tambaku thi thata nuksan
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આ એક જ વસ્તુ ના સેવનથી અનેક પ્રકારના ગંભીર રોગો આપણા શરીર માં ઘર કરી જાય છે અને તેનું નામ છે તમાકું. તમાકુના સેવનથી ઉધરસ થાય છે. ઉધરસ બેકાબૂ રીતે આવ્યા કરે છે પરિણામે ઊંઘ પણ સારી આવતી નથી. ઊંઘ સારી ન આવવાને કારણે આપણને અજંપો રહે છે અને બીજા અનેક રોગોને નિમંત્રણ આપીએ છીએ

તમાકુના સેવનથી ક્ષય નામનો રોગ થાય છે તમાકુના સેવનથી કેન્સર નામની ભયંકર બીમારી થાય છે. એક વખત કેન્સર શરીરમાં થશે તો, તે મટવું મુશ્કેલ બની જશે. આપણું ઘર પણ ખાલી થઈ જશે અને આપણે બચીશું કે નહીં બચીશું એ પછી ઈશ્વર આધીન થઈ જશે.

તમાકુના સેવનથી શ્વાસ ચડવાની ફરિયાદ વધતી જોવા મળે છે. તમાકુના સેવનથી ગળામાં દુખાવો થાય છે, તમાકુના સેવનથી આપણા શરીરના અગત્યના અંગો એમાંનું એક છે ફેફસાં નકામા થઈ જાય છે. ભયંકર ગુસ્સો આવી જાય છે. તમાકુના સેવનથી એસિડિટી થાય છે. એક વાર એસિડ શરીરમાં ઘર કરી જાય તો તેને કાબૂમાં આવતા વાર લાગે છે.

તમાકુના સેવનથી ઊંઘ આવતી જ નથી અને ઊંઘ નહિ આવે તો, એન્જાઇટી, બેચેની આ બધા રોગો થવાની શક્યતાઓ ખૂબ જ વધી જાય છે. ડિપ્રેશન પણ આવી શકે છે. તમાકુના સેવનથી શરીર નબળું પડતું જાય છે પરિણામે માત્ર હાડકા જ દેખાય છે એવી ફરિયાદ થતી જોવા મળતી હોય છે.

એક તારણ મુજબ વિશ્વમાં રોજ ચૌદ હજાર લોકો ધૂમ્રપાનના કારણે મૃત્યુ પામે છે. તમાકુના સેવનથી કબજિયાત અને અલ્સર નામનું પણ રોગ થાય છે. કબજિયાત અને અલ્સર નામના રોગથી બચવું હોય તો, આપણે તમાકુ તમામ પ્રકારના વ્યસનથી હંમેશા દૂર રહેવું જોઈએ. વ્યસન થી થતા રોગો અને મૃત્યુની સંખ્યા વધતી જાય છે. આપણો દેશ, આપણું વિશ્વ અને વ્યસનોથી ઘેરાઈ રહ્યું છે.

ધુમ્રપાન કરવાથી વાતાવરણ પણ બગડે છે અને આપણાં ફેફસાં પણ બગડે છે. સિગરેટ, બીડી, તમાકુ, ધૂમ્રપાન, માવા આ બધા વ્યસનોથી હંમેશા દૂર રહેવું જોઈએ. બીડી, સિગરેટ પીશો નહીં. ચલમ પીશો નહીં. આટલી વસ્તુનું ધ્યાન રાખશો તો, આપણા શરીરના આ બાર ભયંકર રોગો જણાવ્યા તેનાથી તમે બચી જશો.

આજનો યુવાન ગેરમાર્ગે ન દોરાવા જોઈએ. આપણા દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે, માટે તમાકુ, બીડી, સિગરેટ, ગુટકા આ બધાથી હંમેશા દૂર રહેવું જોઈએ. જેટલા દૂર રહેશો તેટલું આપણું શરીર નિરોગી અને સ્વસ્થ રહેશે અને આપણું શરીર જેટલું નીરોગી અને સ્વસ્થ હશે એટલો જ આપણો પરિવાર સુખી હશે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા