આપણા ખોરાકમાં જો સૂપ ના હોય તો ખોરાક અમુક અંશે અધૂરો લાગે છે, તેથી જ લગભગ દરેકના ઘરે ભોજન પહેલાં અથવા પછી સૂપનો ટેસ્ટ કરવાનું ભૂલતા નથી. સૂપ એક એવી વસ્તુ છે જે બાળકોથી લઈને મોટી વયના દરેકને ગમે છે.
ઘણી મહિલાઓ સૂપમાં ઘણા પ્રકારના શાકભાજી ઉમેરીને તેમના આહારમાં સમાવેશ કરી લે છે, પણ જો સૂપ ખૂબ પાતળો થઈ જાય, તો ઘણા લોકોને ટેસ્ટ કરવાનું મન પણ થતું નથી.
એવામાં જો તમે સૂપ બનાવી રહ્યા છો અને તે પાતળો થઇ જાય છે અને તમે તેને ઘટ્ટ એટલે કે જાડો કરવા માંગો છો, તો અમે તમને રસોડાની કેટલીક સરસ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવીને તમે તેને સરળતાથી ઘટ્ટ કરી શકો છો.
ક્રીમ : રસોડામાં રહેલી ક્રીમ એક એવી વસ્તુ છે જેની મદદથી તમે સરળતાથી સૂપને ઘટ્ટ બનાવી શકો છો. આનો ઉપયોગ કરીને સૂપ પણ સ્વાદિષ્ટ બનશે અને ઘટ્ટ પણ થશે. આ માટે સૌથી પહેલા તમે સૂપને એક વાસણમાં મૂકીને ગરમ કરો. જ્યારે સૂપ ગરમ થઈ જાય ત્યારે જરૂર મુજબ ક્રીમ ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરો અને ગેસ બંધ કરો. ચોક્કસ ઘરના બાકીના લોકોને પણ તે ખૂબ જ ગમશે.
મગફળીનો પાઉડર : તમને વિચિત્ર લાગશે, પણ મગફળીના પાવડરની મદદથી તમે સરળતાથી પાતળા સૂપને એકદમ ઘટ્ટ બનાવી શકો છો. આ માટે સૌથી પહેલા કાચી મગફળીને સારી રીતે શેકી લો.
શેકાઈ ગયા બાદ તેને મિક્સરમાં નાખીને સારી રીતે પીસીને એક વાસણમાં કાઢી લો. અહીં બાજુમાં તમે સૂપ ગરમ કરવા માટે રાખો. સૂપ ગરમ થઇ જાય એટલે તેમાં મગફળીનો પાવડર નાખીને બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો.
દહીં : પાતળા સૂપ ને ઘટ્ટ કરવા માટે દહીં પણ એક ઉત્તમ વિકલ્પ છે. જો તમને સૂપ થોડો હળવો ખટાશ ગમે છે, તો તમે તેનો સરળતાથી ઉપયોગ કરી શકો છો. આ માટે સૌથી પહેલા દહીંને સારી રીતે હલાવી લો. અહીં તમે બાજુમાં એક વાસણમાં સૂપ ને ગરમ કરવા માટે રાખો.
સૂપ ગરમ થાય એટલે તેમાં દહીં નાખીને બરાબર મિક્સ કરો. જો તમે ઇચ્છો તો આ સૂપને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તમે એક ચપટી ચાટ મસાલો પણ ઉમેરી શકો છો.
આ વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકાય : ક્રીમ, દહીં અને મગફળીના પાવડર સિવાય રસોડામાં કેટલીક બીજી વસ્તુઓ છે, જેનો ઉપયોગ કરીને તમે સરળતાથી પાતળા સૂપને ઘટ્ટ બનાવી શકો છો. ઉદાહરણ તરીકે, નાળિયેરનું દૂધ પણ ઉત્તમ વિકલ્પ છે.
આ સિવાય બ્રેડનો ભૂસું અથવા મકાઈનો લોટ ઉમેરીને પણ સૂપને ઘટ્ટ બનાવી શકાય છે. ઘણા લોકો સૂપને ઘટ્ટ કરવા માટે ચણાના લોટનો પણ ઉપયોગ કરતા હોય છે, પરંતુ તમારે તે ના કરવું જોઈએ, કારણ કે તે સૂપનો સ્વાદ બગાડી પણ શકે છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.
Comments are closed.