કેટલાક લોકો હોય છે કે જેને પથારીમાં સૂતાંની સાથે સારી ઊંઘ આવી જાય છે પરંતુ એવા પણ કેટલાક લોકો છે જેમને આખી રાત પથારીમાં આમતેમ પીઠ બદલતા રહે છે તેમ છતાં પણ તેઓ ઊંઘી નથી શકતા.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઉંઘ ના આવવાના કારણે તમને ઘણી બીમારીઓનો શિકાર બનાવી શકે છે. માત્ર બીમારીઓ જ નહિ પરંતુ તે તમારી ત્વચા અને વાળને પણ ખરાબ અસર કરે છે.
જો તમે પણ એવા લોકોમાંના છો કે જે ઘણા પ્રયત્નો કરવા છતાં પણ રાત્રે યોગ્ય રીતે સૂઈ નથી શકતા તો આ લેખ ચોક્કસ તમારી માટે જ છે. કારણ કે આજે અમે તમને એવી જ કેટલીક ખાસ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવ્યા પછી તમે શાંતિથી ઊંઘ મેળવી શકો છો.
આખા દિવસના થાક અને ચિતાને કારણે ઊંઘ ના આવવી એ આજકાલ સામાન્ય સમસ્યા બની ગઈ છે. અને ઘણા લોકો સારી ઊંઘ મેળવવા માટે ઊંઘની ગોળીઓનો સહારો લે છે.
પરંતુ શું તમે જાણો છો કે ઊંઘની ગોળીઓ લેવાથી આપણા શરીર પર ઘણી આડ અસર થઈ શકે છે. એટલા માટે તમારે ઊંઘવા માટે ભૂલથી પણ ઊંઘની ગોળીઓ ના લેવી જોઈએ. તેના બદલે તમે આ લેખમાં જણાવેલ કેટલાક અદ્ભુત ઉપાયોને અપનાવીને તમે તમારામાં થોડો બદલાવ લાવી શકો છો.
સ્નાયુઓને (મસલ્સ) રિલેક્સ કરો
જો તમે જલ્દી જલ્દી સુવા માંગતા હોય તો પછી તમારા સ્નાયુઓને આરામ કરો. આ માટે તમે સીધા સૂઈને થોડીવાર માટે સ્નાયુઓને હાથથી પગ સુધી સ્ટ્રેચ કરવાનો પ્રયત્ન કરો અને પછી ધીમે ધીમે સ્નાયુઓને રિલેક્સ કરો. આવું બે વાર કરો અને પછી સૂવાનો પ્રયાસ કરશો તો તમને જલ્દીથી ઊંઘ આવી જશે.
ગમતા મંત્રનો જાપ કરો
જો તમે સારી ઉંઘ મેળવવા માંગો છો તો તો સૂતા પહેલા તમારા મનપસંદ મંત્રનો જાપ કરો. જો તમે ઈચ્છો તો ગાયત્રી મંત્રનો પણ જાપ કરી શકો છો. આમ કરવાથી તમને તરત ઊંઘ આવી જશે. પરંતુ જો તમે કોઈ મંત્ર જાણતા નથી તો તમે ઓમ અથવા રામના નામનો જાપ પણ કરી શકો છો. તે તમને ગાઢ ઊંઘ લાવવામાં મદદ કરશે.
કલ્પના કરો
જો તમને રાત્રે ઊંઘ નથી આવતી તો તમે કલ્પના કરી શકો છો. જેમ કે તમે સ્વર્ગમાં છો અને ત્યાં બગીચાઓમાં અથવા શાંત પાણીમાં હોડીમાં ફરી રહયા છો. તમે તમારું પૂરું ધ્યાન તેમાં લગાવો અને અનુભવ કરો. આમ કરવાથી પણ તમને જલ્દી અને ગાઢ ઊંઘ આવશે.
પ્રાણાયામ કરો
તમે નવાઈ લગતી હશે કે પ્રાણાયામ કરવાથી થોડી ઊંઘ આવે, પરંતુ યોગ કરવાથી અને એમાં ખાસ કરીને પ્રાણાયામ કરવાથી તમને સારી અને ગાઢ ઊંઘ મેળવવામાં મદદ મળી શકે છે. આ માટે તમે ઊંડા શ્વાસ પણ લઇ શકો છો. આમ કરવાથી તમને થોડા જ સમયમાં સારી ઊંઘ આવશે.
30 સેકન્ડવાળું સૂત્ર
ઝડપથી સુવા માટેની આ એક શ્રેષ્ઠ રીત છે, પરંતુ તે કરતી વખતે તમારે ફક્ત એટલું ધ્યાન રાખવું પડશે કે તે યોગ્ય રીતે થવું જોઈએ. આમાં ઊંડા શ્વાસ લો અને બહાર કાઢો. યોગ્ય રીત શ્વાસ લેવાથી અને છોડવાથી હૃદયના ધબકારા ઓછા થાય છે અને મગજ પણ શાંત થાય છે.
આ રીતે કરવાથી તમે 30 સેકન્ડની અંદર શાંતિથી સૂઈ જાઓ છો. આ કરવા માટે તમારે પહેલા હશ અવાજ કરતી વખતે મોં દ્વારા શ્વાસ બહાર કાઢવો પડશે. અને પછી મોં બંધ કરો અને નાકથી ધીમે ધીમે શ્વાસ લો. શ્વાસને 7 ની ગણતરી કરો ત્યાં સુધી શ્વાસને રોકી રાખો. હવે 8 ની ગણતરી કરો ત્યારે મોં થી શ્વાસ છોડતા રહો. આવું તમે માત્ર 3 વખત કરો.
તો પછી શેની રાહ જુઓ છો, તમને પણ ઊંઘ નથી આવતી તો તમે પણ આ ટિપ્સને અપનાવવી શકો છો અને તમે સૂતાની સાથે જ ગાઢ અને સંપૂર્ણ ઊંઘ મેળવી શકો છો .
મને આશા છે કે આ માહિતી તમને જરૂર પસંદ આવી હશે, તો આવી જ બીજી જીવનઉપયોગી, કિચન સબંધિત, રસોઈ ટિપ્સ વગેરે જેવી માહિતી ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
Comments are closed.