એવું કહેવાય છે કે ચિંતા એજ મોટી ચિતા છે. કદાચ આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ પરંતુ ભારતમાં મોટાભાગના લોકો તેના પર ધ્યાન આપતા નથી. તણાવ અંદરથી તોડી શકે છે અને તે એટલો ખતરનાક હોઈ શકે છે કે તે ડિપ્રેશન તરફ પણ દોરી શકે છે.
ભારતમાં મોટે ભાગે એવું માનવામાં આવે છે કે માનસિક બીમારી માત્ર એક તમારું વહેમ છે અથવા ઘણી વાર તમે તમારા સગાસંબંધી જોડે પણ કહેતા સાંભળ્યું હશે કે આ બધું બાળકો સાથે વધુ થાય છે અને અમારા જમાનામાં આવું કંઈ હતું જ નહિ.
ઘણા લોકો એવું માને છે કે સ્ટ્રેસ માત્ર બહારના કારણોથી જ આવે છે તો હવે તમને પ્રશ્ન થશે કે ઘરમાં આવે તે તણાવનું શું? ક્યારેક ઘરમાં બનતી નાની બાબતો આપણને એટલા પરેશાન કરી દે છે કે તેના કારણે તણાવ શરૂ થઈ જાય છે અને તે એટલો વધી જાય છે કે તે તમને ગુસ્સો, ચીડિયાપણું, માનસિક તકલીફ અથવા તો ડિપ્રેશન તરફ દોરી જાય છે.
સ્ટ્રેસ ઘટાડવા માટે લોકો ઘણી વિચિત્ર સલાહ આપે છે કે જે વસ્તુ તમને સ્ટ્રેસ આપી રહી છે તેના વિશે તમે તે વિચારવાનું બંધ કરો. પરંતુ શું તે એટલું પણ સરળ છે? હકીકતમાં જે આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યો છે તે જ જાણે છે કે તે ના તો સરળ છે અને ના તો તમે તેને અવગણી શકો છો.
જો ચિંતા બહાર કરતા ઘરથી શરૂ થઈ રહી છે તો તમને ઘણી મુશ્કેલીમાં લાવી શકે છે. ઉઠવું, બેસવું, સૂવું, જાગવું, કોઈપણ કામ કરવું વગેરે ઘરમાં મુશ્કેલ લાગે છે. તમને ઘરમાં તણાવ ખૂબ જ પરેશાન કરી શકે છે અને ઘણી વખત વ્યક્તિને ખબર પણ નથી હોતી કે તે કેવી રીતે શરૂ થઈ રહ્યું છે.
કયા કારણોથી ઘરેથી શરૂ થઈ શકે છે તણાવ? ઘરમાં તણાવ શરૂ થવાના એક નહિ પણ ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે ઘરના કામમાં સહયોગ ન મળવો, તમારા કામનું કોઈ મહત્વ ન હોવું, માત્ર કામ જ કરતા રહેવું અને પોતાના માટે સમય ન કાઢવો, પરિવારના સભ્યો સાથે સંબંધ ના બનાવી શકવો, ઝઘડા થવા, પરિવારમાં કોઈની પાસેથી અપેક્ષા રાખવી.
અપેક્ષા રાખ્યા પછી પુરી ના થવી, ઘરમાં કોઈ વ્યક્તિની સુરક્ષાની ચિંતા, બાળકોના ભવિષ્યની અથવા શિક્ષણની ચિંતા વગેરે ઘણા કારણો હોઈ શકે છે. ઘણી વખત ઘરનો તણાવ નાણાકીય બાબતો સાથે જોડાયેલો હોય છે અને જો ઘરમાં બાળકો હોય તો તે વધારે વધે છે.
આવા તણાવને ઓછું કરવા માટે શું કરી શકાય? ઘરમાં તણાવ દરેક વ્યક્તિને અમુક સમયે થાય છે અને તેમાંથી છૂટકારો મેળવવો એટલો પણ સરળ નથી. આનું સીધું કારણ એ છે કે આપણે ઘરના તણાવને આપણી જાત સાથે જોડીને રાખીએ છીએ અને ઘરની બહાર નીકળી જવું અથવા લડવું એ કોઈપણ વાતનો ઉકેલ ના હોઈ શકે. તો આવી સ્થિતિમાં તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
પરિવાર જોડે સમય વિતાવો : તમારે પરિવાર સાથે બેસીને સમય પસાર કરવાની આદત પાડવી જોઈએ. તમે ગમે તેટલા વ્યસ્ત કેમ ના હોય પણ પરિવારના સભ્યો સાથે બેસીને થોડો સમય કાઢો. ધીમે ધીમે તમે પરિવાર સાથે સમય પસાર કરીને પહેલા કરતા વધારે ખુલીને વાત કરવાનું શીખી જશો.
આ પહેલા જ દિવસથી શક્ય નથી પરંતુ તેને થોડો સમય આપવો પડશે. જો તમારે તમારા માટે પરિવારથી સપોર્ટ જોઈએ છે તો તમારે તમારા પરિવારને પણ સપોર્ટ કરવો પડશે. પરીવાર સાથે બેસીને સમય પસાર કરવાને તમે વ્યક્તિગત નાણાંકીય રોકાણ તરીકે માની શકો છો અને તેનું વ્યાજ તમને આવનાર સમયમાં મળશે.
બની શકે છે તમારી જોડે ઝઘડા થશે, બોલા ચાલી થશે અને તમારી વાત પર અલગ અલગ વિચારણા પણ આપશે તો પણ તમારે તેની સાથે વળગી રહેવું પડશે. જો તમે એક માતાપિતા છો તો તમારા બાળકો સાથે એક પ્રવૃત્તિનું આયોજન કરો. તે તમારું ધ્યાન બીજી તરફ કરવા માટે આ શ્રેષ્ઠ માર્ગ છે.
તમારા સમયનું પણ ધ્યાન રાખો : તા,અરા પરિવાર સાથે સમય આપવાની સાથે સાથે તે ખૂબ મહત્વપૂર્ણ છે કે તમે તમારા માટે પણ સમય કાઢો. ભલે તમે તમારા માટે ઘરે 15 મિનિટ કાઢી શકો તો પણ તમારા માટે કાઢો. આ સમય દરમિયાન તમે જે ઈચ્છો છો તે કરી શકો છો.
પરિવાર સાથે બોન્ડિંગ વધારવાની સાથે સાથે તમારે પોતાની જાત સાથે સંબંધ વધારતા આવડવું જોઈએ. તમે જરા વિચારો કે કોઈ બીજા સાથે સંબંધ સાચવતા પહેલા તમારી સાથે પણ સંબંધ બાંધવો જરૂરી છે. દિવસની આ માત્ર 15 મિનિટ તમારા મૂડને ફ્રેશ કરવામાં તમને ખૂબ મદદરૂપ થશે.
તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો : તમે સારું ખાઓ અને સમયસર થોડો વ્યાયામ કરો, કસરત કરો ભલે તે થોડી વાર ચાલવાનું હોય.. ઘરનું કામ કરવું એ મનને હળવું કરવાની કસરત ના હોઈ શકે. જો કે ઘણા લોકોને તેનાથી રાહત મળી જાય છે પરંતુ ઘણા લોકો માટે તે કંટાળાજનક બની શકે છે. તેથી તમે મોર્નિંગ વોક, દોડ, ધ્યાન, યોગ જેવી કસરત પસંદ કરો.
વધારે અપેક્ષા ના રાખવી : ઘણી વખત આપણે આપણા પરિવારના સભ્યો પાસેથી ઘણી અપેક્ષાઓ રાખીએ છીએ જે આપણા મતે યોગ્ય હોય છે પરંતુ વાસ્તવમાં તે વધારે હોય છે. દરેક વ્યક્તિનું પોતાનું એક અલગ જીવન છે અને તે પોતાની વિચારસરણી રાખે છે.
તો આવી સ્થિતિમાં બીજા કોઈ પાસેથી વધારે અપેક્ષા રાખવી યોગ્ય નથી, તેથી નાની નાની ખુશીઓમાં ખુશ રહો અને પરિવારમાં કોઈપણ વ્યક્તિ પર વધારે દબાણ ના કરો. પરિવાર સાથે સમય પસાર કરવા માંગો છો તો તમે પિકનિક, વેકેશન, ફન ગેમ્સ વગેરેનું આયોજન કરી શકો છો.
જો તમને લાગે કે કોઈપણ પ્રકારની વ્યાવસાયિક મદદની જરૂર છે તો તેને લેવામાં અચકાશો નહીં. તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારી પોતાની શરતો પર કામ કરો. જો તમને પણ માહિતી પસંદ આવી હોય તો તેને વધારે ચિંતા કરતા હોય તેમના સુધી પહોંચાડો, જેથી કરીને જે લોકોને મદદ થઇ શકે, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.