chahera par sojo aavavo
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમારી સાથે પણ આવું કોઈકવાર બન્યું જ હશે કે તમે સવારે ઉઠો અને આંખો, ગાલ, ગરદનની નીચેની જગ્યામાં સોજો આવી ગયો હોય? શરીરની અંદર થતી અનેક ગતિવિધિઓનો અરીસો આપણો ચહેરો જ છે અને જો શરીરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તે આપણા ચહેરા પર સ્પષ્ટ દેખાય છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કેમ થતું હશે?

ચહેરા પર સોજો આવવો સામાન્ય છે અને તે કોઈપણ કારણોસર થઈ શકે છે. આના માટે સ્વાસ્થ્ય અને સ્કિન કેર પણ જવાબદાર હોઈ શકે છે. આ સિવાય તે ઈજા, એલર્જી, દવાનું રિએક્શન અને બીજી કોઈપણ તબીબી સ્થિતિને કારણે હોઈ શકે છે. આનું એક કારણ તમારી નાઈટ સ્કિન કેર રૂટિન પણ હોઈ શકે છે.

હવે આ ચહેરા પરના સોજા ને ઘટાડવા માટે ઘણી પ્રકારની મેડિકલ અને નોન-મેડિકલ પદ્ધતિઓ છે અને કેટલીક ખાસ સ્કિન કેર ટિપ્સને પણ ફોલો કરી શકાય છે. તો ચાલો જાણીયે કે ચહેરાના સોજાને ઓછો કરવા માટે કેટલીક નોન મેડિકલ રીતો શું હોઈ શકે.

ચહેરા પર સોજો કેમ આવે છે? જેમ આપણે ઉપર જોયું તે પ્રમાણે કે સોજો આવવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાંથી એક એ છે કે તમારું શરીર કોઈ મેડિકલ પ્રોસેસ અથવા દવા અથવા કોઈ એલર્જીની પ્રતિક્રિયાનો સામનો કરી રહ્યું છે. આ સિવાય જો તમે બરાબર ઉંઘી નથી રહયા તો આ પણ તમારા ચહેરા પર સોજાનું કારણ બની શકે છે.

જો બધું કર્યા પછી પણ જો તમારા ચહેરા પર હંમેશા સોજો રહે છે તો તે સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાને કારણે હોઈ શકે છે તો આવી સ્થિતિમાં તમારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સતત સોજો રહેવો એ પણ કોઈ મોટી બીમારીની નિશાની હોઈ શકે છે.

કિડનીની સમસ્યાને કારણે ચહેરા પર સોજો આવી શકે છે. તેથી જો તમને લાગે કે તે સ્કિન કેર ની કોઈપણ સમસ્યાને કારણે નથી તો ચોક્કસપણે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. સૌથી પહેલા તો તમારે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે તમારા ચહેરા પર સતત સોજો શાના કારણે થઈ રહ્યો છે.

જો તે ખરેખર કોઈ મેડિકલ સમસ્યાને કારણે થાય છે તો પછી કોઈપણ બ્યુટી અથવા સ્કિન ટ્રીટમેન્ટ તમારા ચહેરા પરનો સોજો ઓછો કરી શકશે નહીં. તેથી તે વધારે સારું રહેશે કે તમે ડૉક્ટરની સલાહ પ્રમાણે જ ટ્રીટમેન્ટ લો.

જો બ્યુટી અને ત્વચાની સમસ્યાઓને કારણે સોજો આવે છે તો શું કરવું? જો તે કેટલાક સ્કિન કેર સામગ્રીને કારણે થઈ રહ્યું હોય છે અથવા તે કેટલાક સ્કિન કેર પ્રોડક્ટના કારણે છે તો તેને ઠીક કરવું વધારે સરળ રહેશે.

પથારીમાં સૂતા પહેલા મેકઅપ કાઢીને સુવો : સૂતા પહેલા હંમેશા મેકઅપ ઉતારવાની તમારે આદત પાડવી જોઈએ. જો તમે સુતા પેહલા મેકઅપ નથી ઉતારતા તો તેનાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે અને આપણી ત્વચા પણ મેકઅપને શોષી શકે છે. તો આવી સ્થિતિમાં આંખોની નીચે સોજો અને કરચલીઓ પડવી એ ખૂબ જ સામાન્ય બાબત છે.

હંમેશા ઠંડા પાણીથી ચહેરો ધોવો : તમે સવારે ઉઠો ત્યારે સૌથી પહેલા ઉઠતાની સાથે જ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. આનાથી ત્વચાને રાહત મળશે અને ચહેરાનો સોજો ઓછો થઇ જશે.

ચહેરા પર બરફ ઘસો : કોલ્ડ કોમ્પ્રેસ અથવા બરફનો શેક હંમેશા ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચહેરાના સોજાને દૂર કરવા માટે તમારે તેને બરફથી શેક કરવું જોઈએ. તમે કાકડીનો રસ, સંતરાનો રસ, તરબૂચનો રસ વગેરે બરફ બનાવીને પણ લઈ શકો છો.

પુષ્કળ પ્રમાણમાં પાણી પીઓ : જો તમે ઓછું પાણી પીઓ છો તો આંખોની નીચે સોજો આવવાની સમસ્યા થઇ શકે છે અને જો તમને કિડનીની સમસ્યા અથવા એલર્જી હોય તો શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવા માટે વધારે પાણી પીવું ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ચહેરાની કસરત કરો, રાહત મળશે : તમે ચહેરાની કસરત કરીને પણ રાહત મેળવી શકો છો. મોંને ફુલાવીને 30 સેકન્ડ માટે રાખો અને પછી છોડો. આ કસરત 3 વખત કરો. આ કસરત તમારા ચહેરાના સ્નાયુઓને આરામ આપવામાં મદદ કરી શકે છે.

વધારે પડતા કેમિકલ્સનો ત્વચા પર ઉપયોગ કરશો નહીં : ઘણા લોકો આ વાતથી અજાણ હોય છેપરંતુ તેમના ચહેરા પર સોજો આવવાનું કારણ સ્કિન કેર પ્રોડક્ટ્સમાં વપરાતા કેમિકલ પણ હોઈ શકે છે. જો તમને લાગતું હોય કે આવા કોઈ કારણથી તમારો ચહેરા પર સોજો આવે છે અથવા કોઈપણ નવી પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી તમારા ચહેરા પર સોજો આવવા લાગ્યો છે તો તરત જ તે પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું બંધ કરો.

સ્કિન કેરનું રિએક્શન ઘણા દિવસો સુધી રહી શકે છે તેથી તમે ડૉક્ટરનો સંપર્ક કરો અને તેમની સલાહ પ્રમાણે કરો. ચહેરા પરનો સોજો થોડો ઓછો કરવા માટે તમે પેટ પર સૂવાનું છોડી શકો છો અને જો કિડની વગેરેની સમસ્યા હોય તો ડોક્ટર દ્વારા સૂચવવામાં આવેલા નિયમો મુજબ જ કામ કરો.

જો તમને આ જાણકારી ગમી હોય તો, આવી જ જીવનઉપયોગી માહિતી, કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ અને અવનવી વાનગીઓ માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને ધાકરે બેઠા માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા