આજે હું તમને તલની ખુબ જ હેલ્દી અને ખુબજ ટેસ્ટી ચટણીની રેસિપી જણાવીશ. આપણે બધા જાણીએ છીએ કે તલ શિયાળામાં આપણા સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક હોય છે. કારણ કે તે ગરમ હોય છે અને શિયાળાની ઋતુમાં શરીરને પણ ગરમ રાખે છે.
સામગ્રી : 1/2 કપ તલ, 2 લીલા મરચા, 1 ઇંચ ટુકડો આદુ, 1 ચમચી શીંગ (ફોતરાં વગરની), મીઠું સ્વાદ અનુસાર, અડધા લીંબુનો રસ, લીલી કોથમીર અને જરૂર મુજબ પાણી.
વઘાર કરવા માટે સામગ્રી : 1 ચમચી તેલ, અડધી ચમચી રાઈ, અડધી ચમચી તલ, મીઠા લીમડાના પાન, એક ચપટી હિંગ અને 2 સૂકા લાલ મરચા.
ચટણી બનાવવાની રીત : ચટણી બનાવવવ માટે સૌથી પહેલા, જે તલ લીધા છે તેને એક ગરમ પેનમાં શેકી લેવાના છે. તો ગેસ પર એક પેન મુકો અને તેમાં તલ ઉમેરીને, સતત હલાવતા રહીને મીડીયમ આંચ પર 4 મિનિટ સુધી શેકી લો.
જયારે તલનો રંગ સોનેરી થવા લાગે અને તેમાંથી સુગંધ આવવા લાગે એટલે, ગેસ બંધ કરો અને તલને ઠંડા થવા માટે એક પ્લેટમાં કાઢી લો. જયારે તલ ઠંડા થઇ જાય એટલે ચટણી બનાવવા માટે તેને મિક્સર જારમાં ઉમેરો.
તલની સાથે, લીલા મરચા સમારેલા, 1ઇંચ આદુનો ટુકડો, ફોતરાં વગરની શીંગ, મીઠું સ્વાદ મુજબ, અડધા લીંબુનો રસ, લીલી કોથમીરના પાંદડા અને અડધો કપ પાણી ઉમેરો. હવે બધી જ વસ્તુને સારી રીતે પીસી લો. હવે તેને એક બાઉલમાં કાઢી લો.
હવે ચટણીમાં તડકો લગાવવાનો છે, તો આ માટે, એક પેનમાં અડધી ચમચી તેલ ઉમેરો. તાલ ગરમ થાય એટલે રાઈ ઉમેરો. મીડીયમ ગેસ પર, અડધી ચમચી તલ, 6/7 મીઠા લીમડાના પાન, એક ચપટી હિંગ અને 2 સૂકા લાલ મરચા ઉમેરો અને 30 સેકન્ડ સુધી પકાવી લો. આ પછી તરત જ તેને ચટણી પર રેડો.
હવે વઘાર અને ચારણીને સારી રીતે મિક્સ કરી લો. તો તમારી તલની ચટણી બનીને તૈયાર થઇ ગઈ છે. તો હવે તમે તેને ઈડલી અને ઢોસા સાથે ખુબ જ ઉત્સાહથી સર્વ કરી શકો છો. તો હવે તમે આ ચટણી ક્યારે બનાવી રહયા છો?
જો તમને આ ચટણીની રેસિપી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને આવી જ અવનવી રેસિપી અને કિચન ટિપ્સ તમને દરરોજ જાણવા મળશે