steam facial at home for glowing skin in gujarati
Image Credit - freepik
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

Facial At Home: જો ત્વચાની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો ચહેરો નિસ્તેજ દેખાવા લાગે છે. જો કે નિસ્તેજ ત્વચાને સોફ્ટ અને સુંદર બનાવવા માટે તમને બજારમાં વિવિધ પ્રકારની ક્રિમ ઉપલબ્ધ છે. પરંતુ તેમાં કેમિકલ્સનો ઉપયોગ થયેલો હોય છે જે ત્વચા માટે હાનિકારક હોય છે.

આવી સ્થિતિમાં તમારે ઘરેલુ ઉપાયો અપનાવવા જોઈએ. આ પહેલા તમે પણ ચહેરાની સ્ટીમિંગ વિશે સાંભળ્યું જ હશે? તમને જણાવી દઈએ કે તેનાથી ત્વચાને ઘણા ફાયદા થાય છે. તમે ઘરે બેઠા સ્ટીમ ફેશિયલ કરી શકો છો. તેનાથી તમારા ચહેરા પર ચમક આવવાની સાથે ડાઘ-ધબ્બા પણ ઓછા થશે.

શું તમે જાણવા માગો છો કે સ્ટીમ ફેશિયલ કેવી રીતે કરવું અને કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું તે વિશે વધુ જાણવા માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

પહેલા કરો આ કામ : સૌપ્રથમ એક વાસણમાં પાણી ઉમેરીને ગેસ પર ઉકળવા મૂકો. હવે તમારો ચહેરો ધોઈ લો જેથી ચહેરાની ગંદકી સાફ થઈ જાય. આ માટે હળવા ફેશવોશનો ઉપયોગ કરો. સ્ટીમ ફેશિયલ કરતા પહેલા ત્વચાને સાફ કરવી જરૂરી છે કારણ કે તેનાથી સ્ટીમ પોર્સ ખુલે છે.

જો તમારી પાસે સંવેદનશીલ અથવા શુષ્ક ત્વચા હોય તો માત્ર પાણીથી સાફ કરો. હવે ગરમ પાણીમાં હર્બ્સ એસેન્શિયલ ઓઈલ નાખો, કારણ કે તેનાથી સ્ટીમિંગ કરતી વખતે સરસ સુગંધ આપશે. જો તમારી પાસે એસેન્સિયલ ઓઇલ નથી તો તમે ટીબેગનો પણ ઉપયોગ કરી શકો છો. આ સિવાય તમે લેમનગ્રાસ અથવા ચંદન એસેન્સિયલ ઓઈલનો પણ ઉપયોગ કરી શકો છો.

સ્ટીમ ફેશિયલ કેવી રીતે કરવું : સૌથી પહેલા તમારા માથાને ટુવાલથી ઢાંકો. લગભગ 10 મિનિટ સુધી ચહેરાને સ્ટીમ કરો. સ્ટીમ કરતી વખતે તમારી આંખો બંધ રાખો અને ઊંડો શ્વાસ લો. આમ કરવાથી ત્વચાના રોમછિદ્રો ગરમીથી ખુલી જશે.

હવે તમારા ચહેરા પર માસ્ક લગાવવાનું છે. આ માટે તમે મુલતાની માટીના માસ્કનો ઉપયોગ કરી શકો છો. તમારે તેને બજારમાંથી માસ્ક ખરીદવાની જરૂર નથી, ઘરે માસ્ક બનાવી શકો છો. આ માટે મુલતાની માટીમાં થોડું પાણી ઉમેરો અને ઘટ્ટ પેસ્ટ બનાવો. પછી આખા ચહેરા પર લગાવો.

લગભગ 15 મિનિટ રાખો અને પછી તમારા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. હવે ટોનરનો ઉપયોગ કરવાનો છે, તો આ માટે કોટનથી ચહેરા પર ટોનર લગાવો. તેનાથી તમારી ત્વચા ફ્રેશ અને ટોન્ડ દેખાવા લાગશે.

હવે છેલ્લું સ્ટેપ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું છે. આ તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે કારણ કે વરાળ લેવાથી ત્વચા શુષ્ક થઈ જાય છે. ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવો અને હળવા હાથે મસાજ કરો. જો તમારી પાસે કોઈ મોઇશ્ચરાઇઝર નથી તો તમે ચહેરા પર નારિયેળ તેલ જેવા કુદરતી તેલ પણ લગાવી શકો છો.

સ્ટીમ ફેશિયલ કરતી વખતે આ વસ્તુઓનું ધ્યાન રાખો : તમારા ચહેરાને લાંબા સમય સુધી વરાળ ન આપો અને પાણીથી ચહેરાને ખુબ નજીક ના રાખો, કારણ કે તેનાથી ત્વચા બળી શકે છે. આશા છે કે તમને સ્ટીમિંગ ફેસિયલ પસંદ આવ્યો હશે. આવી જ બ્યુટી સબંધિત માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા