠંડીથી રાહત આપે છે પરંતુ તમારી ત્વચાને વધારે શુષ્ક બનાવી દે છે. ગરમ પાણી ત્વચાને ઝડપથી શુષ્ક બનાવી નાખે છે અને તમારી ત્વચાની સપાટીને પડવાળી બનાવે છે.
મોઇશ્ચરાઇઝિંગ જરૂરી છે : શુષ્ક ત્વચાને પોષણ અને હાઇડ્રેશનની ખુબ જ વધારે જરૂર હોય છે, તેથી જ્યારે પણ તમે સ્નાન કરો ત્યારે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ જરૂર કરો. જો તમારી ત્વચા પર ખંજવાળ આવે છે તો મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ જે ભેજને સીલ કરે છે. આ સિવાય તમે એવું મોઇશ્ચરાઇઝર પસંદ કરો કે જે તમારી ત્વચાને ઓઈલી બનાવવાને બદલે અને પોષણ આપો.
ફેસ સીરમ જરૂરી છે : ફેસ સીરમ હાઇડ્રેટિંગ ત્વચા માટે છે જે શુષ્ક ત્વચા સામે લડવામાં મદદ કરી શકે છે અને તમારી શુષ્ક ત્વચાને પોષિત અને સ્વસ્થ બનાવી શકે છે. હાયલ્યુરોનિક એસિડ જેવા ફેસ સીરમમાં શક્તિશાળી મોઇશ્ચરાઇઝિંગ સામગ્રી તમારી ત્વચામાં ભેજને બંધ કરવામાં મદદ કરે છે અને તેને નરમ બનાવે છે. કારણ કે તે તમારી ત્વચામાં ઝડપથી શોષી લે છે તેથી ફેસ સીરમ ભારે કે ચીકણુ લાગતું નથી.
હોઠની કાળજી રાખો : તમે તમારા ચહેરાને સંપૂર્ણપણે ગ્લોઇંગ રાખો છો, પણ હોઠ કેમ ભૂલી જાઓ છો. તમને જણાવી દઈએ કે શિયાળામાં તમારા હોઠ સૌથી વધુ શુષ્ક હોય છે. ફાટેલા હોઠને નરમ કરવા માટે, તેને અઠવાડિયામાં બે વાર એક્સફોલિએટ કરો.
આ માટે તમે ખાંડ અને નારિયેળ તેલનું સ્ક્રબ બનાવીને તમારા હોઠને સ્ક્રબ કરી શકો છો. થોડીવાર હોઠ પર માલિશ કરીને ટિશ્યુથી સાફ કરો અને પછી લિપ બામ લગાવો.
જો તમે તમારી સ્કિન કેર રૂટિનમાં આ પગલાંઓનો સમાવેશ કરો છો તો અમને ખાતરી છે કે તમને શુષ્ક ત્વચાથી ચોક્કસપણે રાહત મળશે. જો તમારી ત્વચા ખૂબ જ શુષ્ક છે અથવા તમે ત્વચાની ગંભીર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તો પહેલા ડૉક્ટરની સલાહ લો. અમને આશા છે કે તમને આ જાણકારી ગમી હશે, તો આવી જ વધારે જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.