soji no nasto banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સવાર અને સાંજના નાસ્તામાં જ્યારે તમને શું બનાવું સમજાતું ના હોય અને તમે રોજ એ જ નાસ્તો બનાવીને કંટાળી ગયા હોય તો આ સોજીનો આ નાસ્તો અવશ્ય બનાવો. આ ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. તમે આ નાસ્તો ઘરે કોઈ પણ મસાલા વગર થોડીક સામગ્રીથી બનાવી શકો છો.

સામગ્રી : સોજી 200 ગ્રામ, અડધો કપ દહીં, મીઠું 1/2 ચમચી સ્વાદ માટે, રેડ ચીલી ફ્લેક્સ (ક્રશ કરેલ સૂકું લાલ મરચું 1 ચમચી, સમારેલા ટામેટા 1, થોડી કોથમીર, છીણેલા કાચા બટેટા 1, સમારેલી ડુંગળી. તડકા માટેની સામગ્રી : તેલ 2 ચમચી, રાઈના દાણા 1 ચમચી, જીરું 1 ચમચી, કેટલાક મીઠા લીમડાના પાન.

ચટણી માટે સામગ્રી : થોડી કોથમીર, લીલા મરચા 3, લસણ 4-5 કળી, જીરું 1/2 ટીસ્પૂન, નમકીન મિક્સ ચવાણું 1 ચમચી, લીંબુનો રસ 2 ચમચી, પાણી 2 ચમચી, મીઠું 1/2 ચમચી સ્વાદ માટે.

સોજીનો ક્રિસ્પી નાસ્તો બનાવવાની રીત : નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ એક મોટા બાઉલમાં 1 કપ સોજી, અડધો કપ દહીં, અડધો કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખીને સારી રીતે મિક્સ કરીને જાડું બેટર બનાવો. પછી બેટરને 5 મિનિટ ઢાંકીને રાખો, જેથી સોજી સારી રીતે ફૂલી જાય.

લગભગ 5 મિનિટ પછી બેટરમાં એક ચમચી ક્રશ કરેલું સૂકું લાલ મરચું, 1 સમારેલ ટામેટું, 1 સમારેલી ડુંગળી અને એક છીણેલું કાચું બટાકુ ઉમેરીને બધી વસ્તુઓને બેટરમાં સારી રીતે મિક્સ કરી લો.

હવે ગેસ પર તડકા લગાવવા માટે એક પેન મૂકીને 2 ચમચી તેલ મૂકી ગરમ કરો. ત્યાર બાદ પેનમાં 1 ચમચી જીરું અને 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું નાખીને ચટકવા દો, પછી તેમાં મીઠા લીમડાના પાન ઉમેરીને સાંતળો. પછી ગેસ બંધ કરીને આ તડકો બેટરમાં રેડીને મિક્ષ કરી લો.

હવે નાસ્તાને તળવા માટે એક કડાઈમાં થોડું તેલ મૂકીને ગરમ કરો. તેલ ગરમ ​​થાય એટલે તેલમાં બેટરને એક-એક ચમચી વડે નાખો. પછી તેને મધ્યમ તાપ પર સારી રીતે એકબાજુ તળાઈ જાય એટલે ફેરવીને જ્યાં સુધી તે સોનેરી રંગ ના થાય ત્યાં સુધી તળો.

હવે લીલી ચટણી માટે મિક્સર જારમાં થોડી લીલી કોથમીર, લીલું મરચું, લસણ, અડધી ચમચી જીરું, એક ચમચી લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી પાણી ઉમેરીને બધી સામગ્રીને પીસી લો. ચટણી બનીને તૈયાર છે. તો તૈયાર છે સોજીનો ક્રિસ્પી નાસ્તો અને લીલી ચટણી. હવે લીલી ચટણી સાથે આ ગરમા ગરમ આ નાસ્તાનો આનંદ લો.

નોંધ : આ નાસ્તા માટે બેટર થોડું જાડું બનાવો કારણ કે બેટર જાડું હશે તો જ નાસ્તો તેલમાં સારી રીતે ફૂલેલો સારો બનશે. તળવા માટે ઊંડી કઢાઈને બદલે માલપુઆ માટે જે સમતલ તળિયાવાળી આવે તે કઢાઈ લો. ઘણા લોકો તેને ચાચર પણ કહે છે.

નાસ્તામાં તળવા માટે પહેલા તેલને બરાબર ગરમ કરો અને પછી ગેસને મીડીયમ કરીને સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લો. નાસ્તો બનાવતી વખતે બેટરને તેલમાં નાખ્યા પછી, ચમચી વડે તેના ઉપરથી થોડું ગરમ ​​તેલ રેડવું જેથી તે ઉપરથી થોડું તળાઈ જાય. તમે તેને લીલી ચટણીને બદલે ટોમેટો કેચપ સાથે પણ ખાઈ શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા