આજે અમે તમારી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પાપડની રેસીપી લઈને આવ્યા છીએ. જેને તમે ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ શકો છો. પાપડમાંથી બનેલી ખૂબ જ અનોખી રેસીપી જેમાં પાપડને તવા પર શેક્યા બાદ તેનો કોન બનાવીને તેમાં નમકીન ભરો. પછી જેને ખાવાથી ખૂબ જ સરસ લાગશે.
સામગ્રી : મસાલા પાપડ – 5 નંગ, ડુંગળી – 1 મધ્યમ કદની જીણી કાપો, મિક્સ નમકીન – 150 ગ્રામ, લીલા મરચા જીણું સમારેલું – 1, સરસોનું તેલ -1 ચમચી, મીઠું થોડું, લીંબુનો રસ – 1 ચમચી અને લીલી કોથમીર જીણી સમારેલી 1 ચમચી.
સ્ટફ્ડ પાપડ કોન બનાવવાની રીત : સ્ટફ્ડ પાપડ કોન બનાવવા માટે તમારે પહેલા પાપડમાંથી કોન બનાવવાનો છે અને તેના માટે તમારે પહેલા મસાલા પાપડ લેવાના છે, ત્યારબાદ પાપડને ચપ્પાથી અડધા ભાગમાં કાપી લો. હવે પાપડને શેકવા માટે મધ્યમ આંચ પર નોન-સ્ટીક પેન મૂકો.
પેન ગરમ થાય પછી, અડધો પાપડ લો અને તેને ગરમ કરવા માટે પેન પર રાખો અને પાપડને કોટનના કપડાથી હળવા હાથે દબાવો અને પહેલા પાપડને એક બાજુથી સારી રીતે શેકી લો. ત્યાર બાદ પાપડને ફેરવીને બીજી બાજુથી પણ સારી રીતે શેકી લો.
જ્યારે પાપડ બંને બાજુથી શેકાઈ જાય ત્યારે પાપડને કિચન ટુવાલ પર મૂકો અને તેને હાથથી ફોલ્ડ કરતા તેને કોનનો આકાર આપો અને પછી કોનને ટુવાલથી થોડી વાર માટે ઢાંકીને રાખો. જેથી તે ખુલે નહીં.
રસોડામાં ટુવાલનો ઉપયોગ કરવાનું કારણ છે કે જ્યારે તમે પાપડને વાળીને તેમાંથી કોન બનાવો છો ત્યારે પાપડ ગરમ હોય છે જેથી તમારા હાથ બળી ન જાય. તેથી કિચન ટુવાલનો ઉપયોગ કરવો જરૂરી છે. પાપડ ગરમ હશે ત્યારે જ તેનો કોન બનાવી શકાય છે.
આ જ રીતે પાપડના બીજા અડધા ભાગને શેકીને કોન બનાવો અને આ રીતે બધા પાપડને અડધા ભાગમાં કાપીને શેકી લો અને બધાના કોન બનાવો. હવે કોનમાં ભરવા માટે મસાલો તૈયાર કરવાનો છે.
આ માટે એક બાઉલ લો, તેમાં મિક્સ નમકીન , ડુંગળી, લીલું મરચું, સરસોનું તેલ, મીઠું, લીંબુનો રસ અને ;લીલી કોથમીર નાખીને ચમચીથી સારી રીતે મિક્સ કરો. હવે એક પાપડ કોન લો અને તેમાં તૈયાર કરેલ નમકીન મસાલો ભરો.
એ જ રીતે બધા પાપડના કોન્સમાં નમકીન મસાલો ભરી લો. તો તમારા સ્વાદિષ્ટ સ્ટફ્ડ પાપડ કોન્સ બનીને તૈયાર છે. જેને બનાવીને તરત જ પીરસો, કારણ કે જો તમે તેને તરત જ ખાતા નથી તો પાપડ નરમ પડી શકે છે.
પાપડ નરમ પડે તેનું કારણ છે નમકીન મિશ્રણમાં ડુંગળી, લીંબુનો રસ અને લીલી કોથમીર ઉમેરવામાં આવ્યા છે. જેના કારણે તેને તરત જ ખાવામાં ના આવે તો પાપડ નરમ થઈ શકે છે. તેથી પાપડના કોનમાં મસાલો ભરીને તરત ખાઈ લો.