tameta ni chatni banavani recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શિયાળામાં દેશી ટામેટાંનો સ્વાદ ખૂબ જ સારો હોય છે અને તે બજારમાં પણ સરળતાથી મળી રહે છે, તેનો ખટ્ટાપણાનો સ્વાદ આપણને ખૂબ લલચાવે છે. આ ટામેટાં માત્ર કોઈપણ શાકભાજીનો સ્વાદ જ વધારતા નથી પરંતુ તેની સાથે ચટણી બનાવવામાં પણ ખુબ સારા હોય છે.

જો આપણે શિયાળામાં ટામેટાની ચટણીને હજુ સુધી ખાધી નથી તો તેનો સ્વાદ અધૂરો રહી ગયો કહેવાય છે. જો કે શિયાળામાં અલગ અલગ પ્રકારની ચટણી ઘરે બનાવવામાં આવે છે, પરંતુ ટામેટા અને મીઠા લીમડાનીની ચટણીનો સ્વાદ તમારા માટે એક નવો જ સ્વાદ હોઈ શકે છે.

જો તમે હજી સુધી આ ચટણીનો સ્વાદ ચાખ્યો નથી તો ચાલો તમને જણાવીએ કે તેને ઘરે સરળતાથી કેવી રીતે બનાવી શકાય છે. જરૂરી સામગ્રી : 2 કપ સમારેલા ટામેટાં, 1 મીડીયમ સાઈઝ ડુંગળી સમારેલી, 1 નાની ચમચી જીરું, 10-12 મીઠા લીમડાના પાન, 1 નાની ચમચી રાઈ,

2-3 લીલા મરચાં, 1/2 ઇંચ આદુનો ટુકડો છીણેલું, 3-4 લસણની કળી છીણેલી, 1.5 ચમચી લાલ મરચું પાવડર, 1/2 ચમચી હળદર પાવડર, 1/2 નાની ચમચી આમલીનો પલ્પ, 2 નાની ચમચી ગોળ, સ્વાદ મુજબ મીઠું અને 1-2 મોટી ચમચી તેલ

ચટણી બનાવવની રીત : આ ચટણી સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ છે એટલે તેનો મતલબ છે કે તેમાં તડકો લગાવવામાં પણ આવશે. આ ખૂબ જ ઝડપથી બની જાય છે અને આ જ કારણ છે કે લોકો તેને બનાવવાનું વધારે પસંદ કરે છે.

સૌથી પહેલા ચટણી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરો અને પછી તેમાં જીરું, રાઈ અને મીઠા લીમડાના પાન નાખીને થોડું ફ્રાય કરો. હવે તેમાં આદુ, લસણ વગેરે નાખીને ત્યાં સુધી ફ્રાય કરો જ્યાં સુધી તે સોનેરી રંગનું ના થઇ જાય, પરંતુ ધ્યાન રાખો કે તેને બળવા ના દો.

હવે તેમાં ડુંગળી અને લીલાં મરચાં વગેરે ઉમેરો અને સોફ્ટ થાય ત્યાં સુધી બે મિનિટ પકાવો. હવે આમાં તમારે તેના ઉપર ટામેટાં અને મીઠું વગેરે નાખીને 2 થી 3 મિનિટ માટે રાંધવાનું છે.

હવે તેમાં ઉપરથી લાલ મરચું પાવડર, હળદર પાઉડર વગેરે ઉમેરીને એક મિનિટ માટે ઊંચા તાપે પકાવો અને પછી ગેસ ધીમો કરીને ત્યાં સુધી પકાવો અને જ્યાં સુધી ટામેટાં સોફટ ના થઇ જાય. અહીંયા તમને 3 થી 4 મિનિટ લાગશે.

હવે છેલ્લે તેમાં ગોળ અને આમલીનો પલ્પ ઉમેરો અને પછી 1 થી 2 મિનિટ પકાવો જ્યાં સુધી તે ઓગળી ના જાય. તો હવે મસાલેદાર ટમેટાની ચટણી તૈયાર છે અને તમે તેને ભાત, રોટલી અથવા કોઈપણ વાનગી સાથે સર્વ કરી શકો છો.

અમને આશા છે કે તમને આ ચટણી બનાવવાની રીત પસંદ આવી હશે, આવી જ જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ ટિપ્સ વગેરે માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા