suji barfi banavani rit
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

જો તમારા ઘરમાં માવો અને દૂધનો પાઉડર ન હોય અને તમને મીઠાઈ ખાવાની ઈચ્છા હોય તો તમે સોજી ની બરફી બનાવીને ખાઈ શકો છો. આ એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ હોય છે જે મોઢામાં જતા ની સાથે ઓગળી જશે.

આ સોજીની બરફી બનાવવા માટે તમે માવા અને મિલ્ક પાવડર વગર, કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર ઘરે સરળતાથી બનાવીને સ્વાદિષ્ટ બરફીનો આનંદ લઇ શકો છો તો ચાલો બરફી બનાવવાની રીત જોઈએ.

સામગ્રી : 300 ગ્રામ સોજી, 50 ગ્રામ દૂધની મલાઈ, 2 ચમચી દૂધ, 1 મોટી ચમચી દેશી ઘી, 200 ગ્રામ ખાંડ, 100 મિલી પાણી અને 1 ચમચી ઈલાયચી પાવડર.

સોજીની બરફી બનાવવાની રીત : બરફી બનાવવા માટે સૌ પ્રથમ સોજીને મિક્સર નાખીને જીણી પીસી લો, જેથી જો સોજી મોટી હોય તો ઝીણી થઇ જાય. સોજીને પીસ્યા પછી એક બાઉલમાં કાઢી લો. જાવે બાઉલમાં દૂધની મલાઈ અને લગભગ 2 થી 3 ચમચી ગરમ દૂધ ઉમેરો.

હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો અને પછી તેને 10 થી 12 મિનિટ માટે ઢાંકીને બાજુ પર મુકો, જેથી સોજી સારી રીતે એટ થઈને ફૂલી જાય. ત્યાં સુધી બરફી બનાવવા માટે ખાંડની ચાસણી તૈયાર કરી લો.

ખાંડની ચાસણી બનાવવા માટે ગેસ પર એક તપેલીમાં એક કપ ખાંડ અને અડધો કપ પાણી નાખીને ચાસણી તૈયાર કરો, ખાંડ સારી રીતે ઓગાળી ગયા પછી તેને 1 મિનિટ સારી રીતે પકાવો. અહીંયા ચાસણી હલકી જાડી તૈયાર કરવાની છે.

હવે સોજીને લગભગ 10 થી 12 મિનિટ પછી ફરી એકવાર તમારા હાથથી સોજીને મેશ કરો, જેથી કરીને તેમાં કોઈ ગઠ્ઠો ના રહે. હવે ગેસ પર કઢાઈ મૂકો અને તેમાં એક મોટી ચમચી ઘી ઉમેરો અને ગરમ કરો.

ઘી ગરમ થાય એટલે તેમાં સોજી ઉમેરીને મધ્યમ આંચ પર સતત હલાવતા રહીને 5 થી 6 મિનિટ સુધી શેકો, જેથી સોજી સારી રીતે શેકાઈ જાય અને કાચી ના રહે. સોજીને શેકતા ધ્યાન રાખો કે તેનો કલર ના બદલાવો જોઈએ.

સોજી શેક્યા પછી, સોજીમાં બનાવેલી ખાંડની ચાસણી અને ઈલાયચી પાવડર ઉમેરો અને ખાંડની ચાસણીને મધ્યમ તાપ પર ત્યાં સુધી પકાવો જ્યાં સુધી સોજી સંપૂર્ણપણે ખાંડની ચાસણીને શોષીને બરફી જામવા લાયક ના બની જાય.

આ પછી ગેસ બંધ કરીને બરફીને મોલ્ડ કે પ્લેટમાં બટર પેપર મૂકી, તેના પર ઘી થી ગ્રીસ કરીને સેટ થવા મુકો. પછી બરફીને પંખાની હવામાં લગભગ 1 કલાક રાખો જેથી કરીને બરફી સંપૂર્ણપણે કડક થઈ જાય.

બરફી બરાબર સેટ થઈ ગયા પછી તેને મોલ્ડમાંથી બહાર કાઢીને તેના પર સિલ્વર વર્ક લગાવીને તેના પીસ કરી લો. સિલ્વર વર્ક તમારી પાસે નથી તો તમે ઉપરથી સમારેલા ડ્રાય ફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો. આ પછી તેને ખાવા માટે સર્વ કરો.

આ રીતે તમે ઘરે એક વાર સોજીની બરફી બનાવીને ટ્રાય કરી શકો છો અને તેને એક અઠવાડિયા સુધી આરામથી ખાએક ડબ્બામાં ભરીને ખાઈ શકો છો કારણ કે આ બરફી બહુ ઝડપથી બગડટી નથી.

નોંધ : સોજીને શેકતી વખતે ગેસની આંચ મીડીયમ રાખો, સોજીને ઉંચી આંચ પર શેકવાથી સોજી સોનેરી લાલ થઈ જશે અને બરફી સફેદ રંગમાં બનશે નહીં. બરફી માટે એકપણ તારની ચાસણી ના બનવી જોઈએ, માત્ર ખાંડ ઓગળીને થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.

One reply on “માવા કે મિલ્ક પાવડર વગર માત્ર 10 મિનિટમાં સોજીની સોફ્ટ બરફી બનાવવાની રીત”

Comments are closed.