ઠંડીની ઋતુ તો હજુ ચાલુ જ છે અને આપણે આ ઋતુમાં ગરમ તળેલી વસ્તુઓ ખાવાનું વધારે પસંદ કરીએ છે. આપણામાંના મોટાભાગના લોકો શિયાળાની ઋતુમાં ભજીયા, પકોડા, સમોસા વગેરે વધારે ખાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ વસ્તુઓ જેટલી સ્વાદિષ્ટ લાગે છે તેટલી જ તે પેટ માટે પણ એટલી જ હાનિકારક છે.
તળેલી વસ્તુઓનું વધારે પડતું સેવન પાચનતંત્રને બગાડી શકે છે. ઠંડીની ઋતુમાં ખાસ કરીને જ્યારે આપણે વધુ તળેલા અને ફાસ્ટ ફૂડનું સેવન કરીએ છીએ ત્યારે આવા ખોરાક ખાધા પછી લોકોને પેટ સાફ ના રહેવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
પેટ સાફ ના થવાને કારણે કબજિયાત થઈ શકે છે જે ખરેખર ખૂબ જ પીડાદાયક હોઈ શકે છે. જો કબજિયાત હોય તો પેટમાં દુખાવો, ઉબકા, ખાટા ઓડકાર, પેટમાં ગેસ વગેરે સમસ્યા થઈ શકે છે. પરંતુ આ બધી સમસ્યાઓથી બચવા માટે તમે તમારા આહારમાં કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો સમાવેશ કરી શકો છો જે તમને સારી પાચનશક્તિ અને પેટમાં આરામ કરવામાં મદદ કરી શકે છે.
1. વરિયાળી : વરિયાળી એક એવો જ ઘરેલું ઉપાય છે જેને આપણે રસોડામાં ઉપયોગ કરીએ જ છીએ, જે પેટના ગેસને દૂર કરવામાં મદદ કરે છે. વરિયાળીમાં આવા ઘણા પોષક તત્વો મળી આવે છે જે ગેસ અને કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
2. લસ્સી : જો તમે ઓઈલી ખાધું હોય જેના કારણે પેટમાં ગેસ અને અપચોની સમસ્યા થાય છે તો લસ્સીનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે ઠંડીમાં લસ્સીનું સેવન રાત્રે નહીં પણ દિવસમાં જ કરવું જોઈએ. લસ્સીમાં જીરું અને કાળું મીઠું ઉમેરીને પીવાથી પેટમાં તરત આરામ મળે છે.
3. સલાડ : સલાડ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે અને જો તમે ભારે વસ્તુઓ ખાધી છે જેના કારણે તમારું પાચન બગડ્યું છે તો તમારે સલાડ ખાવું જોઈએ. સલાડમાં કાળું મીઠું, શેકેલું જીરું અને એક ચપટી કાળા મરીનો પાવડર નાખીને ખાવાથી પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે.
4. લીંબુ પાણી : પેટ બરાબર સાફ ના થયું હોય અથવા વધારે તળેલી વસ્તુઓ ખાવાથી પેટ ભારે ભારે લાગતું હોય તો તમે સવારે ખાલી પેટ નવશેકા પાણીમાં લીંબુનો રસ ભેળવીને પી શકો છો. જો તમે ઈચ્છો તો તેમાં કાળું મીઠું પણ ઉમેરી શકો છો.
જો તમને પણ પેટની કોઈ સમસ્યા છે તો તમે પણ ઉપર જણાવેલ ઉપાયો કરી શકો છો અને તરત જ રાહત એલવી શકો છો. જો તમને આ જાણકરી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.