sprouted salad recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો તમે કોઈ પણ પ્રકારની કસરત કર્યા વગર જ સરળ રીતે વજન ઓછું કરવા માંગતા હોય તો તો તમારે તમારા આહાર પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. તમારા આહારમાં વિવિધ પ્રકારના સ્પાઉટ્સનો સમાવેશ કરવાથી, તે સ્વસ્થ રહેવાની સાથે વજન ઘટાડવામાં પણ ખુબ જ મદદ કરે છે.

1. આખા મૂંગ અને કાબુલી ચણાનું સલાડ :

1-1 કપ આખા મગ અને ચણાને 6-7 કલાક પાણીમાં પલાળી રાખો. પાણી નિતારી લીધા પછી તેને સુતરાઉ કપડા પર મૂકી ગાંઠ બાંધી આખી રાત માટે રાખો. જ્યારે સ્પ્રાઉટ્સ બહાર આવે ત્યારે તેને પહેલા ધોઈ લો. આ પછી એક બાઉલમાં કાઢીને તેમાં, છીણેલું ગાજર, ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, લીલા મરચાં, કાકડી, લીંબુનો રસ અને થોડું મીઠું નાખીને સર્વ કરો.

ખાસ ટીપ : ચણામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીન હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. આ બંને ઓછી કેલરીવાળા શાકભાજી, જેમ કે લીલા મરચાં, લીંબુનો રસ અને કાકડીમાં વજન ઘટાડવાની પ્રોપર્ટીઝ હોય છે. આ ઓછી કેલરીવાળા શાકભાજીને સલાડમાં મિક્સ કરવાથી સલાડ સ્વાદિષ્ટ લાગે છે.

2. સાદા મગ સ્પ્રાઉટ્સ સલાડ

એક પેનમાં થોડું તેલ ગરમ કરીને તેમાં રાઈ અને જીરું નાંખો. થોડું તતડે એટલે તેમાં છીણેલું આદુ અને લીલા મરચાને મિક્સ કરો, આ પછી તેમાં સ્પ્રાઉટ્સ મગ, કાળા મરીનો પાઉડર, મીઠું અને લીંબુનો રસ નાખી 1 મિનિટ પકાવો.

3. મેથી સ્પ્રાઉટ્સ અને બટાકાનું સલાડ

1 કપ મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળીને રાખો. જો તે અંકુરિત થાય છે, તો પછી તેને કાપી નાખો. તેમાંથી પાણી કાઢી લો અને તેને એક બાઉલમાં રાખો. તેમાં ઝીણી સમારેલી ડુંગળી, બાફેલા બટાકા, લીલા મરચાં, લીંબુનો રસ, ઓલિવ ઓઈલ અને મીઠું નાખીને સાંતળો.

ખાસ ટિપ : બટાકામાં કેલરી ઓછી હોય છે અને તે પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે ક્યારેક વજન ઘટાડવામાં મદદ કરે છે. જો તમે ઇચ્છો તો બીજા શાકભાજી પણ ઉમેરી શકો છો જે વજન ઘટાડી શકે છે, જેમ કે બ્રોકોલી, લીલા વટાણા, પાલક, શક્કરીયા વગેરે વગેરે. મેથી લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરે છે અને પાચનતંત્રને સુધારે છે.

4. સ્પ્રાઉટ્સ અને ફ્રુટ્સ સલાડ 

કૂકરમાં 1 કપ સ્પ્રાઉટ્સ મગ, અડધો કપ પાણી, 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને એક ચપટી મીઠું ઉમેરો અને તે નરમ થાય ત્યાં સુધી પકાવો. ધ્યાન રાખો કે સ્પ્રાઉટ્સ ખૂબ નરમ ન થવા જોઈએ. સ્પ્રાઉટમાંથી પાણી કાઢી લો અને તેને એક બાઉલમાં કાઢી લો.

હવે તેમાં સમારેલા કેળા, સફરજનના ટુકડા, દાડમના દાણા, લીંબુનો રસ, ચાટ મસાલો, જીરું પાવડર, સંચળ, મીઠું અને કાળા મરીનો પાઉડર ઉમેરીને સારી રીતે મિક્ષ કરી લો. અહીંયા તમે સ્પ્રાઉટ્સ અને ફ્રુટ સલાડમાં તમારી ઈચ્છા મુજબ કોઈપણ મોસમી ફળ ઉમેરી શકો છો.

5. સ્પ્રાઉટ્સ મગ અને મકાઈ સલાડ

1 કપ સ્પ્રાઉટ્સ મગ અને 1 કપ બાફેલી મકાઈમાં લીંબુનો રસ, મીઠું, લાલ મરચું પાઉડર અને ચાટ મસાલો ઉમેરો અને સારી રીતે મિક્સ કરીને દરોજ ખાવાનું શરુ કરો.

6. ઘઉંટ્સ સલાડ

1 કપ ઘઉંના દાણાને આખી રાત માટે પાણીમાં પલાળી રાખો. સવારે ઉઠીને પાણી નિતારી લો અને તેમાં સમારેલું સફરજન, છીણેલું ગાજર, સમારેલું કોબી, 1 ચમચી મધ, 1 ચમચી લીંબુનો રસ અને ઓલિવ ઓઇલ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

નોંધ : આ ઘઉંના સ્પ્રાઉટ્સ સલાડ બનાવતી વખતે તમે તમારી ઇચ્છા મુજબ કોઈપણ શાકભાજી અથવા ફળો ઉમેરી શકો છો જે વજન ઘટાડવા માટે મદદરૂપ છે. 

જો તમે પણ વજન ઓછું કરવા માંગતા હોય અથવા કરી રહયા હોય તો તમે પણ સવારે આ સલાડને ખાઈ શકો છો. આ સલાડ તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખશે, જે તમને વધારે ખાવાથી બચાવશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા