પ્રદૂષણ જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિકારક માનવામાં આવે છે. અત્યારેં દિવસે ને દિવસે માણસોની સંખ્યા ખુબજ વધી રહી છે સાથે સાથે તેમની જીવન જરૂરી સામગ્રીમાં વધારો થઇ રહ્યો છે. અત્યારના સમયમાં વૃક્ષોની સંખ્યામાં ખુબજ ઘટાડો થઇ રહ્યો છે.
તેથી જે રીતે પ્રદૂષણનું સ્તર દિવસે ને દિવસે વધ્યું છે, જેના કારણે મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે. આ સમસ્યા પાછળથી સાઇનસ રોગનું સ્વરૂપ બની જાય છે. સાઇનસ રોગ ત્યારે થાય છે જ્યારે આપણા ચહેરાના હાડકાંની પાછળ હવાથી ભરેલા સાઇનસમાં સોજો આવે છે.
સાઇનસ રોગનો કોઈપણ વયની વ્યક્તિને થઈ શકે છે, તેથી તેને હળવાશથી ન લેવો જોઈએ. જો તમને લાગે છે કે તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે તો તમે અહીંયા બતાવેલા ઘરેલું ઉપાય અજમાવો.
1- કપાલભાતિ પ્રાણાયામ: જેટલા રોગ દવાથી લેવાથી મટી શકે છે તે બધા જ રોગ યોગ, પ્રાણાયામ થી પણ મટી શકે છે. યોગથી તમામ પ્રકારના રોગો મટે છે. તમને જણાવી દઈએ કે સાઇનસ એ શ્વાસ સંબંધી રોગ છે, તેથી આ રોગમાં પણ યોગને રામબાણ માનવામાં આવે છે. કપાલભાતિ પ્રાણાયામને સાઇનસ માટે શ્રેષ્ઠ યોગ માનવામાં આવે છે.
કપાલભાતિ પ્રાણાયામ સાઇનસની સમસ્યાને જડથી દૂર કરે છે. નિષ્ણાતોનું કહેવું છે કે “આ રોગથી છુટકારો મેળવવા માટે સવારે દસ મિનિટ માટે કપાલભાતિ પ્રાણાયામ કરો. નિયમિતપણે કપાલભાતિ કરવાથી શ્વાસનળીમાં આવતા અવરોધો દૂર થાય છે. તેની 10 થી 15 મિનિટ સુધી દરરોજ કસરત કરવાથી વજન માં ઘટાડો થાય છે.
2- અજમાનો ઉપયોગ: અજમાને સાઇનસ રોગમાં અસરકારક ઘરગથ્થુ ઉપચાર માનવામાં આવે છે. નિષ્ણાત કહે છે કે “સાઇનસની સારવાર માટે, ત્રણ ચમચી અજમો લો અને પછી તેને એક તવા પર શેકી લો. હવે આ શેકેલા અજમાને કોટનના કપડામાં બાંધો. પછી તેને થોડું ઠંડુ થવા દો.
હવે તમારા ચહેરા અને જડબામાં સાઇનસને કારણે શરીરના કોઈપણ ભાગમાં દર્દ થાય છે ત્યાં હળવા હાથે રાખો. આ ઉપાય સાઇનસના દુખાવામાં ખુબજ રાહત આપે છે.”
3- મેથીના દાણા: નિષ્ણાત કહે છે કે “મેથીના દાણાની ચા સાઇનસની બીમારીમાં ઘણી રાહત આપે છે. મેથીના દાણામાં રહેલા ગુણો આ રોગને અટકાવે છે. જો તમને પણ ચા પીવાની આદત હોય તો દરરોજ સવારે મેથીના દાણાની ચા પીવો.
આ સાંભળીને નવાઈ લાગશે પણ આ માટે કંઈ કરવાની જરૂર નથી. તમે જે ચા બનાવો છો તેમાં ફક્ત થોડા મેથીના દાણા ઉમેરો. મેથીના દાણાની ચા સાઈનસના દુખાવામાં પણ રાહત આપે છે.”
4- તુલસીનો ઉપયોગ: તુલસીના પાન નાની મોટી દરેક બીમારી અને રોગને દૂર કરે છે. નિષ્ણાતો કહે છે કે “સાઇનસની બીમારીનો ઇલાજ તુલસીના પાનમાં છુપાયેલો છે. તુલસીના પાનમાં કાળા મરીનો પાઉડર નાખીને દિવસમાં બેથી ત્રણ વાર તેનું સેવન કરો. આ ઉપાયથી સાઇનસના રોગમાં રાહત મળે છે.
જો તે કડવું લાગે તો તુલસીના પાનનો રસ મધ સાથે લેવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે. જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.