અત્યારે હાલ કોરોના વાઇરસ ફરીથી પાછો આવ્યો છે તો કયા લોકોએ સાવચેતી રાખવાની જરૂર છે તેના વિષે માહિતી જાણીશુ અને જેથી આપણે પણ સુરક્ષિત રહી શકીયે અને બીજા ને પણ સુરક્ષિત રાખી શકીયે.
(1) જે લોકોને શરદી અને કફ વારંવાર થઈ જતો હોય એટલે કે જે લોકોને શરીરની અંદર કફનો પ્રકોપ વારંવાર થઈ જતો હોય એવા લોકોએ કોરોના થી સાવધાન રાખવી ખૂબ જરૂરી છે. કારણ કે જે લોકોને વારંવાર કફ થઈ જાય છે કે શરદી થઈ જાય છે એવા લોકોને ત્યારે ભૂખ લાગતી નથી એટલે આપણી રોગપ્રતિકારક શક્તિ છે તે નબળી પડે છે એટલે એવા લોકો એ સાવધાની રાખવી જરૂરી છે.
(2) જે લોકોને ડાયાબિટીસ નો પ્રોબ્લેમ હોય કે ડાયાબીટીસ ની ગોળી નિયમિત ગળતા હોય તેવા લોકોએ પણ કોરોના કે બીજા કોઈ પણ પ્રકારના વાયરસથી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.
( 3 ) જે લોકોને હાય બીપી નો પ્રોબ્લેમ છે અને નિયમિત હાઈ બીપીની ગોળી લે છે. તેવા લોકોએ પણ વાયરસથી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. (4) જે લોકો લોહી પાતળું થવાની ગોળી ગળે છે અથવા જેમને કોલેસ્ટ્રોલ નો પ્રોબ્લેમ છે કે બાયપાસ સર્જરી કરાવી છે કે એકવાર હાર્ટ અટેક આવેલું છે તેવા લોકોએ પણ કોરોનાથી ખૂબ સાવધાની રાખવી જરૂરી છે.
(5) સગર્ભા બહેનોને પણ ખૂબ સાવચેતી રાખવી જોઈએ અને વર્ષોથી જે લોકો કોઈપણ પ્રકારની બિમારીથી પીડાય છે. દાખલા તરીકે કિડની નો પ્રોબ્લેમ છે, કિડની ફેલ છે, કે લીવર નો પ્રોબ્લેમ છે કે હાર્ટ નો પ્રોબ્લેમ છે એવા તમામ પ્રકારના લોકો એ કોરોનાવાયરસથી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે.
કારણ કે એવા લોકોને ઇમ્યુનીટી સિસ્ટમ પાવરફુલ હોતી નથી અને એના કારણે એવા લોકો કોરોનાવાયરસથી ઝડપથી સંક્રમિત થઈ શકે છે. તો આવા લોકોએ ખુબ કાળજી રાખવી જરૂરી છે. ભગવાન તમને સૌને તંદુરસ્ત અને સુરક્ષિત રાખે તેવી પ્રાથના. ધન્યવાદ.