આપણે દિવસની શરૂઆત કરીએ કે પછી કામનો થાક હોય, એક કપ ચા ચોક્કસપણે તમારી એનર્જીને બૂસ્ટ કરે છે. ભારતમાં ચાનો ઉપયોગ મહેમાનગતિ કરવા માટે પણ થાય છે. ભાગ્યે જ કોઈ ભારતીય ઘર હશે કે જ્યાં ચા નહિ બનતી હોય.
જો કે ચા બનાવવાની રીત વિશે તો દરેક જણ જાણે જ છે પરંતુ તેમ છતાં દરેક વ્યક્તિની હાથથી બનેલી ચાનો સ્વાદ સરખો નથી હોતો. પરંતુ શું તમે વિચાર્યું છે કે આવું થવા પાછળનું કારણ શું છે? હકીકત એ છે કે ઘણા લોકો ચા બનાવતી વખતે નાની-નાની ભૂલો કરે છે અને ચાનો સ્વાદ બગડી જાય છે.
તમે પણ નોંધ્યું હશે કે દરેક વ્યક્તિની ચાનો સ્વાદ પણ અલગ-અલગ હોય છે. કેટલાક લોકોકડક ચા પીવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો લાઈટ ચા પીવાનું પસંદ કરે છે. જો તમને પણ ચા પીવાનો શોખ છે પરંતુ તમારા હાથથી ચા સારી નથી બની શકતી. તો આજે આ લેખમાં અમે તમને ચા બનાવવાની કેટલીક એવી ભૂલો વિશે જણાવીશું જેને તમારે કરવાનું ટાળવું જોઈએ.
વધારે ગરમ પાણીમાં ચા પત્તી નાખવી : ઘણા લોકો આ ભૂલ ચા બનાવતી વખતે કરે છે. કેટલીકવાર આપણે વાસણમાં પાણી નાખીએ છીએ અને જ્યારે તે ઉકળે છે ત્યારે ખૂબ જ ગરમ પાણી થઇ જાય છે અને તેમાં ચાની પત્તી નાખીએ છીએ. પરંતુ આનાથી ચાનો સ્વાદ બગડી શકે છે.
જો તમે તમારી ચા પત્તીનો સારો સ્વાદ ઉમેરવા માંગતા હોય તો તમારે ખાતરી કરવી જોઈએ કે ચાનું તાપમાન યોગ્ય છે. જો તમે વધારે ઉકળતા પાણીમાં ચા પત્તી નાખો છો તો તે તમારી ચાને બાળી નાખશે અથવા ચા પત્તીનો સંપૂર્ણ સ્વાદ છોડતા અટકાવશે. સૌથી સારી રીત એ છે કે જયારે પાણી ઉકળે પછી તેને બે મિનિટ માટે આમ જ રહેવા દો અને પછી તમે તેમાં ચા પત્તી ઉમેરો.
ટીબેગને લાંબા સમય સુધી પાણીમાં રાખવું : જો તમે ચા બનાવતી વખતે ટીબેગનો ઉપયોગ કરતા હોય તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમે ટીબેગને લાંબા સમય સુધી પાણીમાં પલાળીને ના રાખો. જો ટીબેગને લાંબા સમય સુધી ગરમ પાણીમાં રાખવામાં આવે તો તે ટૈનીન છોડવા લાગે છે અને ચા સ્વાદ કડવો થઇ જાય છે.
જો કે કેટલાક લોકોને કડવી ચા ગમે છે. પરંતુ દરેકની એક મર્યાદા હોય છે અને જ્યારે તમારી ચા વધારે પડતી કડવી થઇ જાય છે ત્યારે તે બેસ્વાદ બની જાય છે.
ક્વોન્ટિટી પર ધ્યાન ના આપવું : ચા બનાવતી વખતે તેની સામગ્રીની માત્રા પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. વધુ પડતું પાણી અથવા વધારે પડતી ચા પત્તી ચાના સ્વાદને બગાડી શકે છે. ઉદાહરણ, જો તમે ચા બનાવતી વખતે વધારે ચા પત્તીનો ઉપયોગ કરો છો તો ચાને કડવી બનાવશે. તેનાથી વિપરિત જોઈએ તો, તમે જો ચા પત્તી ઓછી નાખો છો તો પણ ચા સ્વાદ વગરની બની જશે.
ચા પત્તીને ખોટી રીતે સ્ટોર કરવું : આ એક નાની ભૂલ છે પરંતુ તે તમારી ચામાં મોટો ફરક પાડે છે. ચા પત્તીને ખોટી રીતે સ્ટોર કરવાથી ચાનો સ્વાદ બગડી શકે છે. ધ્યાનમાં રાખો કે ચા હંમેશા ઠંડી, સૂકી અને અંધારાવાળી જગ્યાએ જ સ્ટોર કરવી જોઈએ.
આ સિવાય જે પાત્રમાં સ્ટોર કરો છો તે હવાચુસ્ત હોવું જોઈએ. આ સિવાય પણ તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારે ચા પત્તીને તીખા મસાલાઓથી દૂર રાખવી જોઈએ જે તમારી ચા પત્તીના સ્વાદને અસર કરી શકે છે.
જો તમને આ જાણકારી ગમી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં જણાવો, આવી જ બીજી અવનવી રેસિપી અને કિચન ટિપ્સ ઘરે બેઠા જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.