રસોડાનો આ એક મસાલો તમારું નસીબ બદલી શકે છે, બનશો ખુબ જ ધનવાન

tamalpatra in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમે પણ રસોડામાં અલગ-અલગ મસાલાનો ઉપયોગ કરતા જ હશો. રસોડામાં હાજર કાળા મરીથી લઈને હળદર અને તમાલપત્ર સુધીના બધા જ મસાલા આપણી રસોઈનો સ્વાદ વધારે છે અને તમારા શરીરને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.

ખાસ કરીને જ્યારે તમાલપત્રની વાત આવે ત્યારે તે ખોરાકને સુગંધ આપવાનું કામ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ પાંદડાઓનો ઉપયોગ તમે તમારી આધ્યાત્મિક વિધિઓની સાથે જ્યોતિષીય ઉપાયોમાં પણ કરી શકો છો.

વર્ષોથી ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા અને ઘરોની સ્થિતિ સુધારવા, સંપત્તિ વધારવા માટે આ ખાસ રસોડાના મસાલાનો ઉપયોગ ખુબ જ અસરકારક સાબિત થાય છે. ચાલો જાણીએ કે કેવી રીતે તમાલપત્રના કેટલાક સરળ ઉપાય તમને ધનવાન બનાવી શકે છે.

ખરાબ સપનાને બંધ કરવા માટે તમાલપત્રનો ઉપયોગ : જો તમને વારંવાર ખરાબ સપના આવે છે અને તમે અડધી રાત્રે જાગી જાઓ છો તો, તમાલપત્રનો આ ઉપાય કરો. રાત્રે સુતા પહેલા ઓશિકાની નીચે એક તમાલપત્ર મૂકી દો, તમને ખરાબ સપના આવવાના બંધ થઇ જશે.

પૈસા આકર્ષવા માટે તમાલપત્રનો ઉપાય : જો તમારા હાથમાં પૈસા ટકતા નથી અને બિનજરૂરી પૈસાનો ખર્ચ થતો રહે છે, તો તમે એક તમાલપત્ર લો અને શુક્રવારે દેવી લક્ષ્મીના ચરણોમાં એક તમાલપત્ર રાખો અને તેને તમારા પર્સમાં રાખો. આ પાન તમારા માટે ધનનો યોગ બનાવશે અને તમારું પૈસાથી ભરેલું પર્સ ક્યારેય ખાલી થશે નહીં.

ઈચ્છાઓ પુરી કરવા માટે તમાલપત્રનો ઉપાય : જો તમારી કોઈ એવી ઈચ્છા હોય કે જે લાંબા સમયથી પૂરી ન થઈ રહી હોય તો તે ઈચ્છાના બે શબ્દો, એક તમાલપત્ર પર સિંદૂરથી લખીને તમારા ઘરમાં રહેલા મંદિરમાં રાખો. આ ઉપાય કરવાથી તમારી મનોકામના જલ્દીથી પૂરી થશે.

ઘરને ખરાબ નજરથી બચાવવા માટે : જો તમારા ઘરમાં કેટલીક અણધારી ઘટનાઓ બની રહી છે તો આ ખરાબ નજરની અસર હોઈ શકે છે. તેનાથી છુટકારો મેળવવા માટે 7 તમાલપત્ર અને એક ચમચી મીઠું લઈને તેને માથા પર 7 વાર ફેરવીને આ પાંદડાને ઘરની બહાર અથવા ઝાડ નીચે રાખો. આ ઉપાય તમારા ઘરમાંને ખરાબ નજરથી બચાવશે.

સુખી વૈવાહિક સંબંધો માટે તમાલપત્રનો ઉપાય : જો તમારા જીવનસાથી સાથે તણાવ હોય અને જીવન બરાબર ન ચાલી રહ્યું હોય તો ઘરમાં ઓછામાં ઓછા 7 દિવસ સુધી સાંજે સૂકા તમાલપત્ર સળગાવી દો. આ ઉપાય કરવાથી તમારા જીવનસાથી સાથેના સંબંધ મજબૂત થશે અને લડાઈ અને ઝઘડાઓથી મુક્તિ મળશે.

તમાલપત્રના પાંદડા અને કાળા મરીના દાણા : જો કોઈ કારણ વગર તમારા ઘરમાં સમસ્યાઓ ચાલુ રહે છે અને ઝગડાઓ થતા રહે છે તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે . ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે તમારે એક સરળ ઉપાય કરાવો પડશે.

આ માટે તમે દર શનિવારે 5 તમાલપત્ર લો અને તેને 5 કાળા મરીના દાણા સાથે બાળી લો. હવે તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો. તેનાથી તમારા ઘરની આ બધી જ સમસ્યાઓ દૂર થશે અને ઝઘડાઓમાંથી પણ છુટકારો મળશે.

જ્યોતિષ શાસ્ત્રના આ સરળ ઉપાયોથી તમે ધનલાભની સાથે ઘરની ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો. જો તમને આ જાણકરી ઉપયોગી લાગી હોય તો તેને વધુમાં વધુ શેર કરો. બીજા આવા જ લેખો વાંચવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.