thepla banavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધાએ સાંભળ્યું હશે કે, ગુજરાતી ક્યાંય પણ ફરવા જાય પણ સાથે થેપલા સૌથી પહેલા યાદ કરીને સાથે લઇ જાય છે. ગુજરાતીઓનો થેપલા ખુબ જ લોકપ્રિય છે. હવે ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે અને બજારમાં તમને તાજી મેથી પણ જોવા મળી જશે.

શિયાળો હોય કે ચોમાસુ, પણ અથાણાં અને દહીં સાથે ગરમાગરમ અને સ્વાદિષ્ટ પરાઠા ખાવાનું દરેક વ્યક્તિને પસંદ છે. સવારની શરૂઆત કરવા માટે મેથીના થેપલાથી સારો નાસ્તો બીજું કંઈ ના હોઈ શકે. જો કે, આ મેથીના થેપલાંનો સ્વાદિષ્ટ નાસ્તાનો પુરેપુરો સ્વાદ મેળવવા માટે તેને સારી રીતે રાંધવું ખૂબ જ એટલું મહત્વપૂર્ણ હોય છે.

પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે આ લેખમાં અમે તમને પરફેક્ટ મેથીના થેપલા કેટલીક ટિપ્સ સાથે કેવી રીતે બનાવી શકાય તે જણાવીશું. જો તમારે પણ પરફેક્ટ થેપલા બનાવવામાં મુશ્કેલી પડે છે તો ચાલો જાણીએ કે આ થેપલા શરૂઆતથી લઈને અંત સુધી કેવી રીતે બનાવવા અને તેની સાથે સંબંધિત કેટલીક ટિપ્સ વિશે પણ જાણીએ.

ટિપ્સ : સૌથી પહેલા મેથીના પાંદડાને તોડીને કીડા કે જંતુઓ છે કે નહીં તે તપાસો. આ માટે તેને પાણીથી ભરેલા મોટા વાસણમાં મૂકો. ઉપરથી થોડું ક્રિસ્ટલ મીઠું છાંટીને થોડીવાર માટે રહેવા દો. આમ તમને મેથીમાં રહેલા જંતુઓ અને કીડાઓ દૂર કરવામાં મદદ કરે છે. પછી તેને નવશેકા પાણીથી ધોઈ લો.

મેથીને ઉકાળવાને બદલે તમે લોટ ભેળવતી વખતે મેથીને ઝીણી સમારીને પણ ઉપયોગ કરી શકો છો. થેપલાંમાં સારો સ્વાદ આવે તે માટે તાજી મેથીનો ઉપયોગ કરો. તેલની જગ્યાએ ઘી માં શેકવાથી પણ મેથીના થેપલાંનો સ્વાદ ખૂબ સારો આવે છે.

મેથીના પરાઠાની પેસ્ટ બનાવવા માટે, મોટા વાસણમાં પાણી ઉમેરો અને ઉકળવા દો. પછી તેમાં ધોયેલા મેથીના પાન ઉમેઈને તેને ઉકળવા દો. હવે બ્લેન્ડરમાં બાફેલી મેથી નાંખો અને તેમાં આદુ અને લીલા મરચું મિક્સ ઉમેરીને સ્મૂધ પ્યુરી બનાવો.

આ ભૂલો ન કરો : મેથીને વધુ ન ઉકાળો કારણ કે તેના પોષક તત્વો નષ્ટ થાય છે. લોટ બાંધતી થોડું થોડું પાણી ઉમેરો, નહીંતર થેપલાની મહેનત બગાડી શકે છે. થેપલા લાંબા સમય સુધી સ્ટોર ન કરો, નહીંતર તેનો સ્વાદ ખોવાઈ જશે. થેપલાની કણકને એરટાઈટ કન્ટેનરમાં ફ્રિજમાં 2 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.

પરફેક્ટ કણક બાંધવાની રીત : એક મોટા બાઉલમાં 2 કપ ઘઉંનો લોટ લો અને તેમાં 1/2 નાની ચમચી અજમો, સ્વાદ મુજબ મીઠું અને 2 નાની ચમચી તેલ ઉમેરીને મસળી લો. હવે તૈયાર કરેલી મેથીની પ્યુરીને ઉમેરી લો, પરંતુ ધ્યાન રાખો કે મેથીની પ્યુરી સરખી રીતે ભળી જાય, પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરો.

હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરતા, 5 મિનિટ લોટ બાંધી લો, જ્યાં સુધી તે સ્મૂધ ન થાય. આ પછી લોટને થોડું તેલ લગાવીને સ્મૂથ કરો. હવે લોટને 30 મિનિટ માટે ભીના કપડાથી ઢાંકીને રાખો. હવે જાણો ઘરે મેથી પરાઠા બનાવવાની રેસીપી.

સામગ્રી : મેથીના પાંદડા 1 જુડી, પાણી 3 કપ, આદુ 1 ઇંચ, લીલા મરચા 1, ઘઉંનો લોટ 2 કપ,
અજમો 1/2 નાની ચમચી, મીઠું સ્વાદ મુજબ, તેલ 2 ચમચી, લોટ માટે પાણી જરૂર મુજબ અને શેકવા તેલ અથવા ઘી.

મેથીના થેપલા બનાવવાની રીત : તૈયાર કરેલી કણકમાંથી એક મધ્યમ કળાની લોઈ બનાવો. હવે તેના પર થોડો ઘઉંનો લોટ છાંટીને તેને સામાન્ય રોટલીની જેમ પાતળી ગોળાકાર વણી લો. હવે ગેસ પર તવીને ગરમ કરીને, થેપલાને ગરમ તવી પર મૂકીને એક મિનિટ પકાવો.

જ્યારે એકબાજુ થી ચડી જાય એટલે મેથીના થેપલાને પલટી દો. હવે તેના પર થોડું તેલ અથવા ઘી લગાવો અને તેને હળવા હાથે દબાવો. ફરીથી ફેરવી લો અને તેને પાકવા દો. બંને બાજુ સારી રીતે થેપલું ચડી જાય ત્યાં સુધી તમારે એક કે બે વાર ફેરવવું પડશે.

હવે આ થેપલાને અથાણું, દહીં અથવા રાયતા સાથે પીરસો અને ખાઓ. અમને આશા છે કે આ ટિપ્સ અને ટ્રિક્સ તમને પરફેક્ટ અને સૌથી સ્વાદિષ્ટ મેથીના થેપલા બનાવવામાં મદદરૂપ થશે. આવી જ બીજી વાનગીઓ અને ટિપ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો!

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા