આજે આપણે જોઇશું ટેટી વિશે. આપણે ત્યાં માર્કેટમાં અનેક પ્રકારની ટેટી જોવા મળે છે. સ્વાદમાં અતિ મીઠી આ ટેટી શરીર માટે ખૂબ જ ગુણકારી છે. ગરમીની ધીરે ધીરે શરૂઆત થતાં ઉનાળામાં તરબૂચ, ટેટી અને કેરી ની સૌથી વધારે ડિમાન્ડ રહે છે. જો તમે પાણી પી શકતા ના હોય તો ટેટી ખાવી જોઈએ. કારણ કે ટેટીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. અહિયાં તમે ટેટી ના ફાયદા વિશે જાણીને તમે દરરોજ તે ખાવાનું ચાલુ કરી દેશો. તો ચાલો જાણી લો.
હદયની બીમારીથી રક્ષણ:- ટેટી હૃદય માટે ખૂબ ફાયદાકારક છે. ટેટી ખાવાથી હૃદયની બીમારીઓથી બચી શકાય છે. તેમાં રહેલું એલિસિન નામનું રક્ત કોશિકાને સ્વસ્થ રાખે છે અને લોહીને પાતળું કરે છે. જેનાથી લોહી જાડું થતાં બચી શકાય છે અને તેને ખાવાથી હાર્ટ એટેક નું જોખમ ઓછું રહે છે.
કેન્સર સામે રક્ષણ:- સક્કરટેટી માં પૂરતી માત્રામાં ઓર્ગેનિક પિગમેંટ કેરોટોડ રહેલું છે. જે કેન્સરની સામે રક્ષણ આપવાની સાથે સાથે ફેફસાના કેન્સરની સંભાવનાને પણ ઘટાડે છે. આનાથી શરીરમાં વધી રહેલા કેન્સરના મૂળ નાશ પામી છે.
પાચન માં સહાયક:- પાચન માતે યોગ્ય સક્કરટેટી થી સૌચ ને લગતી સમસ્યાઓ દૂર થાય છે. જો તમે પાચનની સમસ્યા સાથે પીડાઓ છો, તો સક્કરટેટી ખાવી જોઈએ. સક્કરટેટી માં રહેલી પાણીની માત્રા પાચનમાં સહાય હોય છે. તા મળતા મિનરલ્સ પેટની એસિડિટીને ખતમ કરે છે. જેનાથી પાચનક્રિયાને દુરસ્ત થઈ જાય છે.
હાડકા અને માંસપેશીઓને મજબૂત રાખ:- ટેટી માં રહેલું વિટામિન સી શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સને નાશ કરે છે. જેનાથી વૃદ્ધ થવાની નિશાનીઓ થી લાંબા સમય સુધી બચાવી શકાય છે. ટેટીનું સેવન કરવાથી હાડકા અને માસપેશીઓ મજબૂત રહે છે.
સ્કિન માટે ઉપયોગી:- આપણી ત્વચામાં કનેક્ટિવટ ટિસ્યુ જોવા મળે છે. સક્કરટેટી માં મળતા કોલેઝોન, પ્રોટીન આ કનેક્ટિવટ ટિસ્યુ માં કોશિકાઓની સંરચનાને જાળવી રાખે છે. કોલેઝોનથી ગાઉં ઝડપથી ભરાય છે અને ત્વચા મજબૂત બને છે. જો તમે નિયમિત સક્કરટેટી ખાવાનો આગ્રહ રાખશો તો ત્વચામાં શુષ્કતા નહીં આવે.
મધુપ્રમેહમાં ફાયદાકારક:- ટેટીમાં ઘણા એન્ટીઓક્સીડેન્ટ રહેલાં હોય છે, જે શરીરને ખતરનાક બીમારીઓથી દૂર રાખે છે. ડાયાબિટીસ ના દર્દીઓ માટે ટેટી ખૂબ ફાયદાકારક હોય છે. તેને ખાવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસમાં રાહત રહે છે.
કિડની માટે ઉપયોગી:- સક્કરટેટી માં ડાયયુરોઇક ક્ષમતા વધુહોય છે. એટલે કે મૂત્રવર્ધક ક્ષમતા વધારે હોય છે. તેનાથી કિડનીની બીમારી અને એક્ઝિમા માં ઘટાડો થાય છે. જો સક્કરટેટી માં લીંબુ નાખીને તેનું સેવન કરવામાં આવે તો સંધિવાના રોગમાંથી મુક્તિ મળે છે.
આંખોની રોશની વધારે:- મોટા ભાગના લોકોનું માનવું છે કે પપૈયુ ખાવાથી આંખોની રોશની બરોબર થાય છે, પરંતુ ટેટીમાં પણ વિટામિન એ અને વિટામિન સીનું ભરપૂર પ્રમાણમાં હોય છે. જે આંખોની રોશની વધારવામાં મદદગાર સાબિત થાય છે. એને ખાવાથી આંખોની રેટીનાની માંસપેશીઓ મજબૂત બને છે.
તણાવ દુર કરે:- જયાર તમે તણાવમાં રહો છો, ત્યારે સક્કરટેટી માં રહેલું પોટેશિયમ, શ્રેષ્ઠ ની માત્રા ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. પોટેશિયમ હૃદયના સામાન્ય રીતે ધબકાવામાં મદદરૂપ થાય છે. જેનાથી માથામાં પર્યાપ્ત માત્રામાં ઓસ્કિજન પહોંચે છે અને દિમાગ યોગ્ય રીતે કાર્ય કરવા સક્ષમ બને છે.
તમને અમારી માહીતી પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.