આપણી ત્વચાની સંભાળ લેવાની દિનચર્યામાં પહેલું અને મૂળભૂત પગલું એ છે કે ચહેરો સારી રીતે ધોવો. તમે પણ જાણતા હશો કે ચહેરો સાફ કરવા માટે સાબુનો ઉપયોગ ના કરવો જોઈએ તેને બદલે ફેસ વોશનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે સાબુમાં રહેલા કેમિકલ ચહેરાને નુકસાન પહોંચાડે છે.
તેથી દરેક બ્યુટિશિયન ચહેરાને ધોવા માટે સારી કંપનીના ફેસ વોશનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. પરંતુ પછી પણ તમારો ચહેરો સારી રીતે સાફ નથી થતો, તો પછી અમે તમને જણાવી દઈએ કે આવું થવાનું કારણ છે કે ચહેરાને સાફ કરવાની પણ એક રીત હોય છે.
એટલા માટે તમારે ફેસ વોશની સાથે તેનો ઉપયોગ કરવા પર પણ એટલું જ ધ્યાન આપવું જોઈએ. તમે કદાચ આ વિશે જાણતા નહિ હોય, પરંતુ ખોટી રીતે ફેસ વોશનો ઉપયોગ તમારી ત્વચાને ઘણી રીતે અસર કરી શકે છે. જો તમે ચહેરો ધોવાની સાચી રીત નથી જાણતા, તો આ લેખ તમારા માટે છે.
કારણ કે આજે અમે તમારી સાથે કેટલીક મહત્વની ટિપ્સ અને સ્ટેપ્સ શેર કરી રહ્યા છીએ, જેને તમે તમારો ચહેરો ધોતી વખતે ફોલો કરી શકો છો. તો ચાલો જાણીએ કે ચહેરો ધોતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
હૂંફાળા પાણીનો ઉપયોગ કરો
જ્યારે પણ તમે ચહેરો ધોવા જાઓ ત્યારે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે, જ્યારે તમે ચહેરો ધોવા જાઓ છો, ત્યારે હૂંફાળા પાણીની મદદથી ચહેરો થોડો ભીનો કરો અને પછી ફેસ વોશનો ઉપયોગ કરો. બ્યુટી એક્સપર્ટ મુજબ હૂંફાળું પાણી ત્વચાના છિદ્રો ખોલે છે, જેના કારણે ત્વચામાં જમા થયેલ વધારાનું ઓઇલ, ગંદકી પહેલાથી જ સાફ થઈ જાય છે.
હળવા હાથથી મસાજ કરો
ચહેરા પર ફેસ વોશ લગાવ્યા બાદ તેને ચહેરા પર ગોળ ગોળ મોશનમાં હળવા હાથથી મસાજ કરો અને લગભગ એક મિનિટ સુધી ચહેરા પર લગાવી રાખો. આ તમારી ત્વચાને સંપૂર્ણપણે રીતે સાફ કરશે. પરંતુ, એ ધ્યાનમાં રાખો કે ચહેરાને વધુ ઝડપથી ઘસશો નહીં કારણ કે આમ કરવાથી તમારા ચહેરાને પણ નુકસાન થઈ શકે છે.
ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો
ચહેરા પર ફેસ વોશ લગાવ્યા પછી ઠંડા પાણીની મદદથી ચહેરો ધોઈ લો. કારણ કે ઠંડુ પાણી ત્વચાના છિદ્રોને બંધ કરે છે, જેના કારણે ગંદકી ચહેરાની અંદર નથી જતી અને તમારો ચહેરો લાંબા સમય સુધી સાફ રહે છે. પરંતુ એ પણ ધ્યાનમાં રાખો કે ચહેરો ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ બિલકુલ ન કરો.
નરમ ટુવાલથી ચહેરો સાફ કરો
ચહેરો ધોયા પછી, નરમ ટુવાલની મદદથી, ચહેરો હળવા હાથથી સાફ કરો કારણ કે ખૂબ ઝડપથી કરવાથી ચહેરાને નુકસાન થઈ શકે છે. જો તમારા ચહેરા પર ખીલ હોય તો ધ્યાન રાખો કે તે દુખે ના અને છોલાઈ ના જાય નહિ તો ખીલ વધી શકે છે.
મોઇચ્છરાઇઝર લગાવો
તમારા ચહેરાને સાફ કર્યા પછી, તમારી ત્વચા પરમોઇચ્છરાઇઝર લગાવો. તમારી ત્વચાના પ્રકાર પ્રમાણે મોઇશ્ચરાઇઝર લગાવો. જો તમારી સ્કિન વધુ ઓઈલી હોય તો દિવસમાં બે વખત ફેસ વોશનો ઉપયોગ કરો. પરંતુ જો તમારી ત્વચા સામાન્ય છે, તો પછી તમે દિવસમાં એકવાર તમારો ચહેરો ધોઈ શકો છો.
સ્કિન પ્રમાણે ફેસ વોશ લો
દરેક સ્ત્રીની ચામડીનો પ્રકાર અલગ અલગ હોય છે, તેથી તેઓએ તે મુજબ કોઈપણ બ્યુટી પ્રોડક્ટ પસંદ કરવા જોઈએ. જ્યારે તમે કોઈ પણ કંપનીના ફેસ વોશ અથવા ક્લીન્ઝર ખરીદવા જાઓ ત્યારે તે પહેલા તમારી ત્વચા કઈ પ્રકારની છે તેનું ધ્યાન રાખો. પરંતુ ઘણી સ્ત્રીઓ તેમની ત્વચાના પ્રકારથી વાકેફ નથી હોતી, તેથી તેઓ બધા પ્રકારની સ્કિન માટે પ્રોડક્ટ પસંદ કરી શકે છે.
આ બાબતોનું ધ્યાન રાખો
તમે જયારે પણ તમારો ચહેરો ધોતા હોય તે પહેલા તમારા હાથને સારી રીતે ધોઈ લો. નહિંતર, તમારા હાથમાંથી ગંદકી અને બેક્ટેરિયા પણ ચહેરા પર આવી શકે છે. તમારો ચહેરો ધોવા માટે સારા ફેસ વોશનો ઉપયોગ કરો.
જો તમે વધુ ઘરવપરાશની વસ્તુઓનો ઉપયોગ કરો છો, તો પછી તમે ગુલાબજળથી તમારો ચહેરો સાફ કરી શકો છો કારણ કે તે સ્કિન માટે ખૂબ ફાયદાકારક છે. બીજી બાજુ, તમે ચહેરાની ચમક જાળવવા માટે ઘરમાં રહેલા કાચા દૂધનો પણ ઉપયોગ કરી શકો છો કારણ કે કાચું દૂધ ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ માટે ખૂબ ઉપયોગી છે.
આના સિવાય, તમે ઘરે રહેલી હળદર અથવા મધનું ફેસ પેક પણ બનાવી અને વાપરી શકો છો, પરંતુ તમારે ચહેરા પર સાબુનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. તમે મુલ્તાની માટીથી પણ ચહેરો ધોઈ શકો છો કારણ કે તે ચહેરા માટે ખૂબ ફાયદાકારક છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.