વિશ્વમાં લગભગ દરેક ઘરમાં ખાંડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઘણી એવી વાનગીઓ છે જે ખાંડ વગર સ્વાદિષ્ટ નથી બનતી હોતી. ખાંડનો ઉપયોગ માત્ર પીણાં અને મીઠાઈઓની મીઠાશ વધારવા માટે જ નહીં, પરંતુ ઘણી વાનગીઓના રંગ અને સ્વાદને વધારવા માટે પણ થાય છે.
પરંતુ, શું તમે જાણો છો કે વધુ પડતી ખાંડ ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર ઘણી ખરાબ અસર પડી શકે છે. આ નાના સફેદ નાના દાણા વિવિધ આડઅસરોથી ભરેલા છે જેની તમને જાણકારી હોવી ખુબ જ જરૂરી છે.
જો કે, કોઈપણ વસ્તુ વધારે ન ખાવી જોઈએ, કારણ કે જ્યારે તમે કંઈપણ વધારે ખાઓ છો, તો તેની આડઅસર થવી ચોક્કસ છે. તેવી જ રીતે, વધુ પડતી ખાંડ પણ આપણા શરીરને ઘણી રીતે નુકસાન કરી શકે છે. ચાલો જાણીએ ખાંડનું વધુ પડતા સેવન કરવાથી થી તમને આ સમસ્યાઓ થઈ શકે છે.
અંગોમાં ચરબીનો વધારો કરે છે : ખાંડનું પ્રમાણ વધુ હોય તે ખોરાક લીવરને વધુ ચરબી સંગ્રહિત કરવા દબાણ કરે છે. આનાથી નોન-આલ્કોહોલિક ફેટી લીવર બીમારીઓ પણ થઈ શકે છે. સ્થૂળતા અથવા વધુ વજનમાં ખાંડનો મોટો પણ સૌથી ફાળો છે. ફ્રુક્ટોઝનું સેવન વ્યક્તિની ભૂખ અને ગ્લુકોઝ કરતાં વધુ ખાવાની ઈચ્છા સાથે સંકળાયેલું છે.
ત્વચા સમસ્યાઓ : ડાયટમાં વધુ પડતી ખાંડ પણ તમારી ત્વચાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ ખીલનું કારણ બની શકે છે અને વૃદ્ધત્વને ઝડપી બનાવી શકે છે. અભ્યાસો અનુસાર, વધુ પડતી ખાંડ ખાવાથી એન્ડ્રોજનના સ્ત્રાવમાં વધારો થઈ શકે છે અને ત્વચામાં તેલનું ઉત્પાદન અને બળતરા થઈ શકે છે.
ટાઈપ 2 ડાયાબિટીસ : ખાંડનો વધુ પડતો વપરાશ સ્થૂળતા તરફ દોરી શકે છે, જે ડાયાબિટીસની શરૂઆત માટેનું મુખ્ય જોખમ પરિબળ છે. આવું વૈજ્ઞાનિક કારણસર થાય છે – ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ બ્લડ સુગર લેવલમાં વધારો કરે છે અને પછી ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે.
હૃદય રોગનું જોખમ : વધુ પડતી ખાંડને કારણે ધમનીઓની આસપાસના સ્નાયુ કોષો સામાન્ય કરતાં વધુ ઝડપથી વિકસી શકે છે, જે હાઈ બ્લડ પ્રેશરના લક્ષણો તરફ દોરી શકે છે, જે હૃદય રોગ માટેનું સામાન્ય જોખમી પરિબળ છે.
કોલેસ્ટ્રોલ લેવલ વધારવું : કેટલાક અભ્યાસો દર્શાવે છે કે વધુ પડતી ખાંડ ખાવાથી બિનઆરોગ્યપ્રદ કોલેસ્ટ્રોલના ઉત્પાદન પર સીધી અસર પડે છે. ખાંડને એક એવો ખોરાક માનવામાં આવે છે જે હેલ્દી કોલેસ્ટ્રોલના સ્તરને ખતરનાક રીતે ઘટાડી શકે છે.
અલ્ઝાઈમરનું જોખમ : ખાંડનું વધુ સેવન પણ અલ્ઝાઈમરના વધતા જોખમ સાથે સંકળાયેલું હોય છે. આ એક ગંભીર રોગ છે જેમાં મગજની ગ્લુકોઝની પ્રક્રિયા કરવાની ક્ષમતા નષ્ટ થઈ જાય છે.
વધુ પડતી ખાંડ ખાવાના લક્ષણો : વધુ પડતી ખાંડ ખાવાથી શું થાય છે તે તો તમે જાણી જ ગયા છો, પરંતુ કેવી રીતે જાણવું કે તમે વધુ પડતી ખાંડ ખાઓ છો. તો ચાલો જાણીએ એવા લક્ષણો કે જે વધુ પડતી ખાંડ ખાવાથી તમારા શરીરમાં દેખાઈ શકે છે. ત્વચાનું આરોગ્ય ખરાબ થવું, બિનજરૂરી વજન વધવું, વધારે ભૂખ લાગવી, સુસ્તી અને થાક લાગવો.
કેટલી ખાંડ ખાવી જોઈએ : નિષ્ણાતોના મતે, એક પુખ્ત વ્યક્તિએ દરરોજ 30 ગ્રામ ખાંડ ખાવી જોઈએ. જો કે, આ માત્રા ફક્ત તે લોકો માટે છે જેમને કોઈપણ પ્રકારની બીમારી નથી. જો તમે કોઈ રોગની સારવાર લઈ રહ્યા છો અથવા તમને કોઈ અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા છે, તોતમારા ડૉક્ટરની સલાહ લો.